Rashifal

શનિવારનું રાશિફળ:એકસાથે બબ્બે શુભ યોગથી મેષ, વૃષભ સહિત 6 રાશિને સારા સમાચાર મળશે, ધનપ્રાપ્તિ થશે, પ્રગતિની નવી તકો સર્જાશે

4 ફેબ્રુઆરી, શનિવારના રોજ પ્રીતિ અને છત્ર નામના શુભ યોગ સર્જાઈ રહ્યા છે. તેને કારણે મેષ રાશિના નોકરિયાત જાતકોને તેમનો મનગમતો પ્રોજેક્ટ મળી શકે છે. વૃષભ રાશિના લોકોને પ્રમોશનની એકથી વધુ તકો પ્રાપ્ત થશે. કર્ક રાશિના જાતકો પર ગ્રહો મહેરબાન થશે. તુલા રાશિનું અટવાયેલું ધન અને આવકના નવા સ્રોત પ્રાપ્ત થઈ શકે છે. ધન રાશિના લોકો માટે પણ ફાયદાનો દિવસ રહેશે. તેમને પણ આવકના સ્રોત વધી શકે છે. મકર રાશિના જાતકોને નોકરીમાં ટ્રાન્સફર થવાના યોગ છે. આ સિવાયની અન્ય રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે.

3 ફેબ્રુઆરી, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

***

મેષ

પોઝિટિવ : આજના દિવસે આત્મવિશ્વાસથી કામ પૂરું કરશો. વિદ્યાર્થીઓને આજે જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રમાં રસ વધશે. આ સાથે જ લક્ષ્ય મેળવવા માટે કોઈ નજીકના સંબંધીઓનો સહયોગ મળશે.

નેગેટિવ : આર્થિક સ્થિતિમાં સુધારો કરવો જરૂરી છે, આ સમયે ધૈર્ય અને સંયમ રાખવો જરૂરી છે. વ્યસ્ત હોવાને કારણે તમારા પર વધુ ધ્યાન નહીં આપી શકો.

વ્યવસાય : નોકરી કરતા લોકોના મનગમતો પ્રોજેક્ટ મળવાને કારણે મન ખુશ રહેશે.

લવ : પારિવારિક સભ્યોની વચ્ચે ઝઘડો થઇ શકે છે

હેલ્થ : ગળામાં ઇન્ફેક્શનને કારણે શરદી-ઉધરસની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : ગુલાબી

લકી નંબર : 8
***
વૃષભ

પોઝિટિવ : આજના દિવસે આગળ વધવાની ઘણી તક મળી શકે છે પરંતુ આત્મ-સન્માનને ઠેસ ન પહોચે તેનું ખાસ ધ્યાન રાખો. આવનારા સમયમાં તમારી સમસ્યાનું નિરાકરણ થઇ શકે છે. કોઈ ધાર્મિક કામનું આયોજન થઇ શકે છે.

નેગેટિવ : વ્યક્તિગત કામમાં વ્યસ્ત રહેવાને કારણે પરિવાર પર ધ્યાન નહી આપી શકો. જેના કારણે પરિવારજનો નારાજ થઇ શકે છે,

વ્યવસાય : ધંધામાં આજના દિવસે ધ્યાન રાખવાની જરૂર છે. નોકરીમાં મહિલાને વિશેષ સફળતા મળી શકે છે.

લવ : લગ્નજીવનમાં સુખ શાંતિ રહેશે, મિત્રો સાથે હરવા-ફરવામાં સમય પસાર ન કરો.

હેલ્થ : પેશાબને લગતી સમસ્યા થઇ શકે છે, આજના દિવસે તમારી દેખભાળ કરવાની વધારે જરૂર છે.

લકી કલર : લાલ

લકી નંબર : 3

***
મિથુન

પોઝિટિવ : મિલકત ખરીદતા સમયે લાભ થઇ શકે છે, આર્થિક સ્થિતિ સારી રહેશે. અધ્યાત્મ તથા જ્યોતિષ જેવા વિષયોને જાણવામાં રસ વધશે.

નેગેટિવ : સમય અનુસાર વ્યવહારમાં ફેરફાર કરવો જરૂરી છે. તમારા વ્યવહારની ક્યારેક-ક્યારેક તમારા સંતાન પર અસર પડી શકે છે.

વ્યવસાય : આજના દિવસે માર્કેટિંગ તથા બહારની ગતિવિધિમાં ધ્યાન આપવું પડશે. સરકારી અધિકારી કોઈ પણ સમસ્યામાં ફસાઈ શકે છે. તેથી સાવધાન રહેવું જરૂરી છે.

લવ : પ્રેમ-પ્રકરણમાં સમસ્યા થઇ શકે છે.

હેલ્થ : કોઈ જૂની બીમારીથી રાહત મળશે.

લકી કલર : પીળો

લકી નંબર : 5

***
કર્ક

પોઝિટિવ : આજના દિવસે તમને મનગમતા કામમાં થોડો સમય પસાર કરો, જેનાથી તમને શાંતિની અનુભૂતિ મળશે. પ્રભાવશાળી સાથે લોકો મુલાકાત કરવાથી તમારી સામાજિક સક્રિયતામાં વધારો થશે.

નેગેટિવ : યુવાવર્ગે આજના દિવસે કરિયર સંબધિત યોજનાઓને ટાળવી પડી શકે છે. પરંતુ નિરાશા અને તણાવને તમારા પર હાવી ન થવા દો.

વ્યવસાય : ગ્રહની સ્થિતિ બહુ જ અનુકુળ બની રહી છે, કોઈ નવા કામની શરૂઆત થઇ શકે છે.

લવ : લગ્નજીવનમાં ખુશીનો માહોલ રહેશે.

હેલ્થ : હાલ વાતાવરણને કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

લકી કલર : ક્રીમ

લકી નંબર : 5
***
સિંહ

પોઝિટિવ : કોઈ પણ કામ શરુ કરતાં પહેલાં યોજના બનાવો. બીજાની ભૂલોને માફ કરીને સંબંધ સારા રહે તેનું ધ્યાન રાખો. તમારા પરિવારમાં તથા સમાજમાં તમારું વર્ચસ્વ રહેશે.

નેગેટિવ : મિત્રો તથા સંબંધીઓ સાથે સમય પસાર કરવાથી તમારું કામ અટકી જશે. ક્યારેક-ક્યારેક કારણ વગર તમને ગુસ્સો આવવાને કારણે નુકસાન થશે.

વ્યવસાય : જૂની મિલકત વેચાણ અને ખરીદીમાં મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા છે. નોકરી કરતા વ્યક્તિ માટે ઓફિસનો માહોલ ખુશનુમા રહેશે.

લવ : ઘરની વ્યવસ્થા સુખદ રહેશે. લગ્નેતર સંબંધની અસર સામાજિક છબી પર પડી શકે છે.

હેલ્થ : ગેસ અને કબજિયાતની સમસ્યાથી પરેશાન થશો.

લકી કલર : કેસરી

લકી નંબર : 7
***

કન્યા

પોઝિટિવ : કોઈને ઉધાર આપેલા અથવા ફસાયેલા પૈસા પાછા મેળવવા માટે બેસ્ટ સમય છે. ઘરમાં રીનોવેશનનું કામ થઇ શકે છે.

નેગેટિવ : જલદી-જલ્દી કામ કરવા માટે લાપરવાહી ન કરો, નહી તો કામ અધૂરું રહેશે. વિદ્યાર્થીઓએ આજે ભણવામાં ધ્યાન રાખવું જરૂરી છે.

વ્યવસાય : આજના દિવસે જલ્દબાજીમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. વર્કિંગ મહિલાઓએ આજે કામને તણાવ રહેશે.

લવ : પરિવારમાં કોઈ વાતને કારણે ઝઘડો થઇ શકે છે.

હેલ્થ : શરદી-ઉધરસની સમસ્યાને વધવા ન દો.

લકી કલર : ગુલાબી

લકી નંબર : 9

***
તુલા

પોઝિટિવ : આજના દિવસે કોઈ સરકારી કામ જે અટવાયેલા છે તે પુરા થઇ શકે છે. આ સાથે જ કામમાં પ્રભાવશાળી વ્યક્તિનો સહકાર મળી શકે છે.

નેગેટિવ : બિનજરૂરી ખર્ચ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. પાડોશીઓ સાથે સંબંધ ખરાબ ન થાય તેનું ધ્યાન રાખો.

વ્યવસાય : આજના દિવસે કોઈ શુભચિંતકની સહાયથી કામ પૂરું થઇ શકે છે. ઓફિસમાં આજે કોઈ પણ પ્રકારની રાજનીતિ થઇ શકે છે.

લવ : લગ્નજીવનમાં આજે તિરાડ પડી શકે છે, ઘરની વાત બહાર ન જાય તેનું ખાસ ધ્યાન રાખો.

હેલ્થ : સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જરૂરી છે. જરાપણ લાપરવાહીને કારણે સમસ્યા થઇ શકે છે.

લકી કલર : જાંબુડીયો

લકી નંબર : 1
***

વૃશ્ચિક

પોઝિટિવ : પારિવારિક જવાબદારી આજના દિવસે વધી શકે છે. શારીરિક અને માનસિક રીતે શાંતિ મેળવવા માટે કોઈ શાંતિના સ્થળે સમય પસાર કરો. આજના દિવસે કોઈ કામને પૂરું કરવાનો પ્રયાસ કરો.

નેગેટિવ : કોઈ પણ પરિસ્થિતિમાં સંયમ અને ધૈર્ય રાખો. બેંકિગના કામમાં કોઈ સમસ્યા થઇ શકે છે. કોઈ પાસેથી ઉધાર પૈસા ન લો.

વ્યવસાય : ધંધાકીય સ્થિતિ સારી રહેશે. બધા જ કામ સમય ઉપર પુરા થાય તેનું ખાસ ધ્યાન રાખો. ઓફિસમાં બીજી કોઈ વાતમાં ધ્યાન આપવાને બદલે કામમાં જ ધ્યાન આપો.

લવ : આજના દિવસે જીવનસાથી અને પરિવારજનોનો સાથ મળી શકે છે. પારિવારિક જવાબદારીમાંથી મહદ અંશે રાહત મળશે.

હેલ્થ : એસિડિટીની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક વસ્તુનો ઉપયોગ કરો.

લકી કલર : લીલો

લકી નંબર : 3

***

ધન

પોઝિટિવ : સંબંધીઓને અવરજવરને કારણે ઘરમાં ખુશીનો માહોલ રહેશે. કોઈ ધાર્મિક કામનું આયોજન થઇ શકે છે. આ સમયે મિલકત સંબંધિત કોઈ ખરીદી કરવાની યોજના બનાવી રહ્યા છો તેમાં અમલ કરી શકો છો.

નેગેટિવ : આળસ અને વધુ વિચારવાને કારણે કોઈ તક હાથમાંથી જઈ શકે છે. અજાણ્યા લોકો સ પર વધુ ભરોસો ન કરો, નહી તો છેતરપીંડી થઇ શકે છે. તમારી યોજના વિશે કોઈને માહિતી ન આપો.

વ્યવસાય : આવકના સ્ત્રોતમાં વધારો થઇ શકે છે, બધા જ કામ વ્યવસ્થિત રીતે પુરા થાય તેવી કોશિશ કરો. ઓફિસમાં કામનો સમય પૂરો કરવાની કોશિશ કરો.

લવ : જીવનસાથી અને પારિવારિક લોકોની સલાહ લેવાથી ફાયદો થઇ શકે છે.

હેલ્થ : નાની સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાને ગંભીરતાથી લો, તમારી લાઈફસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખો.

લકી કલર : પીળો

લકી નંબર : 6

***
મકર

પોઝિટિવ : આજના દિવસે ગ્રહ સ્થિતિમાં પોઝિટિવ ફેરફાર થઇ શકે છે. છેલ્લાં ઘણાં સમયથી જે લોકો તમારી વિરુદ્ધમાં હતા તે લોકો તમારા પક્ષમાં આવી જશે. કામમાં ધ્યાન આપો.

નેગેટિવ : બીજાની સમસ્યાનું નિરાકરણ કરવામાં તમારા કામમાં કોઈ સમસ્યા ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. લોકો તમારા સરળ સ્વભાવનો ફાયદો લઇ શકે છે.

વ્યવસાય : કામના સ્થળે કર્મચારીઓ અથવા સ્ટાફ વચ્ચે વાદ-વિવાદ થઇ શકે છે, નોકરી કરતા લોકોને ટ્રાન્સફરના યોગ થઇ શકે છે.

લવ : તમારી સમસ્યાનું નિરાકરણ કરવામાં જીવનસાથી અને પારિવારિક સભ્યોનો સાથ મળશે.

હેલ્થ : વાતાવરણમાં ફેરફાર થવાને કારણે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે,

લકી કલર : રીંગણી

લકી નંબર : 9
***
કુંભ

પોઝિટિવ : આજના દિવસે કોઈ ખાસ વ્યક્તિને મળવાનો મોકો મળી શકે છે. કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાવવાથી તમારા માન-સન્માનમાં વધારો થશે. તમારામાં સકારાત્મક ફેરફાર જોવા મળશે.

નેગેટિવ : તમારા પર્સનલ કામમાં કોઈ બહારના વ્યક્તિને સામેલ ન કરો, વિદ્યાર્થીઓએ ભણવા સિવાય બીજા કોઈ કામમાં દખલ ન કરો.

વ્યવસાય : ઓફીસના કાગળ સંભાળીને રાખો. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધ ખરાબ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.

લવ : પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.

હેલ્થ : શિયાળાની ઋતુ હોવાને કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

લકી કલર : બદામી

લકી નંબર : 2

***

મીન

પોઝિટિવ : મિલકત સંબધિત જે કોઈ કામ છે તેનું રાજકીય વ્યક્તિને કારણે નિરાકરણ આવી શકે છે. તમારી ફિટનેસને કારણે ગંભીર રહેવું પડશે.

નેગેટિવ : કોઈ પણ પેપરવર્ક કરતા સમયે ઉતાવળ ન કરો, તમારા કામમાં રુકાવટ આવવાનું કારણ આળસ અને લાપરવાહી હોઈ શકે છે.

વ્યવસાય : કોઈ કામને ટાળવા કરતા સમયાનુસાર જ શરુ થાય તેવો પ્રયત્ન કરો. સરકારી કામ સાવધાનીથી પૂરું થાય તેનું ધ્યાન રાખો

લવ : મિત્રો સાથે મુલાકાત થશે.

હેલ્થ : ખાવા-પીવામાં ધ્યાન ન રાખવાને કારણે પેટ ખરાબ થઇ શકે છે.

લકી કલર : કેસરી

લકી નંબર : 1

Leave a Reply

Your email address will not be published.