Rashifal

રવિવારનું રાશિફળ:રવિવારે કન્યા, મકર સહિત 5 રાશિના જાતકોની અડચણો દૂર કરશે, સારા સમાચાર મળશે

31 જુલાઈ, રવિવારે વરીયાન યોગ બની રહ્યો છે. વૃષભ રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. સિંહ રાશિને નસીબનો સાથ મળશે. કન્યા રાશિની આવકમાં વધારો થશે. વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. મકર રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

31 જુલાઈ, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– રોકાણ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. ઘરમાં ફેરફારને લગતા વિષય ઉપર પણ મહત્ત્વપૂર્ણ ચર્ચા થશે. બાળકોને તમારા માર્ગદર્શનમાં કોઇ વિશેષ સફળતા પ્રાપ્ત થઇ શકે છે. પરિવાર સાથે મનોરંજન અને સ્વાસ્થ્યને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ– આળસના કારણે તમે કોઇ કામને ઇગ્નોર કરી શકો છો, જેની અસર તમારી આર્થિક સ્થિતિ ઉપર પણ પડી શકે છે. સમજદારી અને સાવધાનીથી કામ લેવાનો સમય છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં અટવાયેલાં કામ હવે ગતિ પકડશે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવા માટે થોડા પ્લાનિંગ કરશો અને તેમાં સફળ પણ રહેશો. તમને તમારી અંદર માનસિક શાંતિ અને ભરપૂર ઊર્જાનો અનુભવ થશે.

નેગેટિવઃ– અન્યની વાતોમાં ધ્યાન આપવાની જગ્યાએ તમારી કાર્યક્ષમતા અને આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો. તમારા નજીકના મિત્રો અને સંપર્ક સૂત્રો સાથે સંબંધોને વધારે સારા જાળવી રાખવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– સમય અનુકૂળ છે. કાર્યસ્થળમાં તમારું પ્રભુત્વ જળવાયેલું રહેશે.

લવઃ– કોઇ જૂના મિત્રને મળવાથી જૂની યાદો તાજા થશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે વર્તમાન નકારાત્મક વાતાવરણથી તમારે બચવું જરૂરી છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– ઘરમાં કોઇ ધાર્મિક યાત્રાને લગતી યોજના બનશે. આજે મોટાભાગનો સમય પરિવારજનો સાથે પસાર કરવાથી સુકૂન અને સુખ મળશે. વડીલોના અનુભવો અને સલાહ ઉપર ધ્યાન આપવું. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને ગંભીરતાપૂર્ણ લે.

નેગેટિવઃ– ખર્ચ વધારે રહેવાના કારણે તણાવ રહી શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહી શકે છે. ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે. યુવાઓએ મોજમસ્તીની જગ્યાએ પોતાના કરિયર અને ભવિષ્યને લગતી યોજના ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે

વ્યવસાયઃ– આ સમય કરિયર અને કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરવા માટે વધારે કોશિશ કરવાની જરૂરિયાત છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક રૂપથી નબળાઇ અનુભવી શકો છો.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ સ્થિતિ સારી બની રહી છે. આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે, જે આગળ જઇને તમારા માટે લાભદાયક સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ– તમારી ભાવનાઓ ઉપર કંટ્રોલ રાખો. ક્યારેક-ક્યારેક વધારે દખલ કરવાના કારણે ઘરના સભ્યો પરેશાન થઇ શકે છે. બાળકોની ગતિવિધિઓને ઇગ્નોર કરવા યોગ્ય નથી.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં બધાં કામ તમારી દેખરેખમાં જ કરાવશો તો સારું રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ અને શરદીમાં સમસ્યા પરેશાન કરી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– જો પ્રોપર્ટીની ખરીદદારી અને વેચાણને લગતી કોઇ કાર્યવાહી ચાલી રહી છે, તો તમને ચોક્કસ સફળતા મળશે. તમે શારીરિક અને માનસિક રીતે પોતાને સશક્ત અનુભવ કરશો. સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ– કોઇ સભ્યની નકારાત્મક વાતોને લઇને ઘરના વાતાવરણમાં થોડી નિરાશા રહી શકે છે. તણાવ લેવાની જગ્યાએ સમસ્યાને ઉકેલવાની કોશિશ કરો. આ સમયે બિનજરૂરી યાત્રાને ટાળો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વ્યાપારિક મંદીની સ્થિતિ રહી શકે છે.

લવઃ– પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘરના વાતાવરણને સુખદ અને મધુર જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– ગળામાં ઇન્ફેક્શન તથા કફને લગતી સમસ્યા રહી શકે છે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– છેલ્લા થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી આજે રાહત મળશે. તમે ફરી આત્મવિશ્વાસ અને ઊર્જા દ્વારા તમારા કાર્યોમાં જોડાઇ જશો. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને વધારે સક્રિય અને ગંભીર રહેશો. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે.

નેગેટિવઃ– ઘરની કોઇપણ સમસ્યાને ગુસ્સાની જગ્યાએ શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. વાહન કે કોઇ મોંઘા ઇલેક્ટ્રોનિક ઉપકરણના ખરાબ થવાથી મોટો ખર્ચો આવી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે.

લવઃ– લગ્નજીવન તથા પ્રેમ બંને સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– અસંતુલિત દિનચર્યા અને ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– તમારી જીવનશૈલીને વધારે ઉન્નત જાળવી રાખવાની કોશિશ કરો. તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે રચનાત્મક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષાને લગતી ગતિવિધિઓમાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ– પરણિત વ્યક્તિઓને સાસરિયા પક્ષ સાથે કોઇ પ્રકારનો મતભેદ થઇ શકે છે. આ સમયે પરિસ્થિતિઓને ઉકેલવા માટે ધૈર્ય અને સંયમથી કામ લો, નહીંતર તમારી છાપ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– થોડા વ્યક્તિગત કારણોના લીધે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– પતિ-પત્ની વ્યસ્ત રહેવાના કારણે ઘરમાં વધારે ધ્યાન આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ– વધારે મસાલેદાર ભોજન ટાળો.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે દિવસની શરૂઆતમાં કામ વધારે રહેવાથી તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. આ ઓર્ડરનું ઉત્તમ પરિણામ મળવાથી મન પ્રસન્ન પણ રહેશે. કોઇ સમારોહમાં સામેલ થવાનું નિમંત્રણ મળશે.

નેગેટિવઃ– રૂપિયાની લેવડ-દેવડને લઇને કોઇ ગેરસમજ કે નુકસાન થઇ શકે છે. તેની અસર સંબંધો ઉપર પણ પડી શકે છે. કોઇની સાથે ખરાબ રીતે વાત કરવી તમારા માટે નુકસાનદાયક રહી શકે છે.

વ્યવસાયઃ– પબ્લિક ડીલિંગ, ગ્લેમર વગેરે સાથે જોડાયેલાં વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– વધારે કામના કાણે શારીરિક અને માનસિક થાક રહી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે નજીકના લોકો સાથે હળવા-મળવાનું થશે તથા સુખમય સમય પસાર થશે. કોઇ વિશેષ મુદ્દા ઉપર લાભદાયક ચર્ચા-વિચારણાં પણ રહેશે. ઘરમાં રિનોવેશનને લગતી યોજનાને શરૂ કરતી સમયે વાસ્તુ નિયમો નું પાલન કરો.

નેગેટિવઃ– ખોટી ગતિવિધિઓમાં વધારે ખર્ચ થવાથી મનમાં થોડી પરેશાની રહી શકે છે. લોન લેવાની યોજના બની રહી છે, તો પોતાની શક્તિથી વધારે લેવાની કોશિશ ન કરો. આ સમયે માનસિક શાંતિ જાળવી રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ– ઉચ્ચાધિકારીઓ તથા સન્માનિત લોકો સાથે સંબંધ જાળવી રાખવા તમારા વ્યવસાયમાં ફાયદાકારક સાબિત થશે.

લવઃ– જીવનસાથી તથા પરિવારના લોકોનો તમારા પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે થોડા લોકો તમારા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે, તમે ચિંતા કર્યા વિના પોતાના કાર્યો પ્રત્યે સજાગ રહો. ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે. વ્યક્તિગત તથા સામાજિક કાર્યોમાં પણ વ્યસ્તતા રહેશે.

નેગેટિવઃ– ક્યારેક તમારો અતિ આત્મવિશ્વાસ અને ઘમંડ તમને લક્ષ્યથી ભટકાવી શકે છે. તમારી આ ખામીઓ ઉપર કાબૂ રાખો. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર અમલ કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં લગભગ મોટાભાગના કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થતાં જશે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર તથા ડાયાબિટિકના લોકોએ બિલકુલ બેદરકારી ન કરવી.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજે સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારું નિસ્વાર્થ યોગદાન રહેશે. જેનાથી તમને આત્મિક શાંતિ પણ મળશે અને માન-સન્માન પણ વધશે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે, તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે ઘરની કોઇ મહત્ત્વપૂર્ણ વાત સાર્વજનિક થઇ શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું યોગ્ય રહેશે. તેઓ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ– માર્કેટમાં તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે તમને થોડી નવી સફળતાઓ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– ઘર તથા વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– ઘરના વડીલોના સ્વાસ્થ્યને લગતી પરેશાનીને હળવામાં લેશો નહીં.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– તમારા કાર્યોને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવો. તમારી જીવનશૈલીને વધારે ઉન્નત કરવા માટે કોશિશ કરવી સફળતા અપાવશે. શારીરિક અને માનસિક રૂપથી તમે સ્વસ્થ અનુભવ કરી શકો છો.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધીની પર્સનલ લાઇફમાં થોડી મુશ્કેલીઓ આવવાના કારણે ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને પોતાની મહેનતના બળે યોગ્ય પરિણામ ન મળવાથી આત્મબળમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ– આર્થિક રૂપથી દિવસ ઉત્તમ છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ અને માંસપેશીઓનો દુખાવો વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published.