Rashifal

શુક્રવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોના ગ્રહોનું ગોચર પ્રબળ છે, શેરબજારમાં કરેલું રોકાણ ફાયદો કરાવશે

20 જાન્યુઆરી, શુક્રવારના રોજ ચંદ્ર મૂળ નક્ષત્રમાં રહેશે અને સૂર્ય ઉત્તરાષાઢમાં રહેશે. ગુરુ તથા શનિ પોતાની રાશિમાં જ રહેશે. ગ્રહોની આ સ્થિતિ ઘણી રાશિઓ માટે શુભ રહેશે. મેષ રાશિની આર્થિક સ્થિતિ સુધરશે અને વૃષભ રાશિના નોકરિયાત વર્ગને ટ્રાન્સફરના સમાચાર મળી શકે છે. કર્ક રાશિને પ્રમોશન મળી શકે છે. આ ઉપરાંત તુલા તથા કુંભ રાશિએ લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. સિંહ તથા કન્યા રાશિના જાતકોને મુશ્કેલી આવી શકે છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમને તમારી મહેનત અનુસાર ફળ પ્રાપ્ત થશે, ધર્મ-કર્મ અને અધ્યાત્મમાં શ્રદ્ધા રાખી દિવસની શરૂઆત કરવી આપના માટે લાભદાયી રહેશે, આજે સકારાત્મક ઉર્જાનો સંચાર થશે

નેગેટિવઃ- કોઈ પણ અગત્યના કાર્યમાં કરેલી બેદરકારી આજના દિવસે આપને નુકશાન કરાવી શકે તેવી સંભાવના છે, વિદ્યાર્થી વર્ગે આજે મન એકાગ્ર કરી અભ્યાસ પર ધ્યાન આપવું જરૂરી રહેશે

વ્યવસાયઃ- આજે નોકરીને લગતો કોઈ નિર્ણય ખુબ સમજી વિચારીને કરવો આપના માટે હિતાવહ રહેશે.

લવઃ- દાંમ્પત્ય જીવનમાં આજે મધુરતા જળવાઈ રહેશે.

સ્વાસ્થ્યઃ- નિરોગી રહેવા માટે આજે સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી અત્યંત જરૂરી છે,
————————-

વૃષભઃ-

પોઝિટિવઃ- જો તમે ઘર બદલવાનું વિચારી રહ્યા છો તો આજનો સમય આપના માટે ઉત્તમ રહેશે, પરિવારના સભ્યો તથા મિત્રો સાથે આજે સારો સમય પસાર કરી શકશો.નાણાં સંબંધિત અડચણો દૂર થાય તેવા યોગ સર્જાઈ રહ્યા છે, એકદંરે આજનો દિવસ આપના માટે શુભ રહેશે.

નેગેટિવઃ- ક્રોધ પર આજે સંયમ રાખવો જરૂરી છે, નજીકના પરિજન સાથે મનભેદ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવયાસ ક્ષેત્રે આજે આપને સારી સફળતા પ્રાપ્ત થશે, નોકરી કરતા લોકોને આનંદના સમાચાર મળી શકે છે

લવઃ- ત્રીજા પક્ષના કારણે પતિ-પત્નીના સંબંધોમાં મતભેદ જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– કબજિયાતને લગતા રોગોમાં ખાસ ધ્યાન રાખવું યોગ્ય રહેશે
————————-
મિથુનઃ

પોઝિટિવઃ– વ્યસ્ત દિનચર્યામાંથી આજે રાહત મળશે, મનોરંજન સંબંધિત પ્રવતિઓ પાછળ સમય પસાર કરી શકશો, ધાર્મિક કાર્યોમાં આપ ભાગ લેશો. એકદંરે આપનો દિવસ શુભ રહેશે.

નેગેટિવઃ– માનસિક બેચેનીનો અનુભવ થઇ શકે છે, કોઈપણ નવા કાર્યની શરૂઆત આજે ટાળવી આપના માટે હિતાવહ રહેશે.

વ્યવસાયઃ– ગ્રહોની સ્થિતિ ઉત્તમ રહેશે, ધંધાકીય કામમાં સફળતા મળશે, પણ બેદકારીથી બચવું જરૂરી છે

લવઃ– વૈવાહિક જીવનમાં આજે સુમેળ જણાશે

સ્વાસ્થ્યઃ– ઘૂંટણને લગતા દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે
————————-
કર્કઃ

પોઝિટિવઃ– આજે ગ્રહોનું ગોચર ખુબ પ્રબળ જોવા મળી રહ્યું છે, પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે, શેર-બજારમાં કરેલું રોકાણ ફાયદો કરાવશે.

નેગેટિવઃ– ગુસ્સાને કાબુમા રાખી આજે તે ઉર્જા સારા કાર્યમાં વાપરવી આપના માટે શુભ રહેશે ,અન્યથા અકારણ ક્રોધ મોટું નુકશાન કરાવી શકે છે.

વ્યવસાયઃ– સરકારી કામકાજમાં સફળતા પ્રાપ્ત થશે, નવી પ્રગતિના માર્ગો ખુલે તેવી પ્રબળ શકયતાઓ વર્તાઈ રહી છે.

લવઃ– જીવનસાથી સાથે થોડા મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ-નજીકના સંબંધીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે, ઉપરાંત, પૂરતી ઊંઘ ન મળવાને કારણે તમને થાકનો અનુભવ થશે.
————————-
સિંહઃ

પોઝિટિવઃ– વ્યસ્ત દિનચર્યા હોવા છતાં સામાજિક અને ધાર્મિક કાર્યો માટે સમય કાઢી શકશો, ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને આજે ધાર્યું પરિણામ મળશે

નેગેટિવઃ– કોઈ કાર્યની શરૂઆત સમજી વિચારીને કરવી હિતાવહ રહેશે, અન્યથા કોઈની સાથે વાદ-વિવાદ અને ઝઘડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, અને કોર્ટના વિવાદમાં સપડાઈ શકો છો.

વ્યવસાયઃ– આવક કરતા જાવકનું પ્રમાણ વધશે, સરકારી નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનું દબાણ રહેશે

લવઃ– યુવા વર્ગે પ્રેમ-સંબધમાં ગરિમા જાળવવી યોગ્ય રહેશે

સ્વાસ્થ્યઃ– નજીકના પરિજનના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.
————————-
કન્યાઃ

પોઝિટિવઃ– ઘરમાં કોઈ ફેરફાર કરવાની ઈચ્છા ધરાવતા હોય તો વાસ્તુની દ્રષ્ટિએ ફેરફાર કરવો શુભ રહેશે , આપનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવશે.

નેગેટિવઃ– આજના દિવસે પ્રવાસ ટાળવો, ધન હાનિ થઇ શકે છે, પરિવારમાં વિખવાદ જોવા મળી શકે છે.

વ્યવસાયઃ– ધંધાને લગતું કોઈ પણ જોખમ આજે ટાળવું, તમારી અગત્યની યોજના પોતાના સુધી સીમિત રાખવી

લવઃ– જીવનસાથી અને પરિવાર સાથે તાદાત્મ્ય જળવાયેલું રહેશે

સ્વાસ્થ્યઃ-વધુ પડતો તળેલો આહાર લેવાથી આજે બચવું, પાચનતંત્રને લગતી સમસ્યાઓ આવી શકે છે
————————-
તુલાઃ

પોઝિટિવઃ– આજે કોઈ અંગત સમસ્યાનું નિરાકરણ આવશે જેના કારણે આગામી કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન આપના માટે લાભદાયક પુરવાર થશે.

નેગેટિવઃ– માનસિક રીતે અસ્વસ્થતાનો સામનો કરવો પડી શકે છે, ક્રોધને તમારા પર હાવી થવા દેવો નહીં.

વ્યવસાયઃ– નજીકની વ્યક્તિના સહયોગથી આજે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે.આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે

લવઃ– વ્યર્થ લાગતા પ્રેમ સંબંધોથી જાળવવું.

સ્વાસ્થ્યઃ– ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, શરીરમાં નબળાઈનો અનુભવ થશે.
————————-
વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– જો પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ સંબંધિત કોઈ યોજના વિશે વિચારી રહ્યા છો તો આજનો દિવસ ઉત્તમ છે, અટવાયેલા પૈસા મળી શકે છે.આજે વ્યાવહારિક વિચારસરણી સાથે કાર્યની શરૂઆત કરો.

નેગેટિવઃ– અકારણ ક્રોધ તમારા બનેલા કામ બગાડી શકે છે, બાળકો તરફ ધ્યાન આપવું આવશ્યક રહેશે

વ્યવસાયઃ– વ્યાપાર-ધંધાને લગતી ઉત્તમ તકો પ્રાપ્ત થશે

લવઃ– જીવનસાથી સાથે સમય વિતાવો, સંબંધોમાં આજે મધુરતા જોવા મળશે.

સ્વાસ્થ્યઃ– માનસિક તણાવનો અનુભવ થઇ શકે છે, વધારે ચિંતાથી આજના દિવસે દૂર રહેવું.
———————-
ધનઃ

પોઝિટિવઃ– દિવસની શરૂઆત ધાર્મિક પ્રવૃતિઓ સાથે કરવી, સામાજિક કાર્યોથી સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે, આજના દિવસે વિરોધીઓ પણ તમારા પક્ષમાં જોવા મળશે.

નેગેટિવઃ– કોઈ ચોક્કસ નિર્ણય લેતી વખતે થોડી મૂંઝવણ અનુભવાશે અને નાનકડી ભૂલ પણ તમારા માટે મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. અનુભવી વ્યક્તિ પાસથી સલાહ લેવી ફાયદાકારક રહેશે.

વ્યવસાયઃ– ભાગીદારીમાં કરેલા વ્યવસાય આપણે લાભ કરાવશે, નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

લવઃ– જીવનસાથી સાથે ખોટું બોલવાથી મતભેદ સર્જાઈ શકે છે

સ્વાસ્થ્યઃ– આજે આપનુ સ્વાસ્થ્ય સારું રહેશે.
————————-
મકરઃ

પોઝિટિવઃ– મહત્વના કામનો સંપૂર્ણ પ્લાન બનાવીને કરવું, અગત્યના કામમાં ભૂલ કરવાથી સાવચેત રહેવું, નવા કરેલા સાહસ આપને સફળતા અપાવશે, કામ અર્થે મુસાફરી થઇ શકે છે.

નેગેટિવઃ– ભાઈ-ભાંડુઓ વચ્ચે વિખવાદ જોવા મળે, ક્રોધ પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે.

વ્યવસાયઃ– આજે કોઈ મોટી પદવી મળવાની સંભાવના રહેલી છે.

લવઃ– પતિ અને પત્ની વચ્ચે પરસ્પર સંવાદિતાનો અભાવ રહેશે, જે વિવાહિત જીવન માટે યોગ્ય નથી.

સ્વાસ્થ્યઃ-આજે સંતુલિત આહાર લેવો આપના માટે લાભદાયક રહેશે.
————————-
કુંભઃ

પોઝિટિવઃ– આજનો દિવસ વ્યસ્ત રહેશે, તમારી મનપસંદ પ્રવૃર્ત્તીઓ માટે સમય ફાળવી શકશો, ઘરમાં સ્વજનોના આગમનથી માહોલ હળવો રહેશે

નેગેટિવઃ– જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવો ખુબ જરૂરી રહેશે, પૈસાની લેવડ-દેવડ આજે ટાળવી.

વ્યવસાયઃ– બેન્ક સંબંધિત કામ ઉકેલાશે, વડીલોના આશીર્વાદથી દિવસની શરૂઆત કરવી.

લવઃ– જીવનસાથીની લાગણીને માન આપવું, અકારણ ગુસ્સાથી બચવું.

સ્વાસ્થ્યઃ– તણાવ અનુભવી શકો છો, યોગથી દિવસની શરૂઆત કરવી
————————-
મીનઃ

પોઝિટિવઃ– આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે, અટવાયેલા કામકાજમાં આજે સફળતા મળશે, તમારા અંગત કાર્યો પર ધ્યાન આપી શકશો.

નેગેટિવઃ– બાળકોને ખરાબ સંગતથી સાવચેત રાખવા, ઉધારીથી આજના દિવસે બચવું

વ્યવસાયઃ-નવા કાર્યોમાં રુચિ જાળવી રાખવી, નોકરી બદલવાનો આજે શ્રેષ્ઠ સમય છે

લવઃ– પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંવાદિતા અને સહકાર રહેશે

સ્વાસ્થ્યઃ– આજે હળવો ખોરાક લેવાનો આગ્રહ રાખવો

Leave a Reply

Your email address will not be published.