ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએ લાભાર્થીઓને સીધે સીધો મળી રહે તે માટે વલસાડ જિલ્લામાં તા. 15 ઓક્ટોબરે યોજાનાર ગરીબ કલ્યાણ મેળો સફળતાપૂર્વક પાર પડે તે માટે બેઠકમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ લાભાર્થીઓની ડેટા એન્ટ્રી સંદર્ભે સૂચનો કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમના સ્થળે આવનાર હોવાથી ટ્રાફિક નિયમન અને પાર્કિંગની વ્યવસ્થા અંગે પોલીસ વિભાગને સૂચન કર્યા હતા. મેળો પૂર્ણ થયા બાદ દિવ્યાંગ અને અશક્ત લાભાર્થીઓને અપાયેલી સહાયના સાધનો તેઓના રહેઠાણ સુધી પહોંચાડવા માટે પણ જે તે વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. કાર્યક્રમના સ્થળે પ્રાથમિક સારવારની સુવિધા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને સૂચન કર્યું હતું. કાર્યક્રમ સ્થળે વીજ પુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે ડીજીવીસીએલના અધિકારીને પણ અવગત કર્યા હતા. લાભાર્થીઓને કાર્યક્રમના સ્થળ સુધી લાવવાની અને પરત લઈ જવાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવાની રહેશે એવુ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, નિવાસી અધિક કલેકટર અનસૂયા ઝા, ડીવાયએસપી વી.એન.પટેલ, વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારી સર્વ નિલેશ કુકડીયા, ડી.જે.વસાવા, કેતુલ ઈટાલિયા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર એન.એન.પટેલ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ધર્મેશ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા, જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામીત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Related Articles
ઇઝરાયલના PM બેનેટ થયા કોરોના પોઝિટિવ, માસ્ક વગર અમેરિકી વિદેશ મંત્રીને મળ્યા
ઇઝરાયેલના પીએમ નફતાલી બેનેટના કોરોના પોઝિટિવ આવ્યા બાદ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન પણ સોમવારે કોવિડ-19 ટેસ્ટ કરાવશે. બીજી તરફ, નફતાલી બેનેટ હવે હોમ આઈસોલેશનમાં છે. ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ કોરોના સંક્રમિત (કોવિડ 19 પોઝીટીવ) થઈ ગયા છે. આ પહેલા તેઓ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને મળ્યા હતા. આ જાણકારી ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલય દ્વારા […]
PM Modi ગુજરાત વિઝિટઃ PM મોદી જન્મદિવસે માતાની મુલાકાત લેશે, ગાંધીનગરમાં એક રોડનું નામ ‘પૂજ્ય હીરા માર્ગ’ રાખવામાં આવશે
PM Modi Gujarat Visit: PM નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ પર તેમને મળવા ગાંધીનગરમાં તેમની માતાના નિવાસસ્થાને જશે. PM Modi Mother Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 18 જૂને ગાંધીનગરમાં તેમની માતા હીરાબેન મોદીના ઘરે તેમના 100મા જન્મદિવસ (PM મોદી મધર બર્થ ડે)ની ઉજવણી કરવા જશે. આ પ્રસંગે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પણ પૂજાનું આયોજન કરવામાં આવશે. […]
હવે ‘પાલતુ’ મુસાફરો ‘પાલતુ’ સાથે મુસાફરી કરી શકશે, આ એરલાઈન્સે આપી મંજુરી, આ છે કારણ
ભારતની નવીનતમ એરલાઇન Akasa Air એ 7 જુલાઈના રોજ દેશમાં હવાઈ સેવાઓ શરૂ કરી હતી. એરલાઈને હવે જાહેરાત કરી છે કે, તે નવેમ્બરથી તેના મુસાફરોને તેમના પાલતુ કૂતરા અને બિલાડીઓને તેમના મુસાફરો સાથે ઓનબોર્ડ કરવાની મંજૂરી આપશે. કંપની દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તે ગ્રાહકોને નવેમ્બર મહિનાથી હવાઈ મુસાફરી દરમિયાન પાળતુ પ્રાણી (કૂતરા […]