news

પારડીમાં 15 ઓક્ટોબરે યોજાનાર ગરીબ કલ્યાણ મેળોના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી

ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએ લાભાર્થીઓને સીધે સીધો મળી રહે તે માટે વલસાડ જિલ્લામાં તા. 15 ઓક્ટોબરે યોજાનાર ગરીબ કલ્યાણ મેળો સફળતાપૂર્વક પાર પડે તે માટે બેઠકમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ લાભાર્થીઓની ડેટા એન્ટ્રી સંદર્ભે સૂચનો કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમના સ્થળે આવનાર હોવાથી ટ્રાફિક નિયમન અને પાર્કિંગની વ્યવસ્થા અંગે પોલીસ વિભાગને સૂચન કર્યા હતા. મેળો પૂર્ણ થયા બાદ દિવ્યાંગ અને અશક્ત લાભાર્થીઓને અપાયેલી સહાયના સાધનો તેઓના રહેઠાણ સુધી પહોંચાડવા માટે પણ જે તે વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. કાર્યક્રમના સ્થળે પ્રાથમિક સારવારની સુવિધા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને સૂચન કર્યું હતું. કાર્યક્રમ સ્થળે વીજ પુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે ડીજીવીસીએલના અધિકારીને પણ અવગત કર્યા હતા. લાભાર્થીઓને કાર્યક્રમના સ્થળ સુધી લાવવાની અને પરત લઈ જવાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવાની રહેશે એવુ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, નિવાસી અધિક કલેકટર અનસૂયા ઝા, ડીવાયએસપી વી.એન.પટેલ, વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારી સર્વ નિલેશ કુકડીયા, ડી.જે.વસાવા, કેતુલ ઈટાલિયા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર એન.એન.પટેલ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ધર્મેશ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા, જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામીત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.