news

IDBI બેંક: ખાનગીકરણ માટે બોલીઓ આમંત્રિત કરાઈ, સરકાર અને LIC 61 % હિસ્સો વેચશે

સરકારે IDBI બેંકના ખાનગીકરણ માટે રોકાણકારો પાસેથી બિડ મંગાવી છે. આ બિડ બેંકમાં કુલ 60.72 % હિસ્સો વેચવા માટે આમંત્રિત કરવામાં આવી છે. બિડ સબમિટ કરવાની અથવા એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (EoI) સબમિશન કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર છે. તાજેત્તરમાં, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) પાસે IDBI બેન્કમાં 49.24 % હિસ્સાનું પ્રતિનિધિત્વ કરતા 529.41 કરોડ શેર છે, જ્યારે સરકાર પાસે 488.99 કરોડ શેર અથવા બેન્કમાં 45.48 % હિસ્સો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) વતી બિડ આમંત્રિત કરતાં એવું કહેવામાં આવ્યું છે કે, આમાંથી સરકાર 30.48 % અને LIC 30.24 % વેચશે, જે IDBI બેન્કની ઇક્વિટી શેર મૂડીના 60.72 % છે. તેની સાથે જ આ સેલ દ્વારા IDBI બેંકમાં મેનેજમેન્ટ કંટ્રોલ પણ ટ્રાન્સફર કરવામાં આવશે. જણાવી દઈએ કે, શુક્રવારે IDBI બેન્કનો શેર BSE પર આગલા દિવસની સરખામણીમાં 0.71 %ના વધારા સાથે રૂ. 42.70 પર બંધ થયો હતો. વર્તમાન બજાર કિંમતે સરકાર અને LICનો 60.72 % હિસ્સો રૂ. 27,800 કરોડથી વધુ આંકવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.