મોરાઈ ફાટક બંધ થવાથી દમણ તરફનો વાહનવ્યવહાર હાલ બલિઠા ફાટક તરફથી હાઇવે પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ માર્ગ સાંકડો હોય ટ્રાફિક જામની અને ઇમર્જન્સી આવગામનની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે, બુધવારે બલિઠા રેલવે ફાટક પર બ્રિજની કામગીરી અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ વિભાગના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જ્યાં ઉપસ્થિત મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના આગેવાનોએ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો. તેમજ ટાઉન PI સરવૈયા સાથે ટ્રાફિકને લઈને જીભાજોડી કરી હતી. ઉદ્યોગકારોએ બલિઠા ફાટક પર બનનાર ઓવર બ્રિજનું કામ ટલ્લે ચડ્યું છે. મોરાઈ ફાટક બંધ થવાથી અહીં ફાટક પર જ્યારે જ્યારે ટ્રેનના આવાગમન સમયે ફાટક બંધ કરવામાં આવશે ત્યારે વાહનોની લાંબી કતારો લાગશે અને હાઇવે પર ટ્રાફિક જામ થશે. જો તેનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉદ્યોગકારો પોતે ચક્કાજામ કરશે તેવી ચીમકી PI સરવૈયા સામે ઉચ્ચારતા PI સરવૈયાએ ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી આપી હતી કે ખોટી વાત ના કરો કાયદેસરની વાત કરો….. ખોટી વાત કરશો અને ટ્રાફિક જામ કરવાની વાત કરશો તો પોલીસ પગલાં ભરશે…. તેમાં પોલીસ અને ઉદ્યોગકારો આમને સામને આવશે……. ઉદ્યોગકારોની એલફેલ વાતો સાંભળી PI સરવૈયાએ MIA ના ઉદ્યોગકારોને આડે લીધા હતાં. PI સરવૈયાએ ઉદ્યોગકારોને ચેતવણી આપી હતી કે, ટ્રાફિક નિયમનનું કામ પોલીસનું છે. એમાં ખલેલ કરશો તો પોલીસ કાર્યવાહી કરશે. સરવૈયાનું કડક વલણ જોતા MIA ના ઉદ્યોગકારોની બોલતી બંધ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે બલિઠા ફાટકની સ્થળ મુલાકાત અને પ્રશ્નોના નિરાકરણ પ્રસંગે રેલવેના અધિકારીઓ, PWD ના અધિકારી, વલસાડ પ્રાંત અધિકારી, DGVCL ના અધિકારી, વાપી પોલીસ સ્ટેશનના PI સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે MIA ના ઉદ્યોગકારો જાણે પોતે જ સરકારના માય-બાપ હોય તેવો તોછડો વ્યવહાર કરતા જોવા મળ્યા હતા. જેને આખરે ટાઉન PI સરવૈયાએ ‘આતા માજી સટકલી’ સ્ટાઇલમાં સમજાવી ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવી દીધી હતી.
Related Articles
CM KCRએ માન્યું અસદુદ્દીન ઓવૈસીની સલાહ, તેલંગાણા સચિવાલયનું નામ આના પરથી રાખવામાં આવશે
તેલંગાણા સમાચાર: તાજેતરમાં, તેલંગણા વિધાનસભાએ એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં નવનિર્મિત સંસદ ભવનનું નામ ડૉ. ભીમ રાવ આંબેડકરના નામ પર રાખવાની વિનંતી કરવામાં આવી હતી. તેલંગાણા સચિવાલયનું નામ આંબેડકર પર: તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવે નવા નિર્મિત તેલંગાણા રાજ્ય સચિવાલયનું નામ બંધારણના સ્થાપક બાબાસાહેબ આંબેડકરના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. AIMIMના વડા […]
કોરોના વાયરસે ફરી ચીનને ડરાવવાનું શરૂ કર્યું, 10 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે; અહેવાલમાં દાવો
એપિડેમિયોલોજિસ્ટ વુ ઝુન્યાઓએ કહ્યું છે કે તેઓ માને છે કે કોરોના ચેપમાં વર્તમાન વધારો જાન્યુઆરીના મધ્ય સુધી ચાલશે, જ્યારે બીજી લહેર 21 જાન્યુઆરીની આસપાસ શરૂ થશે. આ સમયે, દેશમાં એક અઠવાડિયા લાંબી ચંદ્ર વર્ષની ઉજવણી ચાલે છે, જેના કારણે દેશમાં લાખો લોકો આવે છે અને જાય છે. આવી સ્થિતિમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. […]
દેશના ઘણા રાજ્યોમાં હવામાનની અસર – યુપીના 18 જિલ્લાના 1370 ગામો પૂરથી પ્રભાવિત, આસામના ધેમાજીમાં પણ પાણી ભરાયા
ભારતમાં ભારે વરસાદઃ સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં એટલો વરસાદ નથી પડતો, પરંતુ આ સમયે ઘણા રાજ્યોમાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. યુપીમાં લગભગ 18 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. ભારતમાં ભારે વરસાદઃ ઓક્ટોબર મહિનામાં દેશના ઘણા ભાગોમાં વરસાદની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડી રહ્યો છે. ઓક્ટોબરમાં આકાશમાંથી […]