Rashifal

શનિવારનું રાશિફળ:શનિવારે મકર રાશિ માટે દિવસની શરૂઆત સુખદ રહેશે, જાતકો ભાવનાઓમાં વહીને ખોટા નિર્ણય પણ લઇ શકે છે

1 ઓક્ટોબર, શનિવારના રોજ આયુષ્માન નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિને સ્થાન પરિવર્તનનો યોગ છે. આ યોગથી ફાયદો થશે. કન્યા રાશિ માટે દિવસ સારો રહેશે. આર્થિક દૃષ્ટિકોણથી મકર રાશિને નસીબનો સાથ મળશે. કુંભ રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન થવાની શક્યતા છે. આ ઉપરાંત નવી શરૂઆત માટે મિથુન તથા વૃશ્ચિક રાશિ માટે દિવસ યોગ્ય નથી. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

1 ઓક્ટોબર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– જીવન સ્તરને વધારે સારું જાળવી રાખવા માટે તમે થોડા સંકલ્પ કરશો અને તેમાં સફળ પણ થશો. સમાન વિચારધારાવાળા કોઇ વ્યક્તિ સાથે સમય પસાર કરવો તમને પોઝિટિવ દૃષ્ટિકોણ આપશે. વિદ્યાર્થીઓ પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખે.

નેગેટિવઃ– ઘરના કોઇ સભ્યના વ્યવહારના કારણે ચિંતા રહી શકે છે. રૂપિયાની ઉધારીને લગતું કોઇપણ લેણદેણ ન કરો. તેના કારણે સંબંધ પણ ખરાબ થઇ શકે છે. યુવા વર્ગ પોતાના કરિયર ઉપર વધારે ફોકસ કરે.

વ્યવસાયઃ– કામકાજ વધારે રહેશે અને મોટાભાગના કામ સમયે પૂર્ણ થઇ જશે.

લવઃ– કોઇપણ યોજનાને શરૂ કરતા પહેલાં જીવનસાથી અને પરિવારના લોકોની સલાહ લો.

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે સુસ્તી અને આળસ હાવી રહી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજે કોઇ ધાર્મિક ગતિવિધિમાં તમે વ્યસ્ત રહી શકો છો જેનાથી તન અને મન બંને પ્રફુલ્લિત રહેશે. પ્રોપર્ટીને લગતી કોઇ યોજના સફળ થઇ શકે છે, એટલે તમારું ધ્યાન તેના ઉપર કેન્દ્રિત રાખો.

નેગેટિવઃ– તમારા દુશ્મનોની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. નહીંતર તમે કોઇ પરેશાનીમાં પડી શકો છો. આર્થિક રોકાણને લગતો કોઇપણ નિર્ણય સમજી-વિચારીને લો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં આજે પોઝિટિવ હલચલ જળવાયેલી રહેશે.

લવઃ– ઘર-પરિવારની સુખ-શાંતિ જાળવી રાખવામાં જીવનસાથીની મુખ્ય ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ– જોખમી કાર્યોથી દૂર રહેવું.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– તમારા મનમાં નવી-નવી યોજનાઓ બનશે. અત્યાર સુધી જે તમને તમારી કાર્યશૈલીમાં પરિવર્તનને લગતી યોજના બનાવી હતી, તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે. ઘરમાં સંબંધીઓનું આગમન તથા મેલમિલાપ ઘરના વાતાવરણને સુખમય બનાવશે.

નેગેટિવઃ– આ સમયે ભાઇઓ સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે. કોઇની દખલથી સમસ્યાનું નિવારણ જલ્દી જ આવશે. બાળકોની સંગતિ ઉપર નજર રાખો. સમય રહેતા કઠોર નિર્ણય લેવો જરૂરી છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં થોડા સુધારને લગતા કાર્યોમાં વધારે ખર્ચ થઇ શકે છે.

લવઃ– ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– તમે તમારી સફળથા અને આશાને લગતા જે સપના સજાવ્યા હતાં, તેઓ પૂર્ણ થશે. સંપૂર્ણ જોશ અને મહેનતથી તમારા કાર્યો પ્રત્યે કોશિશ કરતા રહો. પોતાને સાબિત કરવા માટે સારી પરિસ્થિતિઓ બની રહી છે.

નેગેટિવઃ– કોઇ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને લઇને ચિંતા રહેશે. જોકે, તમારી સલાહ અને પરિસ્થિતિઓ અનેક રીતે સામાન્ય થઇ જશે. વાહન ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં લેવામાં આવેલાં ઠોસ તથા મહત્ત્વપૂર્ણ નિર્ણય સફળ રહેશે.

લવઃ– તમારી પરેશાનીઓમાં જીવનસાથીની સલાહ તમારા માટે સુકૂન દાયક રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી તમે તમારી પોતાની પ્રગતિ માટે જે કોશિશ કરી રહ્યા છો, તેનું પોઝિટિવ પરિણામ સામે આવશે. અન્યના દુઃખ-દર્દ અને તકલીફમાં તેમની મદદ કરવી તમને સુકૂન આપશે. પરિવાર અને સમાજમાં પણ તમારી છાપ નિખરશે.

નેગેટિવઃ– ડ્રાઇવ કરતી સમયે ટ્રાફિક નિયમોનું ધ્યાન રાખો, થોડી બેદરકારી તમને કાયદાકીય બાબતોમાં ફસવી શકે છે. આ સમયે ગ્રહ ગોચર વધારે અનુકૂળ નથી.

વ્યવસાયઃ– છેલ્લાં થોડા સમયથી આર્થિક મુશ્કેલીઓના કારણે પ્રોડક્શનના જે કાર્ય અટવાયેલાં હતા, તેમાં ગતિ આવશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે બાળકોની કોઇ વાતને લઇને વિવાદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો અને માનસિક થાક રહી શકે છે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– આજે બપોર પછી પરિસ્થિતિઓ તમારા માટે કોઇ અનિચ્છનીય સફળતા આપશે. કોઇ નજીકના સંબંધીનું ઘરમાં આગમન થશે તથા કોઇ વિશેષ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણા પણ થશે. તમારી કોઇ મુખ્ય સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે.

નેગેટિવઃ– આવક સાથે-સાથે ખર્ચની સ્થિતિ પણ રહી શકે છે. બાળકો ઉપર કઠોર નિયંત્રણ ન રાખીને મિત્રતાભર્યો વ્યવહાર કરો. તમારી કોઇપણ યોજના કોઇની સામે જાહેર ન કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં બધા કાર્યો પોતાની દેખરેખમાં જ કરાવો.

લવઃ– પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– કોઇ પારિવારિક મુદ્દા ઉપર ચર્ચા-વિચારણામાં તમારી હાજરી વિશેષ રૂપથી મહત્ત્વપૂર્ણ રહેશે. કોઇ સામાજિક કે ધાર્મિક સંસ્થા પ્રત્યે તમારું યોગદાન તમને એક નવી ઓળખ આપશે.

નેગેટિવઃ– બપોર પછી ગ્રહ સ્થિતિ થોડી વિપરીત થશે. મનમાં થોડા નકારાત્મક વિચાર આવી શકે છે. ઘરના કોઇ વડીલના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો.

લવઃ– ઘરનું વાતાવરણ વ્યવસ્થિત અને અનુશાસિત રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામના કારણે પગમાં થાક અને સોજા જેવી સમસ્યા રહી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– પરિવાર સાથે શોપિંગમાં સારો સમય પસાર થશે. ઘર તથા વ્યવસાયની વચ્ચે સારો તાલમેલ જળવાયેલો રહેશે. કામ વધારે હોવા છતા બધા જ કાર્યો યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે. અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ વધશે.

નેગેટિવઃ– આ સમયે ધનની લેવડ-દેવડને લગતું કોઇ નુકસાન થવાની સ્થિતિ રહેશે. વિરોધીઓની ગતિવિધિઓને પણ ઇગ્નોર ન કરો. વિદ્યાર્થીઓએ અભ્યાસને લગતી કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ– આજે કોઈપણ નવું કામ શરૂ ન કરો તો સારું રહેશે.

લવઃ– ઘરની સમસ્યાઓને લઇને પતિ-પત્ની વચ્ચે તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ– માનસિક તણાવને હાવી થવા દેશો નહીં.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– તમારા ઉત્તમ વ્યક્તિત્વ અને પ્રભાવશાળી વાણીના પ્રભાવથી સામાજિત તથા પારિવારિક ક્ષેત્રમાં તમારો રસ વધશે. સંપર્કની સીમા પણ વિસ્તૃત થશે. તમારા રસના કાર્યોમાં પણ થોડો સમય પસાર થઇ શકે છે.

નેગેટિવઃ– વ્યક્તિગત કાર્યો સાથે-સાથે પારિવારિક સભ્યો સાથે પણ સમય પસાર કરવો તમારી જવાબદારી છે. ક્યારેક એવું લાગશે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી. જોકે આ તમારો ભ્રમ જ રહેશે.

વ્યવસાયઃ– મશીન તથા ખાનપાનને લગતા વ્યવસાય સફળ રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને મતભેદ રહેશે.

સ્વાસ્થ્યઃ– ભૂખ ન લાગવી કે અપચાની ફરિયાદ રહી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજના દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહી શકે છે. બધા સમજી-વિચારીને શાંતિથી કામ કરો. બાળકોના ભવિષ્યને લઇને પણ થોડી યોજના ફળીભૂત થશે. પરંતુ હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું.

નેગેટિવઃ– ભાવનાઓમાં આવીને તમે કોઇ ખોટા નિર્ણય પણ લઇ શકો છો. કોઇ અન્ય વ્યક્તિ તેનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે. કોઇપણ પરેશાનીમાં ઘરના સભ્યોની સલાહ લેવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– આજે તમારી ઊર્જા માર્કેટિંગને લગતા કાર્યોમાં તથા પેમેન્ટ વગેરે કલેક્ટ કરવામાં લગાવો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– ગળું ખરાબ થઇ શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા કોઇપણ પ્રકારનું કામ કરાવવામાં સક્ષમ રહેશો. માત્ર તમારી કોઇપણ યોજનાને શરૂ કરતા પહેલાં એકવાર ફરી તેના ઉપર ચર્ચા-વિચારણાં કરો. મોબાઇલ કે ઈમેઇલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક મનમાં નિરાશામાં નકારાત્મક વિચાર આવી શકે છે. અનુભવી લોકો તથા પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય પસાર કરો, તમને સુકૂન મળી શકે છે.

વ્યવસાયઃ– વ્યપારિક ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓની સલાહ ઉપર ધ્યાન આપો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે ઘરની દેખરેખને લગતા કાર્યોમાં તમારો વિશેષ સહયોગ રહેશે. ઘર તથા સમાજમાં તમારી કોઇ વિશેષ સફળતાને લઇને ચર્ચાઓ પણ રહેશે. બાળકો સાથે તેમના કાર્યોમાં રસ લેવો તેમના આત્મવિશ્વાસને વધારશે.

નેગેટિવઃ– તમારી સફળતાના કારણે થોડા લોકોમાં તમારા પ્રત્યે ઇર્ષ્યાની ભાવના ઊભી થઇ શકે છે. બધાને ઇગ્નોર કરીને તમે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન આપો. ઓફિસમાં કામ વધારે રહેવાના કારણે ઘરમાં સમય આપવો પડી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમામ તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્ત્રી વર્ગ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે.

Leave a Reply

Your email address will not be published.