મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે કચ્છ જિલ્લાના પ્રવાસે છે ત્યારે વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. આ પહેલા CM ના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે ફરી તેઓ આવતી કાલે કચ્છના પ્રવાસે જશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તારીખ ૧ ઓક્ટોબરના રોજ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ૧ ઓક્ટોબરના રોજ બપોરે ૨.૦૦ કલાકે કંડલા એરપોર્ટ ખાતે આવી પહોંચશે.
મુખ્યમંત્રી ગાંધીધામ ખાતે એનેક્સી ભવનનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ અંજાર ખાતે વેલસ્પન કંપનીના પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપશે.
આ કાર્યક્રમ બાદ તેઓ ભદ્રેશ્વર અને હાટડી ગામ ખાતે પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મુખ્યમંત્રી અનુકૂળતાએ માતાના મઢ ખાતે દર્શનાર્થે જશે. ત્યારબાદ સાંજે ૬.૦૦ કલાકે ભુજ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે. આમ તેમના વિવિધ કાર્યક્રમ આવતી કાલે યોજવામાં આવશે.
અગાઉ વડાપ્રધાન નો કાર્યક્રમ કચ્છ જિલ્લામાં યોજાયો હતો ત્યારે મુખ્યમંત્રીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અગાઉ લંપિ વાયરસ ગ્રસ્ત પશુઓને લગતી સમસ્યાઓ ને લઈને પણ મુખ્યમંત્રીએ કચ્છની મુલાકાત લીધી હતી. ત્યારે બે મહિનામાં તેમના 2 પ્રવાસ યોજાઇ ચૂક્યા છે. ત્યારે બપોરે ૨.૦૦ કલાકે કંડલા એરપોર્ટ ખાતે આવી પહોંચશે.