2 એપ્રિલ, રવિવારના રોજ મેષ રાશિના લોકોની આવકમાં સુધારો થશે અને વેપાર માટે દિવસ સારો રહેશે. વૃષભ રાશિના લોકોનાં અટકેલાં કામ પૂરાં થઈ શકે છે અને ટ્રાન્સફરની પણ શક્યતા છે. સિંહ રાશિના જાતકોને વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ રહેશે. મકર રાશિ માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. કુંભ રાશિના લોકોને રોકાયેલું ધન પાછું મળી શકે છે. આ સિવાય બાકીની રાશિઓ માટે દિવસ સામાન્ય રહેશે.
2 એપ્રિલ, રવિવારનો દિવસ આપના માટે કેવો રહેશે તે જાણો પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બી પાસેથી તમારી રાશિ પ્રમાણેઃ
મેષ
પોઝિટિવ – પરિસ્થિતિ બદલાશે અને નવી અપેક્ષાઓ પેદા થશે. કેટલાક લોકો જે તમારી વિરુદ્ધ હતાં, આજે તેમની સામે તમારી નિર્દોષતા સાબિત થશે અને સંબંધ ફરી મધુર બનશે. કોઈ રસપ્રદ સ્થળની મુલાકાત લેવાનો કાર્યક્રમ બની શકે છે.
નેગેટિવઃ- તમારા મનમાં ચાલી રહેલા પ્રશ્નોના જવાબ તમારે શોધવા પડશે. દેખાવ ખાતર વધુ ખર્ચ કરવાનું કે લોન લેવાનું ટાળજો. વિચારોમાં પણ સમય નષ્ટ કરવાથી સારી તકો હાથમાંથી સરકી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વધુ સમય આપો, જેથી વધુ સારા પરિણામો મળી શકે. આવકની સ્થિતિમાં સુધારો થશે. સહકર્મચારીઓ સાથે કોઈ કારણસર તણાવ થઈ શકે છે.
લવઃ- ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધશે, આ સંબંધ પ્રેમ સંબંધમાં પણ પરિણમી શકે છે.
સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણને કારણે એલર્જી જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ભીડભાડવાળા સ્થળોએ જવાનું ટાળજો.
લકી કલર- પીળો
લકી નંબર- 5
***
વૃષભ
પોઝિટિવ- કેટલાક અટકેલાં કામ પૂરાં થશે. તેની સાથે તમે ઘણી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો અને સામાજિક સંબંધો વધશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે અને કેટલીક સારી માહિતી મળશે.
નેગેટિવઃ- મિત્રની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી વિચલિત કરી શકે છે. એટલા માટે સમજી વિચારીને પગલાં ભરો. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનની અવગણના ન કરશો. બાળકો સાથે થોડો સમય વિતાવો.
વ્યવસાય- ધંધાકીય બાબતોમાં અચાનક કેટલીક ગતિવિધિઓ થશે. બદલીની પણ શક્યતા છે. મિલકતની ખરીદી અને વેચાણને લગતી બાબતોમાં નુકસાન થઈ શકે છે, તેથી આ કામ આજે મોકૂફ રાખો.
લવઃ- મિત્રો અને સંબંધીઓ સાથેની મુલાકાત પ્રસન્નતા આપશે. પ્રેમ સંબંધમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે.
સ્વાસ્થ્યઃ- ગળાને લગતું ઈન્ફેક્શન હોય તો બેદરકારી ન કરશો.
લકી કલર- કેસરી
લકી નંબર- 5
***
મિથુન
પોઝિટિવઃ- તમે સામાજિક કાર્યોમાં હાજર રહેશો અને તમારી કોઈ સમસ્યાનું સમાધાન પણ થઈ જશે. તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. ઘરની જરૂરી વસ્તુઓની ખરીદીમાં પરિવાર સાથે સમય પસાર થશે.
નેગેટિવઃ- કોઈપણ રોકાણ સાવધાનીથી કરો. લોકો સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહો, ગેરસમજણથી સંબંધોમાં ખટાશ આવી શકે છે. બાળકોની સમસ્યાઓના નિરાકરણ લાવવા તમારો સહકાર ખૂબ જ જરૂરી છે.
વ્યવસાય- વિદેશી વેપારમાં ગતિ આવશે. માર્કેટિંગ સંબંધિત કાર્યોને સ્થિગિત રાખીને કામ પર મહત્તમ સમય પસાર કરો. કામકાજમાં ઘણી વ્યસ્તતા રહેશે. કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો સફળ થશે.
લવઃ- ઘરમાં આનંદદાયક અને શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે. લાંબા સમય પછી સ્વજનો સાથે મુલાકાત ખુશી આપશે.
સ્વાસ્થ્યઃ- એલર્જી અને લોહીને લગતી કોઈ સમસ્યા હોય તો ડોક્ટર પાસે તપાસ કરાવો.
શુભ રંગ- લીલો
લકી નંબર- 5
***
કર્ક
પોઝિટિવઃ- આજે દિવસ ઘણો વ્યસ્ત રહેશે, પરંતુ તેના સાનુકૂળ પરિણામોને કારણે ખુશીઓ વધશે. કોઈ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળશે, પરસ્પર મુલાકાતથી સૌને ખુશી મળશે. યુવાનોને તેમના ધંધાને લગતું માર્ગદર્શન મળશે.
નેગેટિવઃ- ઝડપથી સફળતા મેળવવાની ઈચ્છામાં કોઈપણ અયોગ્ય કામ પર ધ્યાન ન આપો. નહિંતર, તમારા માન-સન્માન પર પ્રશ્નો ઊભા થશે. પૈસાની લેવડ-દેવડમાં કોઈ ભૂલ કે નુકસાન થઈ શકે છે. જેની અસર પરસ્પર સંબંધો પર પણ પડશે.
વ્યવસાય- વેપારને લગતા કોઈપણ સોદા કે પ્રોજેક્ટમાં સફળતા મળશે. ગ્લેમર, કોમ્પ્યુટર વગેરેને લગતા વ્યવસાયમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થશે. પરંતુ વધુ પડતા ખર્ચને કારણે તમે પરેશાન રહી શકો.
લવઃ- પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. યુવાનોએ પ્રેમ સંબંધોને બદલે પોતાની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ.
સ્વાસ્થ્યઃ- કામના વધુ પડતા બોજને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે. તમારા કાર્યોને અન્ય લોકો સાથે શેર કરવાનો પ્રયાસ કરો.
લકી કલર- લાલ
લકી નંબર- 4
***
સિંહ:
પોઝિટિવઃ નવી તક પ્રાપ્ત થશે. કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. તમારી મહેનત અને પ્રયત્નોના સાર્થક પરિણામો સામે આવશે. લગ્ન કરવા યોગ્ય લોકો સાથે સારા સંબંધો સ્થાપિત કરવા વાતચીત શરૂ કરી શકો છો.
નેગેટિવઃ- નજીકના સંબંધો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ફરિયાદોનું સમાધાન શોધવાનો પ્રયાસ કરો, નહીં તો સ્થિતિ બગડી શકે છે. આ સમયે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કરવાથી તમને નુકસાન થઈ શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં કેટલાક લાભકારી ઓર્ડર મળી શકે છે. પરંતુ રૂપિયાને સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ હશે. ઉચ્ચ અધિકારીઓ અને બોસ સાથેના સંબંધોમાં કડવાશ ન આવવા દો. જો તમને નવા વ્યવસાયમાં જોડાવાની તક મળે, તો તેને જતી ન કરતાં.
લવઃ- પતિ-પત્ની પરસ્પર સંવાદિતા દ્વારા ઘરની વ્યવસ્થા યોગ્ય રાખવામાં પણ સફળ રહેશે.
સ્વાસ્થ્યઃ- ફાસ્ટફૂડનું સેવન ટાળો. ખાસ કરીને મહિલા વર્ગે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જોઈએ.
લકી કલર- નારંગી
લકી નંબર- 5
***
કન્યા:
પોઝિટિવઃ નજીકના સંબંધી સાથે જૂના મતભેદો દૂર થવાથી સંબંધોમાં ફરી મધુરતા આવશે. જેના કારણે પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે. જો પૈસા ક્યાંક ઉછીના આપ્યા હોય તો તેની ઊઘરાણી કરવા માટે અનુકૂળ સમય છે.
નેગેટિવઃ- જૂની નકારાત્મક બાબતોને વર્તમાન પર હાવી ન થવા દો અને સંબંધોને સાચવો. મહિલાઓ, વિજાતીય લોકો સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહો, નહીતર કોઈ પ્રકારની બદનામી થઈ શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં અજાણ્યા લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવચેત રહો. આ સમયે તમારા હરીફોની ગતિવિધિઓને અવોઈડ કરવી યોગ્ય નથી. કોઈ યાત્રા તમારા માટે ફાયદાકારક રહેશે.
લવઃ- પરિવારના સભ્યો સાથે મધુર વ્યવહાર રહેશે. પ્રેમ સંબંધોમાં તમારી જાતને રોમેન્ટિક રીતે વ્યક્ત કરો.
સ્વાસ્થ્યઃ- થાક અને નબળાઈનો અનુભવ થશે. યોગ્ય આહાર અને આરામ પર પણ ધ્યાન આપવાની જરૂર છે.
લકી કલર- લીલો
લકી નંબર- 5
***
તુલા
પોઝિટિવઃ- નવા સંપર્કો બનશે. આદર્શ વ્યક્તિની પ્રેરણા અને ઉર્જાથી ભરપૂર રહેશો. પરસ્પર વાતચીતથી ઘણી પરિસ્થિતિઓ સામાન્ય થજશે. કોઈપણ અટકેલું કાર્ય પૂર્ણ થશે, એટલે કે સંઘર્ષ પછીની સફળતા ઉત્તમ રહેશે.
નેગેટિવઃ- પોતાના પર વધારાનો વર્કલોડ કે જવાબદારીઓ ન લો કારણ કે તમામ કાર્યો વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલીઓ આવશે. ઉતાવળમાં કોઈ કામ બગડી શકે છે. આ સમયે ધીરજ અને સમજદારીથી કામ લેવું જરૂરી છે.
વ્યવસાયઃ- કાર્યસ્થળે તમારી હાજરી જરૂરી છે અને તમારી દેખરેખ હેઠળ કામ પૂર્ણ કરો. કારણ કે તમારી નજીકની વ્યક્તિ જ તમને નુકસાન પહોંચાડી શકે છે. રિયલ એસ્ટેટ સંબંધિત વ્યવસાયો આ સમયે ફાયદાકારક રહેશે. નોકરી ધંધાના લોકોને આજે પણ સમય આપવો પડી શકે છે.
લવઃ- પરિવારના કોઈ સભ્ય તરફથી લગ્નનો પ્રસ્તાવ આવશે જેથી ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્ય- તમારી દિનચર્યામાં યોગ, ધ્યાન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરો. તમારો સારો આહાર અને વ્યવસ્થિત દિનચર્યા તમને ઊર્જાવાન રાખશે.
લકી કલર- ઘેરો પીળો
લકી નંબર – 2
***
વૃશ્ચિક:
પોઝિટિવઃ તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરવાની જરૂર છે, જેના કારણે તમે તમારા કાર્યોને શ્રેષ્ઠ રીતે પાર પાડી શકશો. મિત્ર કે સંબંધી સાથે ચાલી રહેલ મનદુઃખ દૂર થશે, સંતાન તરફથી કોઈ સંતોષકારક પરિણામ મળશે તો રાહત અનુભવશો.
નેગેટિવઃ- પરિવારમાં કોઈ સમસ્યાને કારણે ચિંતાજનક સ્થિતિ બની શકે છે. જો કે, તમારી મધ્યસ્થીથી ઉકેલ આવશે. આ સમયે આર્થિક સ્થિતિ થોડી સાધારણ રહેશે. શાંતિથી સમય પસાર કરો.
વ્યવસાય- તમારી કાર્યપદ્ધતિમાં લાવવામાં આવેલા ફેરફારોથી તમે કેટલાક અનુકૂળ પરિણામો મેળવી શકો છો. તમારો વ્યવસાયિક અભિગમ પણ ઘણી બાબતોને હલ કરવામાં સક્ષમ બનશે.
લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે. અચાનક વિજાતીય મિત્રને મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે.
સ્વાસ્થ્યઃ- મહિલાઓની સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ વધી શકે છે.
શુભ રંગ- વાદળી
લકી નંબર- 8
***
ધન
પોઝિટિવઃ તમે જે કામ માટે સખત મહેનત કરી રહ્યા છો તે તમારા માટે સકારાત્મક અને ફાયદાકારક સાબિત થશે. પ્રોપર્ટીને લગતી લેવડ-દેવડમાં ફાયદાકારક સોદા થઈ શકે છે,
નેગેટિવઃ- કેટલીક જૂની નેગેટિવ વાતોને કારણે નજીકના સંબંધીઓ સાથે સંબંધ બગડી શકે છે. તમારા અંગત કામમાં વ્યસ્ત રહેવું વધુ સારું રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકે.
વ્યવસાયઃ- વેપારના કામમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમને પરેશાની થશે. સરકારી નોકરી કરતા લોકોને આજે કામ વધુ રહેવાથી ઓવરટાઇમ કરવો પડી શકે છે.
લવઃ- તમારા વ્યવહારમાં કોમળતા રાખો. જીવનસાથીનો સહકાર તમારું મનોબળ વધારશે. તમારા લવ પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જાવ.
સ્વાસ્થ્યઃ- આજે થાક અને આળસ જેવી સ્થિતિનો અનુભવ થશે. ધ્યાન અને યોગ પર વધુ ધ્યાન આપો.
શુભ રંગ- ગુલાબી
લકી નંબર – 2
***
મકર
પોઝિટિવઃ ગ્રહોની સ્થિતિ સુખદ રહેવાથી સમયનો સદઉપયોગ કરો. ઘરમાં સુખ-શાંતિના જળવાઈ રહેશે. ઘરના નવીનીકરણ અથવા સુધારણાના કામો પર ચર્ચા થાય. ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ યોજના પર ધ્યાન આપો.
નેગેટિવઃ- તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને કાગળો સુરક્ષિત રાખો તેને કોઈ અજાણ્યા વ્યક્તિના હાથમાં ન આવવા દો, થોડી બેદરકારીથી નુકસાન થઈ શકે છે. મૂંઝવણ હોય તો અનુભવી વ્યક્તિની સલાહ લેવામાં અચકાશો નહીં.
વ્યવસાયઃ- ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તમારા કામ પર જ સંપૂર્ણ ફોકસ રાખો. જો સમયસર ચુકવણી મળી જશે તો આર્થિક સ્થિતિ સુધરશે.
લવઃ- ઘરમાં મહેમાનોના આગમનથી આનંદ અને પ્રવૃત્તિથી ભરેલું વાતાવરણ રહેશે. લવ પાર્ટનરને મળવાની તક મળશે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા રહેશે. વધુ પડતી દોડધામથી થાક અને નબળાઈ રહી શકે છે. આરામ પર ધ્યાન આપવાની જરૂર છે.
લકી કલર- પીળો
લકી નંબર- 6
***
કુંભ
પોઝિટિવઃ- મીટિંગ કે ફંક્શનમાં જવાનો મોકો મળશે જેમાં સારી માહિતી પણ પ્રાપ્ત થશે. આ સમયે કોઈપણ કાર્યને ઉતાવળમાં કરવાને બદલે શાંતિથી કરવાનો પ્રયાસ કરો, તો તમને વધુ અનુકૂળ પરિણામ મળશે. કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક સ્થળની મુલાકાત લેવાનો કાર્યક્રમ પણ બની શકે છે.
નેગેટિવઃ- કોઈ તમારી લાગણીઓનો ખોટો ઉપયોગ કરી શકે છે, તેથી વ્યવહારુ બનવું જરૂરી છે. જોખમવાળી પ્રવૃત્તિઓમાં પૈસાનું રોકાણ ન કરો, નુકસાન થઈ શકે છે. મુસાફરી દરમિયાન અજાણ્યા વ્યક્તિઓ સાથે તમારી અંગત વાતો સિક્રેટ રાખો.
વ્યવસાયઃ અટવાયેલી ચુકવણી મેળવવા માટે આજનો શ્રેષ્ઠ સમય છે. નવો ઓર્ડર અથવા ડીલ પણ ફાઈનલ થઈ શકે છે. પરંતુ તમારી કોઈપણ યોજના અન્ય લોકો સાથે શેર કરશો નહીં. સરકારી નોકરી કરતા લોકોને સાર્વજનિક કાર્યોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
લવઃ- પરિવાર સાથે થોડો સમય વિતાવવાથી બધા ખુશ રહેશે અને પારિવારિક વાતાવરણ પણ ખુશનુમા રહેશે.
સ્વાસ્થ્ય- વ્યવસ્થિત દિનચર્યા અને આહાર તમને સ્વસ્થ અને ઊર્જાવાન રાખશે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
લકી કલર- કેસરી
લકી નંબર- 9
***
મીન
પોઝિટિવઃ મિલકતને લગતા કોઈ કામ થઈ શકે છે. યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ તેમની તરફેણમાં આવશે, માત્ર તેમને પહેલા કરતા વધુ મહેનત કરવાની જરૂર છે. આવકના અટકેલા સોર્સ પર ફરી કામ શરૂ થાય.
નેગેટિવઃ- આવકની સાથે સાથે ખર્ચ પણ વધુ રહેશે. દેખાડાની વૃત્તિથી દૂર રહો. બાળકનું વર્તન અને કામ તમારી ચિંતાનું કારણ બની શકે છે. પરંતુ શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયાસ કરજો.
વ્યવસાયઃ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સારી રહેશે. માર્કેટિંગને લગતા કામમાં વધુ ધ્યાન આપો. કોઈ મોટા અધિકારી કે રાજનેતા સાથે તમારી મુલાકાત ફાયદાકારક સાબિત થશે. સ્ટાફ અને કર્મચારીઓનો યોગ્ય સહકાર મળી રહેશે.
લવઃ- લગ્નજીવનમાં સારો તાલમેલ જાળવવા સમય અનુસાર તમારા વર્તનમાં યોગ્ય બદલાવ લાવો.
સ્વાસ્થ્યઃ- વાયુ વિકાર અને પેટ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરશે. ભારે અને તેલવાળો ખોરાક ખાવાનું ટાળો. કસરત અને યોગ પણ નિયમિત કરો.
લકી કલર- લાલ
લકી નંબર- 1