news

સરકારે ડીઝલ અને ATF, ક્રૂડ ઓઈલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો

એક સત્તાવાર આદેશ અનુસાર, આ ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડાને કારણે કરવામાં આવ્યો છે. આ આદેશ 15 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવ્યો હતો. ઓર્ડર મુજબ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો સેસ 5,050 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 4,350 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ સરકારે ડીઝલ અને ATFની નિકાસ પર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સમાં ઘટાડો કર્યો છે. આ સાથે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો સેસ પણ ઘટાડી દેવામાં આવ્યો છે. એક સત્તાવાર આદેશ અનુસાર, આ ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડાને કારણે કરવામાં આવ્યો છે. આ આદેશ 15 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવ્યો હતો. ઓર્ડર મુજબ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો સેસ 5,050 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 4,350 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે.

સરકારે ડીઝલની નિકાસ પરનો વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ પણ 7.5 રૂપિયાથી ઘટાડીને 2.5 રૂપિયા પ્રતિ લીટર કર્યો છે. એ જ રીતે, એટીએફની નિકાસ પરનો ટેક્સ 6 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 1.50 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.

નવા ટેક્સ દર 16 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં અસરકારક સેસમાં વધારો કરવામાં આવ્યો હતો. ડીઝલ પરની નિકાસ ડ્યૂટી ગયા વર્ષે જુલાઈમાં લાગુ કરવામાં આવી ત્યારથી સૌથી ઓછી છે. ઉડ્ડયન બળતણ (ATF) ની નિકાસ પરનો દર ડિસેમ્બરના બીજા ભાગની સમકક્ષ છે.

ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમતના આધારે દર પખવાડિયે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.