Rashifal

ગુરુવારનું રાશિફળ:કુંભ રાશિના જાતકોએ સંબંધીઓ સાથે મતભેદ ટાળવો, કામ પ્રત્યે તમારી સંપૂર્ણ એકાગ્રતા નવી સિદ્ધિઓ અપાવશે

9 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ સુકર્મા તથા માતંગ એમ બે શુભ યોગ બની રહ્યા છે. સિંહ રાશિના નોકરિયાત વર્ગને ટ્રાન્સફર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. કન્યા રાશિના બિઝનેસ કરતાં જાતકોની સમસ્યાનો ઉકેલ આવશે. તુલા, વૃશ્ચિક તથા મકર રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. ધન રાશિને અટકેલા પૈસા મળી શકે છે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

9 ફેબ્રુઆરી, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષ

પોઝિટિવઃ– સંપર્કો દ્વારા કેટલીક નવી માહિતી પ્રાપ્ત થશે, જે આવનારા સમયમાં લાભદાયી સાબિત થશે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ– કાયદાકીય ગૂંચમાં ફસાશો નહીં, નજીકના મિત્ર સાથેના સંબંધો બગડવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, રોકાણ કરવા માટે આ અનુકૂળ સમય નથી.

વ્યવસાયઃ– વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સકારાત્મક પરિવર્તન આવશે અને મહેનતનું યોગ્ય પરિણામ આવશે. ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે

લવઃ– વિવાહિત જીવન મધુર રહેશે. પરિવારના સભ્યો તમને સહકાર આપશે.

સ્વાસ્થ્યઃ– સાંધા અને ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી શકે છે.

લકી કલર– વાદળી

લકી નંબર– 9

***

વૃષભ

પોઝિટિવઃ– પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. સ્વ-ચિંતન અને સ્વ-નિરીક્ષણમાં સમય પસાર કરો, નવા આયોજન કરવાની તક મળશે.

નેગેટિવઃ– બીજા પાસેથી વધુ સહકારની અપેક્ષા ન રાખો. સમય અનુસાર વર્તનમાં પરિવર્તન લાવવું જરૂરી છે.

વ્યવસાયઃ– કોઈપણ પ્રકારની ભાગીદારી કરતા પહેલા તેના પર વિચાર કરો.આ સમયે નાણાકીય બાબતોમાં સુધારો થશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે અહંકાર સંબંધિત તકરાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતી ઋતુના કારણે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે

લકી કલર- લીલો

લકી નંબર- 9

***

મિથુન

પોઝિટિવઃ– તમે તમારામાં ખૂબ જ આત્મવિશ્વાસ અનુભવશો. તમારી મહત્વપૂર્ણ યોજનાઓ પર અમલ કરવાનો આ યોગ્ય સમય છે.

નેગેટિવઃ– પૈસાની લેવડ-દેવડ જેવી પ્રવૃત્તિઓના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે. જો વાહન અથવા મિલકત સંબંધિત કોઈ યોજના બની રહી છે તો સમય સાનુકૂળ છે.

વ્યવસાયઃ– ધંધાકીય બાબતોમાં સમસ્યાઓ રહેશે. ઘરના વરિષ્ઠ સભ્યોની સલાહ લેવી, ટૂંક સમયમાં તેના ફાયદાકારક પરિણામો સામે આવશે.

લવઃ– પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે.

સ્વાસ્થ્યઃ– વધુ પડતા માનસિક કામના કારણે માથામાં ભારેપણું અનુભવાઈ શકે છે. યોગ અને ધ્યાન તમને શાંતિ આપશે.

લકી કલર – સફેદ

લકી નંબર- 8

***

કર્ક

પોઝિટિવઃ– તમારા સ્વભાવને કારણે તમે પરિવારના કામ પ્રત્યે સંપૂર્ણ ધ્યાન રાખશો. તમને તમારા કામનું યોગ્ય પરિણામ મળશે.અને માનસિક શાંતિ રહેશે.

નેગેટિવઃ– તમે કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ગુમાવી શકો છો, યુવાનો અને વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ અને મર્યાદિત દિનચર્યા બનાવીને રાખવી જરૂરી છે. બેદરકારીના કારણે તમે પોતાના લક્ષ્યથી ભટકી શકો છે.

વ્યવસાયઃ– વેપારની દૃષ્ટિએ સમય બહુ અનુકૂળ નથી. તેથી વ્યવસાયમાં જો કોઈ નવી પ્રવૃતિ શરૂ કરવી હોય તો પહેલા તે અંગે યોગ્ય તપાસ કરો ઓફિસના કામકાજ હળવા થવાથી નોકરીયાત લોકોને રાહત મળશે.

લવઃ– ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– કામમાં અડચણ આવવાથી તણાવ અને હતાશા જેવી સ્થિતિ રહેશે.

લકી કલર- લીલો

લકી નંબર– 4

***

સિંહ

પોઝિટિવઃ– દિવસની શરૂઆતમાં વધુ પડતા કામને કારણે વ્યસ્ત રહેશે, આ મહેનતનું પરિણામ ઇચ્છિત મળશે.

નેગેટિવઃ– કોઈપણ પ્રકારની લોન ન લેવી. જેના કારણે સંબંધો પણ બગડી શકે છે. કોઈની સાથે ખોટા સ્વરમાં વાતચીત કરવી તમારા માટે નુકસાનકારક બની શકે છે.

વ્યવસાયઃ– લેવડ-દેવડ, ગ્લેમર, કોમ્પ્યુટર વગેરે સંબંધિત વ્યવસાયમાં વિશેષ સિદ્ધિ મળશે. નોકરી વ્યવસાય કરતા વ્યક્તિઓને ટ્રાન્સફર સંબંધિત સારા સમાચાર મળી શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ– કામના વધુ પડતા બોજને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે.

લકી કલર- લાલ

લકી નંબર- 7

***

કન્યા

પોઝિટિવઃ– અનુભવી લોકોના માર્ગદર્શન અને સલાહ લેવાથી કાર્યમાં સફળતા મળશે, રસપ્રદ અને માહિતીપ્રદ સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે.વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

નેગેટિવઃ– દેખાડો કરવા માટે લોન લેવાનું ટાળો, કારણ કે તેને ચૂકવવામાં મુશ્કેલી થશે. ઘરમાં અરાજકતા જેવી સ્થિતિ રહી શકે છે.

વ્યવસાયઃ– વ્યાપાર સંબંધિત સમસ્યાઓ ઘણી હદ સુધી હળવી થશે.જોબ ટાર્ગેટ પૂરો ના થવાથી વધારાના સત્તાવાર કામ કરવા પડી શકે છે.

લવઃ– સંતાનની કોઈ સમસ્યાને લઈને ચિંતા રહેશે. પરસ્પર સમજણ દ્વારા સમસ્યા હળવી થશે.

સ્વાસ્થ્યઃ– વધુ પડતા કામના કારણે સર્વાઇકલ અને ગરદનના દુખાવા જેવી સમસ્યા રહેશે.

લકી કલર – વાદળી

લકી નંબર- 6

***

તુલા

પોઝિટિવઃ– તમારી યોજનાઓને કાર્યમાં પરિવર્તિત કરવા માટે આજનો સમય શ્રેષ્ઠ છે, આર્થિક રોકાણ માટે સમય સાનુકૂળ છે. આ પ્રવૃત્તિઓ ભવિષ્યમાં ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ– ઘરમાં સંવાદિતાના અભાવે વરિષ્ઠ સભ્યોના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. તેમની સલાહને માન આપો અને તેમનું સન્માન જાળવી રાખો.વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

વ્યવસાયઃ– કામને લઈને દિવસભર વ્યસ્તતા રહેશે. કાર્યોને ગંભીરતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. નોકરીમાં અધિકારીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

લવઃ– પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે, અપરિણીત વ્યક્તિ માટે યોગ્ય સંબંધ આવવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ– પેટમાં દુખાવો અને માથાનો દુખાવા જેવી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે.

લકી કલર – સફેદ

લકી નંબર- 9

***

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે. તમારું કામ આયોજનબદ્ધ રીતે કરવાથી સફળતા નિશ્ચિત છે. તમારી સિદ્ધિઓ સામે તમારા વિરોધીઓ પરાજિત થશે તેમની કોઈપણ નકારાત્મક પ્રવૃત્તિ સફળ થશે નહીં.

નેગેટિવઃ– તમારી ઉચ્ચ મહત્વકાંક્ષાઓ પર નિયંત્રણ રાખો. કોઈપણ અયોગ્ય કાર્ય તમને બદનામ કરી શકે છે, જેની આડ અસર આપના અભ્યાસ અને કારકિર્દી પર પડશે.

વ્યવસાયઃ– માર્કેટિંગ સંપર્કોને મજબૂત કરવા પર ધ્યાન આપો, તેનાથી ફાયદો થશે. મીડિયા અને પબ્લિક ડીલિંગને લગતા વ્યવસાયો વેગ પકડશે. ક્લાયંટ સાથે ઓફિસમાં મધુર વર્તન અને ધીરજ જાળવી રાખવાની જરૂર છે. અન્યથા કોઈ સમસ્યા થઇ શકે છે.

લવઃ- ઘરમાં સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. નજીકના સંબંધીની સગાઈને લઈને સારા સમાચાર મળવાથી આનંદ થશે.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ રહી શકે છે જેના કારણે તાવ રહેશે.

લકી કલર- ક્રીમ

લકી નંબર– 5

***

ધન

પોઝિટિવઃ-આર્થિક પ્રવૃત્તિઓમાં સફળતા મળશે,અટવાયેલા નાણાં પરત મળશે, તમારી દિનચર્યા અને કાર્યપ્રણાલીમાં કરેલા ફેરફારો તમારા માટે સકારાત્મક અને ફાયદાકારક સાબિત થશે. પ્રોપર્ટી સંબંધિત લેવડ-દેવડમાં લાભદાયક સોદો થઈ શકે છે.

નેગેટિવઃ– વર્તમાનમાં કેટલીક જૂની નકારાત્મક બાબતોનું પ્રભુત્વ હોવાને કારણે સંબંધોમાં ખટાશ આવી શકે છે. તમારી લાગણીઓને કાબૂમાં રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓ મોજશોખને કારણે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં.

વ્યવસાયઃ– વેપારના કામમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લેવી. કારણ કે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમને પરેશાની થશે.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમારું મનોબળ વધારશે. પ્રેમ પ્રકરણમાં થોડા અણબનાવ રહી શકે છે

સ્વાસ્થ્યઃ– સ્વભાવમાં ચીડિયાપણાના કારણે થાક અને સુસ્તીનો અનુભવ થઇ શકે છે

લકી કલર – ગુલાબી

લકી નંબર – 2

***

મકર

પોઝિટિવઃ– દિવસની શરૂઆતમાં તમારા મહત્વપૂર્ણ કામની રૂપરેખા બનાવો. સંજોગો સાનુકૂળ બની રહ્યા છે અને આ ઉત્તમ સમયનો યોગ્ય ઉપયોગ કરો. ઘરના નવીનીકરણ કે સુધારણાના કામો અંગે પણ ચર્ચા થશે

નેગેટિવઃ– કોઇપણ પ્રકારની મૂંઝવણના કિસ્સામાં અનુભવી લોકોની સલાહ લેવી યોગ્ય રહેશે. તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને કાગળો સુરક્ષિત રાખો. અજાણી વ્યક્તિના હાથમાં ના આવવા દેવા, બેદરકારી નુકસાન કરી શકે છે.

વ્યવસાયઃ– ધંધાકીય કામકાજમાં ઝડપ રહેશે. તમામ કામ સરળતાથી પાર પડશે. તમારા કામ પર સંપૂર્ણ ફોકસ રાખો, ઓફિસમાં સહકર્મીઓ વચ્ચે પરસ્પર સુમેળ રહેશે.

લવઃ– ઘરમાં ખુશીઓથી ભરેલું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે દોડવાથી થાક અને નબળાઈ અનુભવી શકો છો

લકી કલર- પીળો

લકી નંબર- 6

***

કુંભ

પોઝિટિવઃ– આપનો સમય અનુકૂળ છે. સામાજિક અને રાજકીય લોકો સાથે ગાઢ સંબંધો ફાયદો કરાવશે, તમારી દિનચર્યા અને કાર્ય પ્રણાલીમાં પરિવર્તન લાવવા માટે તમે જે યોજનાઓ બનાવી છે તે કાર્ય કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ– સંબંધીઓ અને મિત્રો સાથે વાદ-વિવાદ જેવી પરિસ્થિતિમાં પડવાથી મતભેદ થશે. પરંતુ સમજદારીથી કામ કરવાથી ટૂંક સમયમાં ગેરસમજ દૂર થશે. જવાબદારીઓ વધશે અને તેને પૂરી કરવી તમારા માટે એક પડકાર હશે.

વ્યવસાયઃ– વેપારમાં તમારી સમજણથી સમસ્યાનો ઉકેલ શોધી શકશો. તમારા કામ પ્રત્યે તમારી સંપૂર્ણ એકાગ્રતા તમને નવી સિદ્ધિઓ અપાવશે.

લવઃ– વિવાહિત જીવનમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધ માટે કુટુંબ મંજૂરી આપશે

સ્વાસ્થ્યઃ- અને અપચાની સમસ્યા સ્વાસ્થ્ય પર અસર કરશે.

લકી કલર- જાંબલી

લકી નંબર– 4

***

મીન

પોઝિટિવઃ– આ સમયે પ્રયાસ કરવાથી તમારું ઇચ્છિત કાર્ય તમે ઇચ્છો તે રીતે પૂર્ણ થશે, સામાજિક અને પારિવારિક પ્રવૃત્તિઓ પણ કરશો.

નેગેટિવઃ– એકંદરે સમય સામાન્ય પરિણામ આપનાર છે. તમને ઇચ્છિત પરિણામ મળશે નહીં, ધીરજ અને સંયમ સાથે કામ કરજો, તો ધીમે ધીમે સંજોગો પોતાની મેળે ઠીક થઈ જશે.

વ્યવસાય – નેટવર્કિંગ અને માર્કેટિંગ પ્રવૃત્તિઓમાં કામ કરતા લોકો માટે ઉત્તમ તક છે, વ્યાપાર સંબંધિત કોઈ સરકારી મામલો ચાલી રહ્યો છે, તો સફળતા મળશે.આ સમયે વિસ્તરણ સંબંધિત યોજનાઓ મુલતવી રાખો.

લવઃ– જીવનસાથી અને પરિવારના સભ્યોનો પૂરો સહયોગ મળશે. કોઈ કારણસર પ્રેમ સંબંધોમાં અંતર આવી શકે છે

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. એલર્જી અને પેટ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

લકી કલર- બદામી

લકી નંબર- 3

Leave a Reply

Your email address will not be published.