Rashifal

શુક્રવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોને પ્રોપર્ટી સંબંધિત બાબતમાં સફળતા મળશે, પરંતુ ભાગીદારીના વ્યવસાયમાં સાવચેત રહેવાની જરૂર છે

3 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ સિંહ રાશિના જાતકોને તણાવથી રાહત મળશે. બિઝનેસના કામ નક્કી કરેલી સમય મર્યાદામાં પૂરા થશે. કન્યા રાશિ માટે દિવસ સુખદ રહેશે. નોકરીમાં ફેરફારની સ્થિતિ બની શકે છે. ધન રાશિને નસીબનો સાથ મળશે. નોકરી તથા બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે. આ ઉપરાંત મિથુન રાશિને બિઝનેસમાં છેતરપિંડી થાય તેવી શક્યતા છે. તુલા રાશિના જાતકો નવી યોજના શરૂ ના કરે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

3 ફેબ્રુઆરી, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષ

પોઝિટિવઃ– આજે આપના આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારી ક્ષમતાઓ અને પ્રતિભા દ્વારા કોઈ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. પિતાની સલાહ અને માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ.

નેગેટિવઃ– કોઈપણ નકારાત્મક સ્થિતિમાં સ્વભાવ શાંત રાખવો આવશ્યક છે, તમારા અહંકારના કારણે કામ બગડી શકે છે.સમય પ્રમાણે પોતાનામાં પરિવર્તન લાવવું જરૂરી છે.

વ્યવસાયઃ– વધુ પડતા કામના ભારને કારણે ઘણા કાર્યો અધૂરા રહી શકે છે. નોકરી કરતા લોકોને ઓફિસિયલ વર્કલોડના કારણે પરેશાની થશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે

સ્વાસ્થ્યઃ શરીરમાં સ્નાયુઓના તાણને કારણે પીડા જેવી ફરિયાદ રહી શકે છે. કસરત અને યોગ કરવો

લકી કલર– સફેદ

લકી કલર– 8

***

વૃષભ

પોઝિટિવઃ– આપનો સમય સાનુકૂળ રહેશે, વરિષ્ઠ સભ્યની મદદથી તમને યોગ્ય લાભ મળશે.લાંબા સમયથી અટકેલું કામ આજે ઉકેલાશે.

નેગેટિવઃ– આવકમાં વૃદ્ધિની સાથે-સાથે ખર્ચ પણ વધુ થશે. અજાણ્યા લોકો સાથે ભળવું નહીં. તમારી જાતે નિર્ણય લેવાનો પ્રયાસ કરો.

વ્યવસાયઃ– કાર્યસ્થળ પર તમારી હાજરી ફરજિયાત બનાવો. કર્મચારી સાથે મતભેદ થઇ શકે છે, નોકરી કરતા લોકો પર કામનો વધારાનો બોજ રહેશે.

લવઃ– તમારા કોઈપણ કામમાં તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ લેવી તમારા માટે લાભદાયક રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– પેટમાં દુખાવો અને ગેસની પરેશાનીનો અનુભવ થઈ શકે છે.

લકી કલર– ક્રીમ

લકી નંબર– 3

***

મિથુન

પોઝિટિવઃ– કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા તેની યોજના બનાવી લો, પ્રોપર્ટી સંબંધિત કોઈપણ પ્રકારના કામમાં સફળતા નિશ્ચિત છે.

નેગેટિવઃ– કોઈ સંબંધીની દખલગીરીને કારણે પરિવારમાં થોડો તણાવ થઈ શકે છે. બાળકોની મુશ્કેલીઓમાં મદદ કરવાથી અને તેમની સાથે સમય વિતાવવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે.

વ્યવસાયઃ– પ્રોપર્ટી અથવા પબ્લિક ડીલિંગ સંબંધિત વ્યવસાય લાભની સ્થિતિમાં રહેશે. ઓફિસમાં ક્લાયન્ટ સાથે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ મધુર રહેશે. પ્રેમ સંબંધમાં લાગણીઓને માન આપવું મહત્વપૂર્ણ છે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન હવામાનને કારણે શારીરિક ઉર્જા અને થાકનોઅનુભવ થશે.

લકી કલર– જાંબલી

લકી નંબર– 5

***

કર્ક

પોઝિટિવઃ લાગણીશીલ અને ઉદાર સ્વભાવ આપના માટે હાનિકારક બની શકે છે. લાંબા સમય પછી નજીકના સંબંધીઓ સાથે મળવાથી સભ્યો આનંદની લાગણી અનુભવશે.

નેગેટિવઃ– સંતાનના કરિયર સંબંધિત કોઈ અડચણને કારણે મન પરેશાન રહેશે. બાળકનું મનોબળ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ– બિઝનેસમાં કોઈ નવો નિર્ણય ન લેવો. હાલમાં માત્ર કામ પર ધ્યાન કેન્દ્રિત રાખવું વધુ સારું રહેશે. અંગત વ્યવસાયમાં વધુ મહેનત અને ઓછો નફો જેવી સ્થિતિ રહેશે

લવઃ– પારિવારિક વ્યવસ્થાને લઈને પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ શકે છે. પરસ્પર સમાધાન દ્વારા પરિસ્થિતિઓને હેન્ડલ કરવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ– નસોમાં ખેંચાણ અને પીડાની સમસ્યા રહેશે. કસરત અને યોગ પર ધ્યાન આપવું આવશ્યક છે.

લકી કલર – સફેદ

લકી નંબર– 3

***

સિંહ

પોઝિટિવઃ– તમને રોજિંંદી સમસ્યાઓથી રાહત મળશે. પ્રોપર્ટી સંબંધિત બાબતમાં તમને સફળતા મળી શકે છે.

નેગેટિવઃ-તમારી થોડી બેદરકારીથી ઘણું નુકસાન થઈ શકે છે. કોઈપણ પ્રકારનું પેપર વર્ક કરતી વખતે ઉતાવળ ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યો સમયસર પૂરા થશે. ભાગીદારીના વ્યવસાયમાં સાવચેત રહેવાની જરૂર છે. પરસ્પર સંબંધોમાં ગેરસમજ ઊભી ન થવા દો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– આપનું સ્વાસ્થ્ય સારું રહેશે

લકી કલર- કેસરી

લકી નંબર– 8

***

કન્યા

પોઝિટિવઃ– આજનો દિવસ આનંદદાયક રહેશે. યુવાવર્ગનો કારકિર્દી સંબંધિત પ્રયાસ સફળ થવાની સંભાવના છે. આવક અને ખર્ચનો યોગ્ય તાલમેલ રહેશે.

નેગેટિવઃ– ખરીદી કરતી વખતે કેટલીક નકામી વસ્તુઓમાં ખર્ચ થવાની સંભાવના છે. ધ્યાનમાં રાખો કે કોઈપણ ખરીદીના સંબંધમાં છેતરપિંડી થઈ શકે છે. આળસને તમારા પર હાવી થવા ન દો

વ્યવસાયઃ– વ્યવસાય સંબંધિત પ્રયાસો સફળ થશે. કોઈની સલાહ પર વિશ્વાસ કરતા પહેલા તમામ પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક આત્મીયતા વધશે

સ્વાસ્થ્યઃ– તમારી યોગ્ય દિનચર્યા અને ખાનપાન તમને સ્વસ્થ અને તંદુરસ્ત રાખશે

લકી કલર– સફેદ

લકી નંબર– 8

***

તુલા

પોઝિટિવઃ– તમારી સમજણથી કોઈપણ પારિવારિક મામલાને ઉકેલી શકશો. કોઈ નજીકના સંબંધી જે મુશ્કેલીમાં છે તેને મદદ કરવામાં તમે અપાર આનંદનો અનુભવો કરશો.

નેગેટિવઃ– કોઈ ખાસ નિર્ણય લેતી વખતે ઘરના વરિષ્ઠ સભ્યોની સલાહ લેવી. ઘરમાં અચાનક મહેમાનોના આગમનને કારણે તમારી દિનચર્યા થોડી અસ્તવ્યસ્ત થઈ શકે છે.

વ્યવસાયઃ-મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓ પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. આજે કેટલીક ઉત્તમ તકો મળી શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં નિકટતા વધશે. લગ્ન માટે તમારા લવ પાર્ટનરને પ્રપોઝ કરવાનો યોગ્ય સમય છે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને અપચાના કારણે શરીરમાં સુસ્તી અને થાક જેવી સ્થિતિ રહેશે.

લકી કલર – વાદળી

લકી નંબર- 7

***

વૃશ્ચિક

પોઝિટિવઃ– તમને તમારી પોતાની મહેનતનું યોગ્ય પરિણામ મળશે. જેનાથી માનસિક શાંતિ રહેશે સામાજિક ક્ષેત્રે પણ તમને સન્માનજનક સ્થાન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. તેમજ કોઈપણ નજીકના સંબંધીઓ સાથે વિવાદ થાય તેવી સ્થિતિ પણ સર્જાઈ રહી છે.

વ્યવસાયઃ– નવી નોકરી શરૂ કરતા પહેલા યોગ્ય વિચાર કરવો જોઈએ.વ્યવસાય સંબંધિત લાભના સ્ત્રોતમાં વધારો થશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને મોટો કોન્ટ્રાક્ટ મળી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણને યોગ્ય રાખવા માટે તમારું યોગદાન જરૂરી છે.

સ્વાસ્થ્યઃ વાહન પરથી પડી જવાથી ઈજા થવાની સંભાવના છે. અત્યંત સાવધાની રાખવાની જરૂર છે.

લકી કલર- ક્રીમ

લકી નંબર- 1

***

ધન

પોઝિટિવઃ– આ સમયે ગ્રહો તમારા માટે ખૂબ અનુકૂળ છે. અનુભવ ધરાવનાર વ્યક્તિની સલાહ અને સહકાર દ્વારા તમે સામાજિક રીતે તમારી છબીને ઉન્નત કરી શકશો. નજીકના સંબંધીઓ સાથે તમારા સંબંધોમાં વધુ મધુરતા આવશે.

નેગેટિવઃ– આ સમયે કોઈપણ વ્યક્તિના નિર્ણયને સ્વીકારવાથી બચો અને વર્તમાન પરિસ્થિતિ પર ધ્યાન આપો.

વ્યવસાયઃ– જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તેને તરત જ લાગુ કરો. પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી કાર્યપદ્ધતિ શેર કરશો નહીં.

લવઃ– પરિવારમાં સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– નકારાત્મક પરિસ્થિતિઓનું નિર્માણ થશે, જે તમારી કાર્ય ક્ષમતાને અસર કરશે.

લકી કલર– લીલો

લકી નંબર– 3

***

મકર

પોઝિટિવઃ– જો સ્થળાંતરની યોજના બનાવી રહ્યા છો તો તે ફળદાયી બનાવા માટે અનુકૂળ સમય છે. બાળકની કારકિર્દી સાથે સંબંધિત કોઈપણ શુભ સમાચાર મળશે. ધાર્મિક યાત્રા પણ થઈ શકે છે.

નેગેટિવઃ– બીજાની મદદ કરવામાં તમારા સમય અને ક્ષમતાનું ધ્યાન રાખો. સંબંધી સાથે વિવાદના કિસ્સામાં તમારા માટે ધીરજ અને શાંતિ રાખવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– વ્યાપાર સંબંધિત કોઈ નવું કામ શરૂ કરતા પહેલા ફરીથી વિચારવું જરૂરી છે. રાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા લોકોને પ્રમોશન સંબંધિત સારા સમાચાર મળી શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. યુવાવર્ગનો પ્રેમ સંબંધ ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ– તણાવ અને થાકથી રાહત માટે આરામ કરવો જરૂરી છે.

લકી કલર– પીળો

લકી નંબર– 1

***

કુંભ

પોઝિટિવઃ– આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં થોડો સમય વિતાવશો હળવાશ અને શાંતિનો અનુભવ થશે. ઉછીના આપેલા પૈસાનું અચાનક વળતર મળવાથી રાહત મળશે. તમે તણાવમુક્ત રહીને અન્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓ અને યુવાનોએ નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડવો નહીં. પૈસાનું રોકાણ કરવાની યોજના ન બનાવો, કારણ કે હાનિકારક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

વ્યવસાયઃ– ભાગીદારી સંબંધિત વ્યવસાયોમાં લાભની સ્થિતિમાં રહેશે, પરંતુ વિસ્તરણની કોઈ શક્યતા નહીં રહે. કોઈપણ વ્યવસાયિક કાર્ય અથવા પૈસા સંબંધિત વ્યવહાર કરતી વખતે પેપરવર્ક કરતા સાવચેતી રાખવી

લવઃ– તમારી વ્યવસાયિક સમસ્યાઓને તમારા અંગત જીવન પર હાવી ન થવા દો. કારણ કે તેનાથી ઘરની સુખ-શાંતિ પ્રભાવિત થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યા રહેશે. મહિલાઓને તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવાની જરૂર છે.

લકી કલર– કેસરી

લકી નંબર– 9

***

મીન

પોઝિટિવઃ– આજે સંજોગો ખૂબ જ સકારાત્મક રહેશે, નજીકના મિત્ર અથવા સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થવાથી સંબંધોમાં ફરી મધુરતા આવશે.

નેગેટિવઃ– બિનજરૂરી વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારો ક્રોધીત સ્વભાવ તમારા અને તમારા પરિવાર બંને માટે સમસ્યાઓ ઊભી કરશે. મૂંઝવણની સ્થિતિમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો.

વ્યવસાયઃ– તમારી વ્યાપાર સંબંધિત પદ્ધતિ અને પ્રવૃત્તિઓ ગુપ્ત રાખો. મિલકતની ખરીદ-વેચાણ સંબંધિત ઉત્તમ સોદો થવાની સંભાવના છે. પરંતુ તમારી ક્ષમતા કરતાં વધુ લોન લેવાની પરિસ્થિતિ ટાળો.

લવઃ– પ્રેમ સંબંધોમાં વધુ નિકટતા વધશે.

સ્વાસ્થ્યઃ– એલર્જી અને ખાંસી- શરદી જેવી સમસ્યાઓ થશે.

લકી કલર- જાંબલી

લકી નંબર– 9

Leave a Reply

Your email address will not be published.