Rashifal

મંગળવારનું રાશિફળ:તુલા રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાચવવું પડશે, નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી હિતાવહ રહેશે

31 જાન્યુઆરી, મંગળવારના રોજ બ્રહ્મ તથા માતંગ નામના શુભ યોગ બની રહ્યા છે. મેષ, વૃષભ તથા કુંભ રાશિ માટે દિવસ સાનુકૂળ રહેશે. સિંહ રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાની શક્યતા છે. કન્યા રાશિને આવકના સોર્સ વધવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ ઉપરાંત મિથુન રાશિના જાતકો સંપત્તિની બાબતમાં સાવચેત રહે. છેતરપિંડી થવાની શક્યતા છે. વૃશ્ચિક રાશિને બિઝનેસમાં અડચણ આવી શકે છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

31 જાન્યુઆરી, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષ

પોઝિટિવઃ– તમારા ધારેલા કાર્ય સફળ થશે. અનેક નવી તક પ્રાપ્ત થશે,વિદ્યાર્થીઓનું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત રહેશે.

નેગેટિવઃ– સંતાનને લગતી ચિંતામાં વધારો થશે, નાણાંકીય કામ સાવધાનીથી કરવું અને અન્ય લોકોની વાતો ના સાંભળવી આપના માટે હિતાવહ રહેશે.

વ્યવસાયઃ– ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં પારદર્શિતા જાળવો. સરકારી સેવામાં રહેલા વ્યક્તિઓ પર મહત્વપૂર્ણ જવાબદારી આવી શકે છે.

લવઃ– પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– પગમાં દુખાવો અને સોજાની સમસ્યા પરેશાન કરી શકે છે.

લકી કલર– કેસરી

લકી નંબર– 5

***

વૃષભ

પોઝિટિવઃ– અનુભવી વ્યક્તિની મદદથી આજે કોઈ અટકેલું કામ ઉકેલાઈ જશે, મહેમાનના આગમનના લીધે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– તમારા નિર્ણયને પ્રાથમિકતા પર રાખો, તમારી યોજનાઓ અને પ્રવૃત્તિઓ વિશે કોઈની સામે ચર્ચા કરશો નહીં, આળસ અને બેદરકારીથી દૂર રહો.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્ય માટે સારો સમય છે, જો કોઈ વ્યવસાયિક મુસાફરીનો કાર્યક્રમ બનાવતા હોય તો મુલતવી રાખવો યોગ્ય રહેશે.

લવ:-વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળી શકે છે

સ્વાસ્થ્યઃ– પ્રદૂષણને કારણે એલર્જીની સમસ્યા વધી શકે છે.

લકી કલર– લાલ

લકી નંબર – 2

***

મિથુન

પોઝિટિવઃ– જો મૂડી રોકાણ કરવાની યોજનાનો નિર્ણય ફાયદાકારક સાબિત થશે. પરિવાર સાથે ફરવા જવાનો કાર્યક્રમ પણ બની શકે છે.

નેગેટિવઃ– બીજાના વિવાદથી દૂર રહેવું, વિદ્યાર્થીઓ ભણતર પાર ધ્યાન આપવું આવશ્યક છે.

વ્યવસાયઃ– બિઝનેસ સંબંધિત કોઈ સરકારી બાબત અટવાયેલી હોય તો આજે તે વધુ સાવચેત રહેવાની જરૂર છે. પરંતુ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોએ આ સમયે સાવચેત રહેવું જરૂરી છે.

લવઃ– પતિ-પત્નીના જીવનમાં મધુરતા રહેશે

સ્વાસ્થ્યઃ– આજે થાક અને સુસ્તીનો અનુભવ થશે.

લકી કલર :– વાદળી

લકી નંબર– 6

***

કર્ક

પોઝિટિવઃ– બીજાની સલાહ તમને મૂંઝવી શકે છે. તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો અને આગળ વધો, તમે ચોક્કસ સફળ થશો. તમારા સપના પૂર્ણ કરવાં માટે આ સમય યોગ્ય છે.

નેગેટિવઃ– નાણાં સંબંધિત વસ્તુઓ માં કોઈ પર વિશ્વાસ ન કરો. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ– ધંધાનાં વિષયમાં મહેનત વધુ અને પરિણામ ઓછા જેવી પરિસ્તિથી રહેશે. શેર, ચિટ ફંડ વગેરેને લગતી કોઈપણ પ્રવૃત્તિમાં. રસ ન લેવો હિતાવહ રહેશે.

લવ:- વૈવાહિક સંબંધોમાં મતભેદ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ન થવા દો.

સ્વાસ્થ્યઃ– તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારીને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા વધશે.

લકી કલર– બદામી

લકી નંબર– 3

***

સિંહ:

પોઝિટિવઃ– શારીરિક અને માનસિક ઉર્જામાં વધારો થશે, આજે મિલકત અથવા કોઈપણ પોલિસીમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ– કોઈના પર વિશ્વાસ કરતા પહેલા તમારે તમામ પાસાઓ પર ધ્યાનથી વિચારવું જોઈએ. કોઈ તમારી સાદગીનો અયોગ્ય ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાય– કાર્યસ્થળ પર કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલી અરાજકતાનો સામનો પડી શકે છે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સુખદ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– આળસ અને નબળાઈનો અનુભવ થઈ શકે છે. યોગ અને ધ્યાન શ્રેષ્ઠ ઉપાય છે

લકી કલર: – લીલો

લકી નંબર:- 5

***

કન્યા:

પોઝિટિવઃ– આર્થિક સ્થિતિમાં સુધારો થશે, મીડિયા દ્વારા ઘણી નવી માહિતી ઉપલબ્ધ થશે. સંબંધીઓ સાથે પ્રોપર્ટી કે અન્ય કોઈ મુદ્દે, કોઈની મધ્યસ્થી અંગે જે ગેરસમજ ચાલે છે જે આજે ઉકલેવામાં સફળતા મળશે.

નેગેટિવઃ– યુવાનોએ પોતાના ભવિષ્ય, અભ્યાસ પ્રત્યે બેદરકારી ન રાખવી જોઈએ, તણાવમાં આવવાને બદલે, સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો.

વ્યવસાયઃ– માર્કેટિંગ અને ઓનલાઈન પ્રવૃત્તિઓ સંબંધિત વ્યવસાયમાં નફાકારક સ્થિતિ રહેશે, શેરબજાર સંબંધિત કારોબારમાં થોડું નુકસાન થવાની સંભાવના છે.

લવઃ– પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે.

સ્વાસ્થ્યઃ– કબજિયાત અને ગેસના કારણે બેચેની અનુભવાશે

લકી કલર:- લીલો

લકી નંબર– 5

***

તુલા

પોઝિટિવઃ– વાહન કે કોઈ કિંમતી વસ્તુ ખરીદવા માટે સમય ઘણો અનુકૂળ છે, ​​​​વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટને પૂર્ણ કરી શકશે.

નેગેટિવઃ– બાળકો પર વધુ અનુશાસન મૂકવાથી તેઓ જિદ્દી બની શકે છે.જૂના નકારાત્મક મુદ્દાઓ વર્તમાનમાં અસર ના કરે તે બાબતે સાવચેતી રાખવી.

વ્યવસાયઃ– વ્યાપાર સંબંધિત કોઈપણ પેપર વર્ક કરતી વખતે થોડી સાવધાની રાખવાની જરૂર છે, સહયોગીઓ અને કર્મચારીઓથી તરફથી સારો સહકાર મળશે.

લવઃ– ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. લગ્નેત્તર સંબંધ તમારા અંગત જીવનમાં પરેશાનીઓ ઉભી કરી શકે છે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના લીધે પરેશાની થઇ શકે છે.

લકી કલર:- સફેદ

લકી નંબર– 7

***

વૃશ્ચિક:

પોઝિટિવઃ– આજે કામનો બોજો વધારે રહેશે, આ સાથે જ કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. બાળકોના શિક્ષણને લગતી ભવિષ્યની યોજનાઓ બનાવી શકાશે.

નેગેટિવઃ– વધુ પડતો આત્મવિશ્વાસ નુકશાન કરાવશે , જો તમે કોઈને વચન આપ્યું હોય તો તેને પૂરું કરવું જરૂરી છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક બાબતોમાં કેટલીક અડચણો રહેશે, કાર્યમાં ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે.

લવઃ– પારિવારિક જવાબદારીઓને સારી રીતે નિભાવી શકશો. પ્રેમમાં ભાવનાત્મક નિકટતા વધશે.

સ્વાસ્થ્યઃ– વધુ પડતા કામના બોજને કારણે થાક હાવી થઈ શકે છે.

લકી કલર– જાંબલી

લકી નંબર– 8

***

ધન

પોઝિટિવઃ– તમારી પસંદની પ્રવૃત્તિઓમાં તમે સમય પસાર કરી શકશો, લાગણી સ્વભાવ તમને ફાયદો કરાવશે.

નેગેટિવઃ– પ્રતિકૂળ પરિસ્થિતિઓને ધૈર્ય અને સંયમથી ઉકેલવાનો પ્રયાસ કરો. કોઈપણ વિવાદને મૈત્રીપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો

વ્યવસાયઃ– પારિવારિક તણાવને તમારા વ્યવસાય પર હાવી ન થવા દો. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, કોમ્પ્યુટર, મીડિયા વગેરે સંબંધિત ક્ષેત્રોમાં લાભદાયક સ્થિતિ સર્જાશે

લવઃ– પારિવારિક વ્યવસ્થાને લઈને પતિ-પત્ની વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે. પરસ્પર સમાધાન દ્વારા પરિસ્થિતિને ઉકેલવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ– કામના બોજને કારણે તણાવનો અનુભવ થાય.

લકી કલર– ક્રીમ

લકી નંબર – 2

***

મકર

પોઝિટિવઃ– ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થશે અને નવું ફર્નિચર ખરીદવાની સંભાવના છે.

નેગેટિવઃ– ક્યાંય વાદ-વિવાદની સ્થિતિ હોય ત્યારે ધીરજ અને શાંતિ જાળવી રાખો, ઘરના વૃદ્ધ વ્યક્તિનાં સ્વાસ્થ્ય કાળજી લેવી જરૂરી છે.

વ્યવસાય – નવું કામ શરૂ કરવા માટે એક ફ્રેમવર્ક પણ બનાવવામાં આવશે. જો પેમેન્ટ અટકી ગયું હોય, તો આજે તેની રિકવરી થવાની વધુ સારી સંભાવના છે.

લવઃ– ઘરની સમસ્યાનો ઉકેલ લાવી શકશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઘૂંટણ અને સાંધાનો દુખાવો વધી શકે છે

લકી કલર– પીળો

લકી નંબર– 3

***

કુંભ

પોઝિટિવઃ– તમારા લક્ષ્યો અને યોજનાઓને લગતા કાર્ય કરવા માટે અનુકૂળ સમય છે, સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળવાથી આનંદ થશે.

નેગેટિવઃ– પ્રમાદ કરવાને બદલે તમારા અંગત કામ પર ધ્યાન આપવાનો આ સમય છે. કોઈપણ ગેરસમજના કારણે નજીકના મિત્ર અથવા સંબંધીથી મનભેદ થઈ શકે છે.

વ્યવસાય:– પ્રોફેશનલ લોકોને ટૂંક સમયમાં કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ મળવાની સંભાવના છે. તેથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત રાખો.

લવ:- પતિ-પત્નીના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન હવામાનથી તમારી જાતને બચાવો. સાંધાના દુખાવા જેવી સમસ્યા વધી શકે છે.

લકી કલર – વાદળી

લકી નંબર- 8

***

મીન

પોઝિટિવઃ– આજે કાળજીપૂર્વક રીતે કાર્ય કરવું, યુવાનોને તેમની કારકિર્દી અથવા પ્રોજેક્ટમાં સફળતા મળવાની સંભાવના છે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી પોતાને દૂર રાખવા યોગ્ય છે. જો તમે અંગત કે પારિવારિક સંબંધી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ના લેવો હિતાવહ રહેશે.

વ્યવસાયઃ– તમારા બિઝનેસ પ્લાનમાં કોઈ અજાણ્યા વ્યક્તિને સામેલ કરશો નહીં.ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો તમારા માટે ફાયદાકારક રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મધુર સંબંધ રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા રહેશે

વ્યવસાય:- સર્વાઈકલ અને માઈગ્રેન જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે યોગ, કસરત જરૂરી છે.

લકી કલર:-લીલો

લકી નંબર- 9

Leave a Reply

Your email address will not be published.