19 જાન્યુઆરી, ગુરુવારના રોજ ધ્રુવ નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિને ખાસ ઉપલબ્ધિ મળી શકે છે. મકર રાશિના નોકરિયાત વર્ગને મનગમતી જવાબદારી અથવા સ્થાન મળી શકે છે. મીન રાશિના નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તનના યોગ છે. આ ફેરફાર રાહત આપશે. આ ઉપરાંત કર્ક રાશિના નોકરિયાત વર્ગે સંભાળીને રહેવું. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.
19 જાન્યુઆરી, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષ
પોઝિટિવઃ– આજનો દિવસ આપણા ખાસ રહેશે. સંતાનને લગતા પ્રશ્નોનું સમાધાન મળશે અને પરિવાર સાથે સારો સમય પસાર થવાની સંભાવના છે
નેગેટિવઃ– કોઈ અંગત વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલાં આજના દિવસે ખાસ સાચવવું, કોઈ પણ પ્રકારનું સાહસિક કાર્ય તમારા માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે.
વ્યવસાયઃ– વ્યાપાર- ધંધાને લગતા કાર્યમાં સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરી કરતી વ્યક્તિઓ માટે આજે કામને લઈને દબાણ રહેશે
લવઃ- પતિ-પત્નીના સંબંધમાં મીઠાશ જોવા મળશે, એક-બીજા સાથે સારો સમય વ્યતીત કરશે
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય બાબતે આજે સાચવવાની વધારે જરૂર છે ,કોઈ જૂની બીમારી ઊથલો મારી શકે છે.
***
વૃષભ
પોઝિટિવઃ- આજે અગત્યનાં કાર્ય પૂર્ણ કરવામાં સફળતા મળશે, તમારા કાર્યની પ્રશંસા થશે, અને સમાજમાં તમારું સન્માન પણ વધશે, વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મળશે.
નેગેટિવઃ– યુવા વર્ગને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ધીરજ અને સયંમ રાખવું અત્યંત જરૂરી રહેશે. કારકિર્દીને લઈને આજનો દિવસ ચિંતામાં પસાર થાય તેવી શક્યતા છે
વ્યવસાયઃ– વ્યવસાય ક્ષેત્રમાં કોઈપણ નવી પ્રવૃત્તિ શરૂ કરતા કર્મચારીઓની સલાહ આપને ફાયદો કરાવશે. ઓફિસમાં વાદ-વિવાદ આજના દિવસે ટાળવો આપના માટે ફાયદાકારક રહેશે લેવી જરૂરી છે. તજ્જ્ઞોની સલાહ આપને ફાયદો કરાવશે
લવઃ– ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. પતિ-પત્ની વચ્ચે પણ યોગ્ય સંવાદિતા જળવાઈ રહેશે.
સ્વાસ્થ્યઃ– દિવસની શરૂઆત કસરત અને યોગથી કરવી આપના માટે લાભકારક રહેશે, આજે ખભામાં દુખાવાની ફરિયાદો વધી શકે છે.
***
મિથુન
પોઝિટીવ:- દરેક જગ્યાએ યોગ્ય વ્યવસ્થા રહેશે. આજે ગ્રહોની સ્થિતિ તમારા માટે સાનુકૂળ રહેશે. કિમતી સમયનો સદ્ઉપયોગ આપના માટે લાભદાયક રહેશે.
તમારા અંગત કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમારો સમય અને પૈસા બન્ને બચી શકે છે.
નેગેટિવઃ– ગજા બહારના ખર્ચા ટાળવા, નજીકના સગા-સંબધીઓ સાથે અણબનાવ થાય તેવી શક્યતાઓ છે.
વ્યવસાયઃ– નવા કાર્યની શરુઆત આપના માટે શુભ રહેશે. કોઇ અગત્યના કાર્યમાં સહકર્મીથી મળેલી મદદ આપના માટે ફાયદાકારક રહેશે.
લવઃ– જીવનસાથી સાથે સમય પસાર કરવાથી આજે પરસ્પર સંબંધોમા મધુરતા જળવાશે.
સ્વાસ્થ્યઃ– કામના વધારે પડતા ભારણને કારણે માનસિક થાકનો વધારે અનુભવ થશે. અનુભવાશે, આજના દિવસની શરુઆત કસરત કરવાથી આપના સ્વાસ્થ્ય માટે લાભદાયક રહેશે.
***
કર્ક
પોઝિટિવઃ– બાળકના હાસ્યના કિલકિલાટથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. કોઇ કિમતી વસ્તુઓની ખરીદી કરવાનું વિચારતા હો તો આજનો દિવસ આપના માટે યોગ્ય છે
ઘરમાં કોઇ ધાર્મિક પ્રસંગ માટે આજનો સમય ઉત્તમ છે.
નેગેટિવઃ– નજીકના સંબંધીના સ્વાસ્થ્યને લઈને કોઈ આકસ્મિક ખર્ચ આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે. વ્યવસાય – કાર્યમાં થોડી પણ બેદરકારી આપના માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, નોકરીયાત વર્ગે ઉપરી અધિકારીથી આજે સાવચેત રહેવું આવશ્યક છે.
લવઃ– આજે પોતાના જીવનસાથી જોડે સારો સમય પસાર થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ– ડાયાબિટીસના દર્દીઓએ પોતાના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન રાખવું આવશ્યક છે.
***
સિંહ
પોઝિટિવ:- સ્વજનો સાથે ઓંચિતી મુલાકાત થવાના યોગ બની રહ્યા છે. આપનાં અટકેલાં કાર્ય આજે ઉકેલાશે. લગ્નને લગતા પ્રશ્નોનુ નિરાકરણ આવે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે
નેગેટિવઃ– બાળકોને આજે અભ્યાસને લગતા પ્રશ્નોનું સમાધાન મળશે, કોઇ જમીન-મકાનને લગતી સમસ્યાઓનું નિરાકરણ આવશે.
વ્યવસાયઃ– વ્યાપાર-ધંધામાં પરિવારના વડીલની અથવા નજીકના મિત્રની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોમાં મધુરતા જળવાશે.
લવઃ– વૈવાહિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે.
સ્વાસ્થ્યઃ– વધારે તણાવ લેવાનું આજના દિવસે ટાળવું, આજે પાચન તંત્રને લગતી સમસ્યાથી પીડાઇ શકો છો.
***
કન્યા
પોઝિટિવ:- લાંબા અંતરાલ બાદ સ્વજનોને મળવાથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે. વિદેશ જવાના પ્રયાસ કરતા લોકો માટે આજનો દિવસ સફળતા અપાવે તેવી શક્યતા છે.
નેગેટિવઃ– કન્યા રાશિના જાતકોએ આજે અકારણ ક્રોધ પર કાબૂ રાખવો અતિ આવશ્યક છે, ક્રોધથી આજે મન-ભેદ થવાની પૂરી સંભાવના જોવા મળી શકે છે.
વ્યવસાયઃ– સરકારી નોકરી કરતા લોકોને આજે સારા સમાચાર મળી શકે છે, ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો સુધરે તેવી સંભાવના છે.
લવઃ– પતિ-પત્નીના સંબંધોમા આજે મધુરતા જળવાશે.
સ્વાસ્થ્યઃ– આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય આજે સારું રહેશે.
***
તુલા
પોઝિટિવ:- તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અનેક ખુશીઓ લઇને આવશે, તદુપરાંત વિદ્યાર્થીઓને આજે તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળશે તેવા યોગ બની રહ્યા છે. એકંદરે આપનો દિવસ શુભ રહેશે.
નેગેટિવઃ– આજે આપના ધનનો વ્યય ન થાય તે બાબતે ખાસ સાવચેતી રાખવી આપના માટે ખૂબ જરુરી છે, ઘરના સભ્યો સાથે અણબનાવ થઇ શકે છે, જેના લીધે માનસિક તાણ અનુભવી શકાય.
વ્યવસાયઃ– ઓફિસમાં આજે નાણાં સંબંધી લેવડ-દેવડથી સાચવવું આપના માટે ફાયદાકારક રહેશે.
લવઃ– ઘરના સભ્યોની જવાબદારી વધી શકે છે, જીવનસાથી સાથે સમય વીતાવી શકશો.
સ્વાસ્થ્યઃ– ઘરના વડીલોના સ્વાસ્થ્યનું આજે ખાસ ધ્યાન રાખવું આવશ્યક છે.
***
વૃશ્ચિક
પોઝિટિવ:- પરિવાર સાથે આજે ઓચિંતો પ્રવાસ ગોઠવાઇ શકે છે, આજે આપના ગ્રહોની સ્થિતિ ખૂબ અનુકૂળ જોવા મળી રહી છે અને કોઈ પારિવારિક સમસ્યા તમારી સમજણથી ઉકેલાઈ શકે છે.
નેગેટિવઃ– જૂની નકારાત્મક વાતો અવગણીને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું આપના માટે લાભદાયક રહેશે. તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવો આપના માટે આવશ્યક છે.
વ્યવસાય:- વ્યાવસાયિક સંપર્કો આપના માટે ખૂબ જ લાભદાયક રહેશે. સરકારી નોકરી કરતા લોકોને કામ અર્થે પ્રવાસના યોગ બને છે.
લવઃ– દામ્પત્ય જીવનમાં સુમેળ જોવા મળશે.
સ્વાસ્થ્યઃ– ઠંડીને કારણે એલર્જી અને કફ-શરદી જેવી સામાન્ય ફરિયાદો રહેશે.
***
ધન
પોઝિટિવ:- અવિવાહિતો માટે સારો સંબંધ આવવાની આજે શક્યતા છે. આજે મન કરતાં હૃદયની વાત સાંભળવી આપના માટે હિતાવહ રહેશે, કોઇપણ કાર્ય સંપૂર્ણ સમજણથી કરવું.
નેગેટિવ:- વધારે પડતી બેદરકારી અને આળસ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે, વડિલોના આશીર્વાદ અને સલાહથી દિવસની શરુઆત કરવી આપના માટે શુભ રહેશે.
વ્યવસાયઃ– વેપાર-ધંધામાં તમારી કાર્ય કરવાની પદ્ધતિમાં આજના દિવસે કરેલા ફેરફારથી સારાં પરિણામો પ્રાપ્ત થવાની સંભવાના છે.
લવઃ– ઘરમાં આજે વાતાવરણ આનંદમય રહેશે, લગ્નેતર બહારના પ્રેમ-સંબંધથી સાચવવું આપના માટે આવશ્યક છે.
સ્વાસ્થ્યઃ– આહાર બાબતે આજે સાવચેતી રાખવી આપના માટે જરુરી છે. પેટને લગતી સમસ્યાઓ સતાવી શકે છે.
***
મકર
પોઝિટિવ:- કોઈપણ કાર્ય શરુ કરતાં પહેલાં તેની સંપૂર્ણ યોજના બનાવી કામ શરુ કરો, તમારા હકારાત્મક વિચારો તમને એક નવી દિશા આપશે. ઘર બદલવાનું જો આપ વિચારતા હો તો આજનો સમય આપના માટે શ્રેષ્ઠ છે.
નેગેટિવઃ– અગત્યના નિર્ણય લેવાનું આજના દિવસે ટાળવું, પરિવારમાં આંતરિક વિખવાદ જોવા મળી શકે છે
ધંધોઃ– નોકરી કરતા લોકો માટે આજનો દિવસ શુભ રહેશે, નવી તકો પ્રાપ્ત થવાના યોગ બની શકે છે.
લવ:– વૈવાહિક સંબંધોમાં આજે મધુરતા રહેશે. એકબીજાની લાગણીઓને માન આપવાથી સંબંધમાં મધુરતા જળવાઈ રહેશે.
સ્વાસ્થ્યઃ– માનસિક તણાવને કારણે માથાના દુખાવાની સમસ્યા રહેશે.
***
કુંભ
પોઝિટિવઃ– આજના દિવસે લીધેલો કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય તમારા માટે ફાયદાકારક સાબિત થશે, રોકાણ સંબંધિત કામ માટે આજનો દિવસ સારો છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના જોવા મળે છે.
નેગેટિવઃ– શેર-સટ્ટા વગેરેથી દૂર રહેવું આપના માટે હિતાવહ છે, તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે.
વ્યવસાયઃ– નોકરી પર કોઈ મહત્ત્વપૂર્ણ લક્ષ્ય આજે આપ પૂર્ણ કરી શકશો, કામ પ્રત્યે કરેલી બેદરકારી આપના માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
લવ:- પરિવારમાં આજે શાંતિનો અનુભવ થશે, અને પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે.
સ્વાસ્થ્યઃ– ઠંડીના કારણે તાવ અને શરદી જેવી બીમારીનો અનુભવ થશે.
***
મીન
પોઝિટિવઃ– પરિવાર અને મિત્રો સાથે આજે સારો સમય પસાર કરી શકાશે. સામાજિક પ્રસંગો ઉકેલી શકાશે, અને શુભ કાર્યમાં આવતા અવરોધોને દૂર કરવામાં સફળતા મળશે.
નેગેટિવઃ– તમારા નજીકના સંબંધીઓ સાથે સુમેળ જાળવવા માટે તમારા ખાસ પ્રયાસો જરૂરી છે. સંતાન પ્રત્યે ધ્યાન આપવું આજના દિવસે જરૂરી છે. કોઈપણ પ્રકારની યાત્રા મુલતવી રાખવી યોગ્ય રહેશે.
વ્યવસાયઃ– નોકરી-ધંધાના સ્થળે પરિવર્તનની શક્યતાઓ દેખાઈ રહી છે, તે પરિવર્તન તમારા માટે આરામદાયક રહેશે.
લવઃ– વિવાહિત સંબંધોમાં એકબીજા પ્રત્યે સહકારની ભાવના રહેશે, પ્રેમ-સંબંધોમાં અંતર રાખવું આપના માટે જરૂરી છે.
સ્વાસ્થ્યઃ ક્ષમતા કરતાં વધુ કામ કરવાથી આપના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થશે.