news

સોનું 497 રૂપીયા થયું મજબૂત, ચાંદીના ભાવમાં 80 રૂપીયાનો થયો ઘટાડો

ગુરુવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 497 વધીને રૂ. 52,220 પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 51,723 પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાયું હતું. જોકે, ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી 80 રૂપિયાની નબળાઈ સાથે 61,605 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે. અગાઉના સત્રમાં ચાંદી રૂ. 61,685 પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી હતી. ગુરુવારે રૂપિયામાં ચાર પૈસાનો ઘટાડો થયો હતો અને અમેરિકી ડૉલરની સરખામણીએ રૂપિયા 81.66 પર ટ્રેડ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાને કારણે રૂપિયા પર દબાણ વધ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1722.6 ડોલર પ્રતિ ઔંસના ભાવ સાથે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં ચાંદી 20.68 રૂપિયા પ્રતિ ઔંસની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારના જણાવ્યા અનુસાર, ડૉલરની નરમાઈને કારણે કૉમેક્સ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રૂપિયો નબળો પડવાને કારણે સ્થાનિક બજારમાં પણ સોનું મજબૂત થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં મજબૂતી, તહેવારોની સિઝનમાં માંગમાં વધારો અને પુરવઠામાં ઘટાડો થવાના કારણે સોનામાં વધારો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.