news

આપ-બીજેપીની દર અઠવાડીયે એકથી વધુ સભાઓ, રાહુલ ગાંધીના ટોટલ 3 પ્રવાસ, શું ગુજરાતમાં રસ નથી?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક દિગ્ગજોના પ્રવાસો યોજાઈ રહ્યા છે. બીજેપીના કેન્દ્રીય પ્રભારીથી લઈને પીએમના પ્રવાસો એક પછી એક કન્ટીન્યુ યોજાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલના અઠવાડીયામાં બે પ્રવાસો થઈ રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીના ચૂંટણી લક્ષી મહત્વના ત્રણ પ્રવાસો યોજવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી બીજેપી તરફથી પીએમ મોદીની સભાઓ અત્યારે યોજાઈ રહી છે ત્યારે આવતી કાલથી ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ પણ 2 દિવસમાં ચાર સભાઓ કરશે.

ત્યારે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વનો સૌથી મોટો ચહેરો ગણાતા રાહુલ ગાંધીની સભાઓની કોંગ્રેસના અન્ય નેતાઓ પણ રાહ જોઈ રહ્યા છે. દાહોદ અને અમદાવાદમાં તેમને મોટી સભા કર્યા બાદ એક પણ સભા હજુ સુધી થઈ નથી.

આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણીને જોતા આચાર સંહીતા પણ લાગે તેવી શક્યતાઓ છે. ત્યારે કેન્દ્રીય નેતાઓ ક્યાંય પ્રચારમાં કચાસ રાખી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એક બાજુ અશોક ગેહલોતને અધ્યક્ષ બનાવવાને લઈને રાજકીય ક્ષેત્રે ચર્ચાએ જોર પકડ્યા બાદ આ નિર્ણય તેમણે પડતો મુક્યો છે ત્યારે ગુજરાતમાં તેમને મળેલી જવાબદારીથી પણ ધ્યાન ભટકી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

કોંગ્રેસ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી બીજો મોટો પક્ષ બનીને રહ્યો છે પરંતુ આ વખતે આપની તૈયારીઓને જોતા એવું લાગી રહ્યું છે કે, ક્યાંક કોંગ્રેસ ત્રીજો પક્ષ ના બની જાયય જો કે, કોંગ્રેસની પરંપરાગત વોટબેન્ક અને કેટલીક પ્રભૂત્વ ધરાવતી સીટો પણ કોંગ્રેસ માટે બચાવવી મહત્વની છે.

અગાઉ કોંગ્રેસ તરફથી 25 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસના નેતાઓને ગુજરાતમાં પ્રચાર માટે આવવાને લઈને નિવેદન કર્યું હતું. સોનિયા ગાંધીથી લઈને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે આવે તેવી તેમની મહેચ્છા અગાઉ વ્યક્ત પણ કરી છે ત્યારે રાહુલ ગાંધીના પ્રવાસો અને સભાઓ ચૂંટણીને જોતા જેવા ગુજરાતમાં થવા જોઈએ તે થતા નથી.

Leave a Reply

Your email address will not be published.