15 ઓગસ્ટ, સોમવારના રોજ ધૃતિ તથા માતંગ નામના બે શુભ યોગ છે. કર્ક રાશિને મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તુલા રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ છે. મકર રાશિની આવકમાં વધારો થશે. આ ઉપરાંત નવી શરૂઆત માટે વૃષભ રાશિ માટે દિવસ શુભ નથી. ધન રાશિના જાતકોએ લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.
15 ઓગસ્ટ, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ–
પોઝિટિવઃ– ઘરમાં કોઈ ધાર્મિક આયોજનને લગતી યોજના બનશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી પણ રાહત મળશે. કામ વધારે રહેશે, પરંતુ તમે તમારી કાર્ય કુશળતા અને ઊર્જાથી તેને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.
નેગેટિવઃ– બાળકોના કરિયરને લઈને ચિંતા રહી શકે છે. સમય આવે ત્યારે પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે. પાડોસીઓ સાથે કોઈ નાની વાતને લઈને વિવાદ થઈ શકે છે. અન્ય લોકોની સમસ્યાઓથી દૂર રહો.
વ્યવસાયઃ– પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં સાવધાની જાળવો.
લવઃ– વધારે કામના કારણે પરિવારને સમય આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ– વધારે કામના ભારને લીધે શારીરિક અને માનસિક શાક રહી શકે છે.
——————————–
વૃષભઃ–
પોઝિટિવઃ– સમય ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક વિચાર રાખવાનો છે. તમે સંપૂર્ણ મહેનત અને લગનથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. કોઈ સંબંધીને ત્યાં ઉત્સવ વગેરેમાં પણ સામેલ થવાનો અવસર મળી શકે છે.
નેગેટિવઃ– વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. નહીંતર કોઈ વિવાદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. સંતાનને લગતી પરેશાનીમાં તેમનો સહયોગ કરવો તથા મનોબળ જાળવી રાખવું તમારી જવાબદારી છે.
વ્યવસાયઃ– આ સમયે માર્કેટિંગ તથા મીડિયાને લગતા કાર્યોમાં તમારો સમય ખરાબ ન કરો.
લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– આ સમયે તણાવનો પ્રભાવ તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.
——————————–
મિથુનઃ–
પોઝિટિવઃ– પારિવારિક તથા સામાજિક ગતિવિધિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું ખાસ યોગદાન રહેશે. તમારો પોઝિટિવ તથા ઉદારવાદી દૃષ્ટિકોણ સંબંધો તથા ઘર-પરિવારમાં પણ સંબંધને વધારે મજબૂત કરશે.
નેગેટિવઃ– થોડી વ્યક્તિગત સમસ્યાઓના કારણે ભાઈઓ સાથે સંબંધ ખરાબ થવાની પણ સ્થિતિ બની શકે છે. અન્ય લોકોના મામલે વધારે દખલ ન કરો. બાળકોની સંગત અને ગતિવિધિઓ ઉપર નજર રાખો.
વ્યવસાયઃ– વ્યવસાયમાં કામ વધારે રહેવાના કારણે થોડી અથોરિટી પોતાના કર્મચારીઓને પણ આપવી યોગ્ય રહેશે
લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતના કારણે દિવસ અસ્ત-વ્યસ્ત રહી શકે છે.
——————————–
કર્કઃ–
પોઝિટિવઃ– થોડા રાજનૈતિક કે સામાજિક સંબંધોથી તમને ફાયદો થવાની આશા છે, એટલે પોતાના સંપર્કોને વધારે મજબૂત કરો. તમારી સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન રહેશે.
નેગેટિવઃ– જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં, તેના કારણે વર્તમાનમાં પણ સમસ્યા ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાને લગતું અનુકૂળ પરિણામ ન મળવાથી મન થોડું પરેશાન રહી શકે છે.
વ્યવસાયઃ– ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. તમને કોઈ મહત્ત્વપૂર્ણ કામ મળી શકે છે.
લવઃ– જીવનસાથીનો સહયોગ તમારા મનોબળ અને આત્મવિશ્વાસને જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ– વધારે કામના કારણે થાક રહી શકે છે.
——————————–
સિંહઃ–
પોઝિટિવઃ– તમે તમારા વ્યક્તિગત સંબંધને મહત્ત્વ આપશો. તમે ઘર-પરિવારની જરૂરિયાતો અંગે પણ જાગરૂત રહી શકો છો. કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત ખૂબ જ ઉત્તમ રહી શકે છે. ખાસ મુદ્દા અંગે વિચાર પણ થશે.
નેગેટિવઃ– વર્તમાન પરિસ્થિતિઓ વધારે અનુકૂળ નથી. એટલે ધૈર્ય જાળવી રાખો. સંતાન સાથે સંબંધિત કોઈ આશા પૂર્ણ ન થવાના કારણે મન નિરાશ રહી શકે છે.
વ્યવસાયઃ– વ્યક્તિગત કાર્યોના કારણે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.
લવઃ– પારિવારિક જીવન સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
——————————–
કન્યાઃ-
પોઝિટિવઃ– ગ્રહ ગોચર પૂર્ણ તમારા પક્ષમાં છે. સમયનો ભરપૂર સહયોગ કરો. બાળકોના અભ્યાસને લગતી થોડી લાભદાયક યોજનાઓ ફળીભૂત થશે. તેનાથી બાળકોમાં આત્મવિશ્વાસ પણ વધશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો.
નેગેટિવઃ– તમારા કોઈ વ્યવહારના કારણે ઘરમાં કોઈ ગેરસમજ ઊભી થઈ શકે છે. જો કોઈ વાહનને લગતી લોન લેવાની યોજના બની રહી છે, તો તેના અંગે ફરી વિચાર કરવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ– માર્કેટમાં તમારી છાપ ખૂબ જ સારી રહી શકે છે.
લવઃ– ઘર કે વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો પરેશાન કરી શકે છે.
——————————–
તુલાઃ–
પોઝિટિવઃ– તમે તમારા કામ પ્રત્યે અનોખી હોશિયારીનું પ્રદર્શન કરશો. સ્ત્રીઓ પોતાના ઘરેલૂ કાર્યોને સહજતા અને સરળતા સાથે પૂર્ણ કરી લેશો અને પોતાના વ્યક્તિગત કાર્યો ઉર પણ તેમનું ધ્યાન કેન્દ્રિત રહેશે. કોઈ મહત્ત્વપૂર્ણ યાત્રા પણ શક્ય છે.
નેગેટિવઃ– તમારી ઇચ્છાઓની પૂર્તિ માટે વધારે કોશિશ કરવી પડી શકે છે. ક્યારેક-ક્યારેક કોઈ નકારાત્મક વાત તમને ઠેસ પહોંચાડી શકે છે. ઘરના વડીલ સભ્યોના સ્વાસ્થ્ય તથા માન-સન્માન પ્રત્યે વધારે ધ્યાન રાખો.
વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે ચાલી રહેલી પરેશાનીઓથી આજે થોડી રાહત મળી શકે છે.
લવઃ– પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.
સ્વાસ્થ્યઃ– નાની-મોટી સિઝનલ બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.
——————————–
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– ઘરમાં નવી વસ્તુ કે ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદદારી માટે સારો સમય પસાર થશે. રોકાણને લગતા કાર્યો પણ સંપન્ન થશે. હિંમત અને સાહતના બળે તમે મુશ્કેલમાં મુશ્કેલ કામને પણ સરળતાથી પૂર્ણ કરી લેશો.
નેગેટિવઃ– કોઈ નજીકના સંબંધીને લગતા અપ્રિય સમાચાર મળવાથી મન દુઃખી થઈ શકે છે. તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડી શકે છે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ અને કરિયરને લઈને વધારે ફોકસ રહેશે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કરિયરને લગતું કોઈ સપનું સાકાર થઈ શકે છે.
લવઃ– જીવનસાથીનો સહયોગ તમારા મનોબળ અને આત્મવિશ્વાસને વધારશે.
સ્વાસ્થ્યઃ– અસંતુલિત ભોજનના કાણે પેટની સિસ્ટિમ ખરાબ થઈ શકે છે.
——————————–
ધનઃ–
પોઝિટિવઃ– આજે કોઈ મોટી દુવિધા દૂર થવાથી માનસિક સુકૂન રહેશે. કોઈ પૂર્વ યોજનાને શરૂ કરવાનો અનુકૂળ સમય છે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ જળવાયેલો રહેશે. કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બની શકે છે.
નેગેટિવઃ– અન્ય લોકોના મામલે વિના માગ્યે સલાહ આપશો નહીં. કોઈ મુશ્કેલી અચાનક ઊભી થઈ શકે છે. વધારે ઈગો રાખવાના કારણે તમારા બનતા કામ પણ ખરાબ થઈ શકે છે. સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો.
વ્યવસાયઃ– ફોન ઉપર કોઈ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ તમારા માટે લાભદાયી સ્થિતિઓ બનાવશે.
લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની જાળવવાની જરૂરિયાત છે.
——————————–
મકરઃ–
પોઝિટિવઃ– આજે મોટાભાગના કામ દિવસના પહેલાં ભાગમાં પૂર્ણ કરવાની કોશિશ કરો. કોઈ અટવાયેલાં રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. ઘરની દેખરેખ કે રિનોવેશનને લગતી યોજનાઓ બનશે.
નેગેટિવઃ– બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહેશે. કોઈ અપ્રિય સમાચાર મળવાથી મનમાં નિરાશા રહેશે. ઘરમાં વધારે દખલ કરવાથી પરિવારના લોકોમાં પરેશાની ઊભી થઈ શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે,
લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશરને લગતી પરેશાની વધી શકે છે
——————————–
કુંભઃ–
પોઝિટિવઃ– આધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં તમારો રસ વધશે તથા તમે તમારી અંદર અદભૂત શાંતિ અનુભવ કરશો. પારિવારિક જવાબદારીઓને ઘરના સભ્યોમાં વહેંચવાની કોશિશ કરો. તમને તમારા વ્યક્તિગત કાર્યો માટે વધારે સમય મળી શકે છે.
નેગેટિવઃ– બેંક કે રોકાણને લગતા કોઈ કામમાં ગડબડ થવાથી મનમાં થોડો તણાવ રહી શકે છે. ધૈર્ય અને સંયમથી કામ લેવું. યુવાઓ મોજ-મસ્તીના કારણે પોતાના મહત્ત્વપૂર્ણ કાર્યો પ્રત્યે બેદરકારી કરશે, જેના કારણે નુકસાન થઈ શકે છે.
વ્યવસાયઃ– વ્યક્તિગત ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.
લવઃ– પારિવારિક સંબંધ મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
——————————–
મીનઃ–
પોઝિટિવઃ– આજે તમને જે સુખની ઇચ્છા હતી, તે પ્રાપ્ત થશે. તમારું આત્મ વિશ્લેષણ તથા આત્મમંથન કરીને તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવશો. કોઈ નવા કાર્યની રૂપરેખા પણ બની શકે છે.
નેગેટિવઃ– હાલ આર્થિક મામલે હાથ થોડો તંગ રહી શકે છે. એટલે બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો. પોતાને સાબિત કરવા માટે હાલ વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. ઉતાવળમાં કરેલાં કાર્યો ખરાબ પણ થઈ શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી યોગ્યતા અને ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરો
લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં ઇગોની સ્થિતિ બની શકે છે.
સ્વાસ્થ્યઃ– ઉધરસ અને તાવની સ્થિતિ રહી શકે છે.