Rashifal

શુક્રવારનું રાશિફળ:એક સાથે બે શુભયોગ, પરંતુ ફાયદો વૃષભ સહિત માત્ર રાશિઓને જ ગ્રહોનો સાથ મળશે

2 ડિસેમ્બર, શુક્રવારના રોજ સિદ્ધિ અને ધ્વજ નામના બે શુભ યોગ સર્જાઈ રહ્યા છે. તેને કારણે બિઝનેસની બાબતોમાં વૃષભ રાશિના જાતકોનો દિવસ શુભ રહેશે. મિથુન રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ રાશિના નોકરિયાત લોકો અને બિઝનેસ કરનારાઓ માટે પણ દિવસ સારો છે. તુલા રાશિના લોકોને ગ્રહોનો સાથ મળશે. નોકરી અને બિઝનેસમાં મહેનત કરવાથી ધાર્યાં પરિણામ પણ પ્રાપ્ત થશે. આ સિવાય કન્યા રાશિના જાતકોને નુકસાન થવાના યોગ છે. અન્ય રાશિઓ માટે દિવસ સામાન્ય રહેશે.

2 ડિસેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– દિવસ થોડો મિશ્રિત પ્રભાવ આપનાર રહેશે. બપોર પછી પરિસ્થિતિ પહેલાની જેમ અનુકૂળ થઈ જશે. તમારી યોગ્યતા અને આવડતના સમાજ અને સંબંધીઓ વચ્ચે વખાણ થશે. વિદ્યાર્થીઓને આશા પ્રમાણે પરિણામ મળવાથી રાહત મળી શકે છે.

નેગેટિવઃ– ઉતાવળ અને ભાવુકતામાં કોઈપણ નિર્ણય ન લેશો. તેનાથી બનતું કામ ખરાબ થઈ શકે છે. વાહન કે કોઈ મોંઘાં સાધન ખરાબ થવાથી ખર્ચ પણ સામે આવી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં ગતિવિધિઓ થોડી મંદ રહેશે.

લવઃ– પતિ-પત્નીમાં તાલમેલ યોગ્ય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ અને ખભાના દુખાવાના કારણે પરેશાન રહી શકો છો.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી તમે જે સફળતા પ્રાપ્ત કરવા માટે કોશિશ કરી રહ્યા હતાં, આજે તમને તે લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે. સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે હળવા-મળવાનું થશે. કામકાજી મહિલાઓ પોતાની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવી શકે છે.

નેગેટિવઃ– આર્થિક સ્થિતિમાં કોઈ પ્રકારની ચડ-ઊતર રહી શકે છે. આ સમયે કોઈ પ્રકારની યાત્રા કરવાનું ટાળો. કેમ કે તેમાં સમય અને રૂપિયા નષ્ટ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમે જે ફેરફાર કર્યો છે, તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ખાનપાનનું ધ્યાન રાખો.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– સમય શાંતિદાયક અને ધનદાયક છે. તમે કોઈ નવી તકનીકનો પ્રયોગ કરીને તમારા કાર્યોને આગળ વધારશો અને સફળ પણ થશો. છેલ્લાં થોડા સમયથી કોઈ સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજનું પણ નિવારણ થશે.

નેગેટિવઃ– કાર્યશૈલી અને યોજનાઓને બધા આગળ જાહેર ન કરો. થોડી ચાલાક પ્રવૃત્તિના લોકો તમારી યોજનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. યુવાઓ પ્રેમ સંબંધોમાં પડીને પોતાના કરિયર અને અભ્યાસ સાથે બેદરકારી કરી શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં કરવામાં આવતી મહેનત અને પરિશ્રમનું યોગ્ય પરિણામ મળવાનો સમય આવી ગયો છે.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– કોઈ મિત્ર દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સમાચાર મળી શકે છે. દિવસ સારો પસાર થશે. યોગ્ય સમયે કરેલાં કાર્યોનું પરિણામ પણ યોગ્ય મળી શકે છે. આર્થિક સ્થિતિ પણ ખૂબ જ સારી રહે તેવી શક્યતાઓ છે.

નેગેટિવઃ– સાવધાન રહો કેમ કે અચાનક જ કોઈ મુશ્કેલી પણ સામે આવી શકે છે. કામના દબાણના લીધે તમે કોઇ જગ્યાએ ફસાયેલા અનુભવ કરી શકો છો. થોડા લોકો તમારાં કાર્યોમાં વિઘ્ન ઊભું કરવાની કોશિશ કરી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી યોજનાઓ આજે ફળીભૂત થઈ શકે છે.

લવઃ– લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકોએ નિયમિત તપાસ કરાવવી.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમે તમારા કામ સમજી-વિચારીને તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરશો. કોઇ અટવાયેલા કે ઉધાર આપેલા રૂપિયા પાછા મળવાના યોગ છે.

નેગેટિવઃ– ઘરના કોઈ સભ્યના લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને લઇને ચિંતા રહી શકે છે. શાંતિથી સમાધાન શોધવાની કોશિશ કરો. ઘરની દેખરેખ તથા મનોરંજનને લગતી વસ્તુઓની ખરીદદારી પર ખર્ચ વધી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં થોડા ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે.

લવઃ– તમારા કાર્યોમાં જીવનસાથી કે પરિવારના લોકોનો સહયોગ તમારી ચિંતાને ઘટાડી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– દિવસ તમારા મન પ્રમાણે પસાર થશે. શારીરિક અને માનસિક રૂપથી તમે પોતાને તંદુરસ્ત રાખશો. તમારા પ્રિયજનોની મદદ કરવી તમને સુખ આપી શકે છે. જીવનશૈલીને પણ ઉન્નત બનાવવા માટે કોશિશ કરતા રહો.

નેગેટિવઃ– દિવસના બીજા ભાગમાં કોઈ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ શકે છે. નાની-નાની વાતો અંગે કોઈ સાથે વધારે ગુંચવાશો નહીં. તેનાથી તમારા માન-સન્માનમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ– કરિયર અને કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવા માટે તમે ખૂબ જ કોશિશ કરશો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– તમને જે સુકૂનની શોધ હતી, આજે તે પ્રાપ્ત થઈ શકે છે. થોડાં નવાં કાર્યોને લગતી યોજના બની શકે છે. અધ્યાત્મિક સ્તરે પણ તમારો રસ વધી શકે છે.

નેગેટિવઃ– લોકો સાથે સંપર્ક સ્થાપિત કરતી સમયે ધ્યાન રાખો કે જેમના ઉપર વધારે વિશ્વાસ કરો છો તે તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. તમારું કોઈ સપનું અધૂરું રહેવાના કારણે મન નિરાશ થઈ શકે છે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.

લવઃ– પતિ-પત્ની એકબીજા સાથે તાલમેલ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામના ભારને લીધે બ્લડ પ્રેશરને લગતી તકલીફ વધી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– થોડી પારિવારિક જવાબદારીઓ વધશે તથા તમે તેને યોગ્ય રીતે પૂર્ણ કરી શકો છો. તમે સંપૂર્ણ રીતે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેશો. વિદ્યાર્થીઓને પણ તેમની મહેનતનું યોગ્ય પરિણા મળવાથી સુકૂન અને રાહત મળી શકે છે.

નેગેટિવઃ– કોઈપણ પ્રકારનું બેંકિંગનું કામ કરતી સમયે વધારે સાવધાની જાળવો. કોઇ પ્રકારની ભૂલ થવાથી પરેશાની વધી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. વધારે કામની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રની આંતરિક વ્યવસ્થામાં સુધાર આવી શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ પોઝિટિવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લગતી થોડી પરેશાનીઓ બની શકે છે.

——————————–

ધનઃ-

પોઝિટિવઃ– આજે કોઈ અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી અનેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. કોઈ પૂર્વ યોજનાનું નિવારણ થઈ શકે છે. કોઈ યોજના શરૂ કરવા માટે યોગ્ય સમય છે. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાં લાગી રહેશે.

નેગેટિવઃ– કોઈ નજીકના સંબંધીના સ્વાસ્થ્યને લઈને મનમાં થોડા અશુભ વિચાર આવી શકે છે. થોડો સમય અધ્યાત્મિક તથા ધાર્મિક ગતિવિધિઓમાં પસાર કરો. તેનાથી તમને માનસિક સુકૂન મળી શકે છે.

વ્યવસાયઃ– કરિયર સાથે જોડાયેલી સમસ્યાઓનું આજે થોડું સમાધાન મળી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ અને મધુર જળવાયેલું રહેશે,

સ્વાસ્થ્યઃ– થોડો સમય તમારા આરામ માટે પણ કાઢો.

——————————–

મકરઃ-

પોઝિટિવઃ– દિવસ સુખ-શાંતિપૂર્ણ રહેશે. મિત્રો સાથે મુલાકાત તથા કોઇ વિશેષ વિષય અંગે વાર્તાલાપ થવાથી મનને શાંતિ મળી શકે છે. નવી-નવી જાણકારીઓ પણ પ્રાપ્ત થઈ શકે છે. ઘરના સભ્યો સાથે પણ યોગ્ય સમય પસાર કરવાથી પોઝિટિવ વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– કોઇ જગ્યાએથી અશુભ સમાચાર મળી શકે છે. જેના કારણે મન નિરાશ રહેશે. રોકાણને લગતા કોઈપણ કામ કરતા પહેલાં યોગ્ય તપાસ કરી લો. શક્ય હોય તો આજે આ કામ ટાળો.

વ્યવસાયઃ– વેપારમાં આજે વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– તમે જે લક્ષ્ય અને આશાને લગતાં સપનાં જોયાં હતાં, આજે તે પૂર્ણ થવાનાં છે. બાળકોના ભવિષ્યને લઇને પણ પ્લાનિંગ અને યોજનાઓ બનશે. જે પોઝિટિવ સાબિત થશે. પોતાને સાબિત કરવા માટે ગ્રહ સ્થિતિ સારા સમયનું નિર્માણ કરી રહી છે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધી સાથે સામાન્ય વાતને લઇને વિવાદ થઈ શકે છે. જેના કારણે સંબંધ ખરાબ થઈ શકે છે. જો ઘરમાં કોઇ નવી વસ્તુ કે ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદદારીની યોજના બની રહી છે તો શોપિંગ કરતી સમયે બજેટનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– આ સમયે વ્યાવસાયિક વાતાવરણ તમારા પક્ષમાં રહી શકે છે.

લવઃ– તમે પ્રબળતાથી પ્રેમ અને રોમાન્સ જેવી ગતિવિધિઓ તરફ આકર્ષિત થશો.

સ્વાસ્થ્યઃ– વધારે ભાગદોડના કારણે થાક અને માથાનો દુખાવો રહી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે મોટાભાગનો સમય ઘરેલુ કાર્યોમાં તથા પરિજનો સાથે પસાર થશે. જેના દ્વારા તમે ખૂબ જ રિલેક્સ અનુભવ કરી શકો છો. ઘરમાં કોઈ ધાર્મિક ગતિવિધિ પણ થવાથી પોઝિટિવિટી બની શકે છે. આર્થિક પક્ષ પણ સારો રહેશે.

નેગેટિવઃ– દિવસના બીજા ભાગમાં કોઇ ચિંતા પણ રહેશે. થોડા વિરોધી ઈર્ષ્યાની ભાવનાથી તમારા અંગે ખોટી વાતો ફેલાવી શકે છે. પરંતુ તેના કારણે તમારા માન-સન્માન ઉપર નકારાત્મક પ્રભાવ પડશે નહીં.

વ્યવસાયઃ– વ્યાવસાયિક દૃષ્ટિએ સમય ઉત્તમ રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણમાં કોઈ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published.