Rashifal

શુક્રવારનું રાશિફળ:અશુભ યોગને લીધે તમામ જાતકોએ સાવચેતી રાખવી, માત્ર 3 રાશિ માટે શુભ દિવસ

22 જુલાઈ, શુક્રવારના રોજ ચંદ્ર મેષ રાશિમાં રહેશે. આ દિવસે ભરણી નક્ષત્ર હોવાને કારણે મગ્દર નામનો અશુભ યોગ સર્જાઈ રહ્યો છે. આ યોગમાં કોઇપણ કામ કરતી વખતે વધારાની સાવચેતી રાખવી પડશે, નહીંતર નુકસાન થઈ શકે છે. શુક્રવારે શિવલિંગની પૂજા કર્યા પછી જ દિવસની શરૂઆત કરવી. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે શુક્રવારે કર્ક, તુલા અને મીન રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. આ લોકોને તેમની મહેનતનું ફળ મળી શકે છે. મિથુન રાશિના જાતકો સાવચેત રહેશે તો નુકસાનથી બચી શકે છે.

22 જુલાઈ, શુક્રવારનો દિવસ તમારી ચંદ્ર રાશિ પ્રમાણે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બી પાસેથી જાણો.

મેષઃ

પોઝિટિવઃ– આજે તમારા વિશ્વાસ તથા કાર્યક્ષમતા દ્વારા સ્થિતિઓને તમે સારી બનાવવાની કોશિશ કરશો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઈ પ્રકારે પ્રોપર્ટીને લગતો કોઈ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો

નેગેટિવઃ– બહારના વ્યક્તિઓ અને મિત્રોની સલાહ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. એટલે તેમની વાતો ઉપર વિશ્વાસ ન કરીને પોતાના નિર્ણયોને જ સર્વોપરિ રાખો. કાર્યો પ્રત્યે વધારે મહેનત પણ કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– વેપારમાં કોઈપણ પ્રકારના રિસ્ક લેવાની પ્રવૃત્તિથી બચવું.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઈ પારિવારિક મુદ્દાને લઈને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– મોટાભાગનો સમય ઘરની સજાવટ તથા દેખરેખને લગતાં કાર્યો અને ખરીદદારીમાં પસાર થશે. ઘરના વડીલોની સેવા અને દેખરેખનું ધ્યાન રાખો. તેમના આશીર્વાદ અને સ્નેહ તમારા માટે સંજીવનીનું કામ કરશે.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓને તેમના મન પ્રમાણે કોઈ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી નિરાશ રહેશે. તમારું મનોબળ જાળવી રાખો અને કોશિશ કરતા રહો. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ– તમામ નકારાત્મક પરિસ્થિતિઓના કારણે હાલ વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– શારીરિક રીતે થોડું અસ્વસ્થ અનુભવ કરશો.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આ સમયે ગ્રહ ગોચર તથા ભાગ્ય તમારા પક્ષમાં છે. કોશિશ કરતા રહો, તમારા મોટાભાગનાં કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. જેથી મનમાં સુકૂન રહેશે. હકારાત્મક પ્રગતિના લોકો સાથે મેલજોલ વધશે.

નેગેટિવઃ– થોડા લોકો ઈર્ષ્યાની ભાવના સાથે તમારા પીઠ પાછળ તમારી આલોચના કરી શકે છે. આવા લોકોથી દૂર રહો. તેમની સાથે વિવાદ કરશો નહીં. ઘરના કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યના કારણે ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ– આજે તમારો મોટાભાગનો સમય બહારની ગતિવિધિઓ તથા માર્કેટિંગને લગતા કાર્યોમાં પસાર કરો.

લવઃ– સંતાનની હાજરી પ્રાપ્ત થવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– વારસાગત બીમારીને લગતી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– ઘરમાં ખાસ સંબંધીઓ આવવાથી ચહેલપહેલ અને વ્યસ્તતા રહેશે. તમે તમારા વ્યક્તિત્વનો વ્યવહારને નિખારવા માટે જે કોશિશ કરી રહ્યા છો, તેમાં તમે સફળ થશો. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ– તમારા સ્પર્ધકો તમારી વિરૂદ્ધ થોડા ષડયંત્ર રચી શકે છે. એટલે નાની વાતને પણ ઇગ્નોર ન કરો. સાવધાન રહો. તમારા ગુસ્સા અને આવેગ ઉપર કંટ્રોલ રાખો. તમારો સહજ અને સંયમિત સ્વભાવ તમારા માન-સન્માનને જાળવી રાખશે.

વ્યવસાયઃ– દિવસની શરૂઆતમાં થોડી ભાગદોડ વધી શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– વધારે કામના કારણે થાક અનુભવ થઈ શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– તમારી યોગ્યતા લોકો સામે પ્રગટ થશે એટલે લોકોની ચિંતા ન કરીને તમારા મન પ્રમાણે કાર્યો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. પહેલાં તો અફવાહ ઉઠશે. પરંતુ તમને સફળતા પ્રાપ્ત થવાથી આ લોકો તમારા પક્ષમાં થઈ જશે.

નેગેટિવઃ– ક્યારેક તમારું મન વિચલિત થઈ શકે છે. એટલે તમારા મનને સંયમિત કરીને રાખવું અતિ જરૂરી છે. વિજય પ્રાપ્ત થવાથી ઈગો અને ઘમંડ તમારા ઉપર હાવી થઈ શકે છે. સાવધાન રહો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં લગભગ બધા કામ નિર્વિઘ્ન પૂર્ણ થતા જશે.

લવઃ– કોઈ વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ તથા સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આજનું ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક અને સુખમય પરિસ્થિતિ બનાવી રહ્યું છે એટલે એકાગ્ર ચિત્ત થઈને તમારા કાર્યો ઉપર ધ્યાન આપો. આળસને હાવી થવા દેશો નહીં. આર્થિક સ્થિતિ હાલ સારી રહેશે.

નેગેટિવઃ– ઘરમાં બાળકોના મિત્રો અને તેમની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે. કેમ કે કોઈ ખોટા રસ્તે જવાની શક્યતા બની શકે છે. કોઈ સાથે વિવાદ કર્યા વિના શાંતિ અને સમજદારી સાથે કામ લો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ થોડી સારી બની શકે છે.

લવઃ– પરિવાર સાથે મનોરંજનનાં કાર્યોમાં સમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– વાતાવરણમાં ફેરફારની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે સમય અને ભાગ્ય તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે. તમે જે કામને હાથમા લેશો તે કામ યોગ્ય રીતે પૂર્ણ થઈ જશે. તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. વિદ્યાર્થી વર્ગને પણ તેમની મહેનત દ્વારા અચાનક જ કોઈ સફળતા મળી શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે નાણાકીય કાર્યોમાં હિસાબ કિતાબ કરતી સમયે કોઈ પ્રકારની ગેરસમજ થઈ શકે છે. કોઈપણ દસ્તાવેજ કે પેપરને લગતા કાર્યો કરતાં પહેલાં તેને યોગ્ય રીતે વાંચી લેવા જોઈએ.

વ્યવસાયઃ– વેપારમાં મેન્યુફેક્ચરિંગને લગતાં કાર્યો ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– નસમાં દુખાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે. કોઈ ધાર્મિક યાત્રાને લગતી યોજના પણ બનશે. કોઈ મહત્ત્વપૂર્ણ કે રાજનૈતિક વ્યક્તિ સાથે મુલાકાત થશે. જે તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ– પરિવારના જ કોઈ વ્યક્તિના વ્યવહારિક જીવનમાં થોડો તણાવ ઊભો થવાથી ચિંતા રહી શકે છે. બહારના વ્યક્તિઓની દખલથી સમસ્યા વધારે ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ– આર્થિક રીતે આજનો દિવસ તમારા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઈ ગેરસમજને લઈને તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ અને માંસપેશીઓનો દુખાવો પરેશાન કરી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે તમારી આર્થિક યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. એટલે કોશિશ કરતા રહો અને સફળતા પ્રાપ્ત કરો. રોકાણને લગતા કાર્યો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારું નિસ્વાર્થ યોગદાન સમાજમાં તમને સન્માનિત કરશે.

નેગેટિવઃ– કોઈપણ પ્રકારના નકારાત્મક સંપર્ક સૂત્રોથી દૂર રહો. તમારી કોઈ ગુપ્ત વાત જાહેર થઈ શકે છે જેનું ખરાબ પરિણામ તમારા પરિવાર ઉપર પડી શકે છે. કોઈની નકારાત્મક યોજનાનો પણ શિકાર તમે બની શકો છો.

વ્યવસાયઃ– માર્કેટમાં તમારી યોગ્યતા અને પ્રતિભાને લોકો ઓળખશે.

લવઃ– તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓ અને ગતિવિધિઓમાં જીવનસાથીને સામેલ કરો

સ્વાસ્થ્યઃ– ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન કરો.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક લાભદાયી અને સન્માનજનક રહેશે. તેમની સાથે સમય પસાર કરવો અને સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેવો તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવશે.

નેગેટિવઃ– તમારા જ થોડા મિત્ર તમારી પરેશાનીનું કારણ બની શકે છે. તેમની વાતો ઉપર વિશ્વાસ ન કરીને તમારી કાર્યક્ષમતા દ્વારા જ બધા નિર્ણય લો તો ઉત્તમ રહેશે. કોઈ પ્રકારનું આર્થિક નુકસાન થવાન શક્યતા છે.

વ્યવસાયઃ– વ્યાપારિક નોલેજ ધરાવતા વ્યક્તિઓ સાથે થોડો સમય પસાર કરો.

લવઃ– તમે તમારા કામના કારણે પરિવાર ઉપર ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– થાકના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેન શરૂ થઈ શકે છે

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આ લોકોની ચિંતા ન કરીને તમારા મન પ્રમાણે કાર્યો ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખો. તમને ચોક્કસ જ સફળતા પ્રાપ્ત થશે. સામાજિક ગતિવિધિઓમાં તમે આગળ વધીને ભાગ લઈ શકો છો. જેથી થોડા નકારાત્મક પ્રવૃત્તિના લોકો આજે તમારા માટે પરેશાની ઊભી કરવાની કોશિશ કરશે.

નેગેટિવઃ– ઘરના વડીલ લોકોની સલાહ ઉપર ધ્યાન આપો. તમને કોઈ મહત્ત્વપૂર્ણ સલાહ મળી શકે છે. જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારા મનને સંયમિત રાખો તથા ઈગોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– વેપારમાં આજે ગ્રહ સ્થિતિઓ તમારા માટે ખાસ રહી શકે છે.

લવઃ– પારિવારિક જીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરને લગતા લોકોએ પોતાનું ધ્યાન રાખવું.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે અચાનક જ કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના પ્રાપ્ત થઈ શકે છે. કોઈ અટવાયેલી જમીન-જાયદાદને લગતા કાર્યોમાં પણ સફળતા મળવાના યોગ બની રહ્યા છે. કોઈ ખાસ વ્યક્તિ કે મિત્ર સાથે મુલાકાત તમને ખૂબ જ વધારે પ્રસન્ન અને પ્રફુલ્લિત કરશે.

નેગેટિવઃ– મનમાં થોડી અનહોની જેવી શક્યતાથી ભય રહેશે, પરંતુ આ માત્ર તમારો ભ્રમ જ છે એટલે તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. ક્યારેક તમારો અધિકાર પૂર્ણ સ્વભાવ તમને નિરાશ કરી શકે છે.

વ્યવસાયઃ– તમારો ઉચ્ચ અધિકારીઓ અને અનુભવી વ્યક્તિઓનો સહયોગ પ્રાપ્ત થશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ બની રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને એસિડિટીના કારણે દિનચર્યા થોડી અસ્ત-વ્યસ્ત રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published.