Rashifal

ગુરુવારનું રાશિફળ:ગુરુવારે કુંભ જાતકો પોતાના દિવસની શરૂઆત ખૂબ જ પોઝિટિવ વિચારો સાથે કરશે, અચાનક લાભની યોજના પણ બનશે

21 જુલાઈ, ગુરુવારના રોજ ધૃતિ તથા માનસ નામના બે શુભ યોગ બની રહ્યા છે. વૃષભ, કન્યા તથા કુંભ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ રહેશે. તુલા રાશિના અટકેલા કામો પૂરા થશે. વૃશ્ચિક રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ ઉપરાંત મિથુન તથા કર્ક રાશિ જોખમી રોકાણ કરવાનું ટાળે. નુકસાન થવાની શક્યતા છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

21 જુલાઈ, ગુરુવારનો દિવસ તમારી ચંદ્ર રાશિ પ્રમાણે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણી લો.

મેષઃ

પોઝિટિવઃ– વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડાં મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો.

નેગેટિવઃ– યોજના બનાવવાની સાથે-સાથે તેને શરૂ કરવા અંગે પણ ધ્યાન આપો. બપોર પછી પરિસ્થિતિ થોડી અનુકૂળ થઇ શકે છે. ખર્ચ કરતી સમયે બજેટને ઇગ્નોર કરશો નહીં. નહીંતર પછતાવું પડી શકે છે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજે તમે થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકે છો જે તમારી આર્થિક સ્થિતિ અને ઘરની વ્યવસ્થાને ઉત્તમ બનાવી રાખવામાં મદદગાર રહી શકે છે. ધર્મ-કર્મ અને સમાજસેવી કાર્યોમાં પણ તમારો રસ રહી શકે છે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. કોઇ નજીકના મિત્ર કે સંબંધી જ તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે. મનોરંજન સાથે-સાથે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક કાર્ય પ્રણાલીમાં થોડો ફેરફાર થઇ શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ યોગ્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારી દિનચર્યા અને ખાનપાન ઉપર ધ્યાન આપો.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– છેલ્લાં ઘણા સમયથી કોઇ અટવાયેલું કાર્ય આજે કોઇની મદદથી પૂર્ણ થઇ શકે છે. જેનાથી તમને સુકૂન અને રાહત મળી શકે છે. થોડો સમય બાળકો તથા ઘરની સમસ્યાઓને ઉકેલવામાં અને તેમની મદદ કરવામા પણ પસાર કરો.

નેગેટિવઃ– પબ્લિક રિલેશન્સમાં તમારી છાપને મજબૂત રાખવી જરૂરી છે. પાડોસીઓ કે બહારના વ્યક્તિઓ સાથે કોઇપણ પ્રકારે વિવાદ જેવી વાતોથી દૂર રહો. નજીકની યાત્રાને પણ ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ– ઓફિસમાં સ્ટાફ તથા કર્મચારીઓના સહયોગથી અટવાયેલી ગતિવિધિઓ ફરી શરૂ થઈ શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ ઉત્તમ જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે. તમારી ઊર્જાને યોગ્ય દિશામાં લગાવો. તમારી પોઝિટિવિટી અને સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતે ગતિવિધિઓ થતી જશે.

નેગેટિવઃ– તમારા અંહકાર ઉપર નિયંત્રણ રાખો. વર્તમાન સમય શાંતિ પૂર્વક અને ધૈર્યથી પસાર કરવાનો છે. એકબીજા સાથેનો સહયોગ જાળવી રાખો. વધારે ચર્ચા વિચારણામાં કોઇ સફળતા હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહી શકે છે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– વધારે શારીરિક કાર્યોના કારણે માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ ગોચર અનુકૂળ છે. સમાજ તથા પરિવારમાં તમારા કોઇ વિશેષ કાર્યના વખાણ થશે. બધી ગતિવિધિઓને વ્યવસ્થિત રૂપથી કરવા તથા તાલમેલ જાળવીને કરવામાં સફળતા મળશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો, વધારે ભાવુકતા પણ નુકસાનદાયી સાબિત થઇ શકે છે. હ્રદયની જગ્યાએ દિમાગથી નિર્ણય લો. જો ઘરમાં નિર્માણને લગતું કોઇ કામ ચાલી રહ્યું છે તો તેમાં વિઘ્ન આવી શકે છે. થોડા મહત્ત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે.

વ્યવસાયઃ– મીડિયા કે ઓનલાઇન કાર્યોને લગતા બિઝનેસમાં ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– ભારે તથા વાસી ભોજન ખાવાનું ટાળો.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયોના પોઝિટિવ પરિણામ મળી શકે છે. કોઇ સંબંધીના સ્વાસ્થ્યમાં સુધારને લગતી શુભ સૂચના મળવાથી મનમાં સુકૂન અને રાહત મળી શકે છે. વડીલોના આશીર્વાદ તથા માર્ગદર્શન ઉપર અમલ કરો.

નેગેટિવઃ– તમારી ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો. ખોટી વાતો તથા મામલાઓમાં તમારો સમય નષ્ટ ન કરો. આ સમયે વર્તમાન વાતાવરણના કારણે નેગેટિવિટી તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– તમારી યોજનાઓ તથા કાર્ય પ્રણાલીને સીક્રેટ રાખો.

લવઃ– પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે છતાંય વર્તમાન પરિસ્થિતિઓથી સાવધાન રહેવું.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ઊથલપાથલથી તમને આજે થોડો રાહત અનુભવ થશે. જે કાર્યની તમે આશા છોડી ચૂક્યા હતા આજે તેને લગતી કોઇ વાત બની શકે છે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને પ્લાનિંગ કરો.

નેગેટિવઃ– રૂપિયાના હિસાબ-કિતાબને લઇને થોડી શંકા રહી શકે છે. કોઇ મિત્રને લગતો કોઇ જૂનો વિવાદ ફરી ઊભો થઇ શકે છે. ગુસ્સે થવાની જગ્યાએ શાંતિથી તેનો ઉકેલ લાવો.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓ પહેલાંની જેમ જ ચાલતી રહેશે.

લવઃ– પરિવારજનો સાથે કોઇ ધાર્મિક ગતિવિધિ પૂર્ણ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થવાની શક્યતાઓ છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– દિવસ વ્યસ્ત રહી શકે છે. નજીકના સંબંધીઓના હાલચાલ જાણવા માટે ફોન દ્વારા તેમના સંપર્કમાં રહી શકો છો. એકબીજા સાથે વિચારોનું આદાન પ્રદાન બધાને સુકૂન આપશે. આર્થિક સ્થિતિ ઠીક રહી શકે છે.

નેગેટિવઃ– કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી પડી શકે છે. સાથે જ તમારી સુરક્ષાનું પણ ધ્યાન રાખવું. ક્યારેક સ્વભાવમાં તણાવ અને ચીડિયાપણું તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ– બિઝનેસને લગતા કોઈપણ નિર્ણય લેતા પહેલાં ફરી વિચાર કરવો જરૂરી છે.

લવઃ– વ્યસ્તતા સિવાય થોડો સમય પરિવાર સાથે વિતાવવો સુખ આપશે.

સ્વાસ્થ્યઃ– સુસ્તી અને થાક હાવી થઇ શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે તમારું કોઇ અધુરૂ સપનું સાકાર થઇ શકે છે. બપોર પછી ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. આ સમયનો ભરપૂર ઉપયોગ કરો. પોઝિટિવિ તથા સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતે કાર્ય સંપન્ન થતા જશે.

નેગેટિવઃ– ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન રાખો. કોઇ નજીકના વ્યક્તિ જ તમારી સમસ્યાનું કારણ બની શકે છે. આ સમયે ભાવનાઓની જગ્યાએ વ્યવહારિક થવાનો છે.

વ્યવસાયઃ– મશીન કે કારખાનાને લગતા વ્યવસાયમાં લાભદાયક ગતિવિધિઓ શરૂ રહેશે.

લવઃ– પતિ-પત્નીની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને વિવાદ શક્ય છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન જાળવો.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે પ્રોપર્ટીની ખરીદદારી કે વેચારને લગતી કોઇ ડીલ ફાઇનલ થઇ શકે છે. અવસરને ગુમાવશો નહીં. ઘર માટે સ્વાસ્થ્યને લગતી વસ્તુઓની ઓનલાઇન શોપિંગ થઇ શકે છે. અન્ય ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાના કાર્ય ઉપર વધારે ધ્યાન આપો.

નેગેટિવઃ– આજે કોઇપણ પ્રકારની ઉધારી ન આપો. બાળકોની ચિંતા રહી શકે છે. આ સમયે તેમને તમારા માર્ગદર્શનની જરૂરિયાત રહેશે. ખોટી વાતોમાં ધ્યાન ન આપીને તમારી વ્યક્તિગત સમસ્યાઓનો ઉકેલ લાવો.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ક્ષેત્રમાં કોઇ સ્પર્ધી સાથે વિવાદ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે.

લવઃ– તમારો મનમોજી સ્વભાવ પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– દિવસની શરૂઆત ખૂબ જ પોઝિટિવ વિચારો સાથે કરશો તો દિવસ સારો રહી શકે છે. આજે કોઇ અચાનક લાભની યોજના પણ પારિવારિક ચર્ચા-વિચારણાં સાથે થઇ શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનું સમાધાન પણ મળી શકશે.

નેગેટિવઃ– આળસ અને સુસ્તીના કારણે કોઇપણ કામને ટાળવાની કોશિશ ન કરો. કેમ કે, કોઇ અપ્રિય કે અશુભ સમાચાર મળવાથી તમારી કાર્ય ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓ ધીમી રહેવાના કારણે તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા તમારી આર્થિક સ્થિતિ યોગ્ય જાળવી રાખશો.

લવઃ– પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આ સમયે કંટાળાજનક દિનચર્યાથી રાહત મેળવવા માટે તમારા રસના કાર્યોમાં પણ સમય પસાર કરો. તમારી દબાયેલી પ્રતિભા અને યોગ્યતાને નિખારવાનો યોગ્ય સમય છે. તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે.

નેગેટિવઃ– આર્થિક સ્થિતિ નબળી રહેવાના કારણે તમારું ધ્યાન થોડી ખરાબ પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઇ શકે છે. એટલે આ સમયે તમે પોતાની જાતને પોઝિટિવ ગતિવિધિઓમાં જ વ્યસ્ત રાખો તો સારું

વ્યવસાયઃ– વ્યાવસાયિક દૃષ્ટિએ સમય થોડો અનુકૂળ રહી શકે છે.

લવઃ– ઘરની નાની-મોટી વાતોને વધારે ખેંચવી નહીં.

સ્વાસ્થ્યઃ– તમારી દિનચર્યા તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખી શકે છે.

Leave a Reply

Your email address will not be published.