news

કોરોના બ્લાસ્ટ:છેલ્લા 3 માસમાં 84 પોઝિટિવ કેસ નવા વર્ષના 5 જ દિવસમાં 90 કેસ

  • એક જ દિવસમાં શહેરમાં નવા 38 અને ગ્રામ્ય કક્ષાએ 2 પોઝિટિવ મળતા કુલ 40 કેસ નોંધાયા

ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આજે એક જ દિવસમાં કોરોના બ્લાસ્ટમાં 40 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જેમાં એકલા ભાવનગર શહેરમાં 38 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર ગ્રામ્ય પંથકમાં નવા બે કેસ નોંધાયા છે. ગત ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસમાં સમગ્ર શહેર અને જિલ્લામાં કુલ 84કેસ નોંધાયા હતા જ્યારે આ નવા વર્ષમાં પાંચ જ દિવસ વિત્યા છે ત્યાં 90 પોઝિટિવ કેસ થઇ ગયા છે. ભાવનગર શહેરમાં હાલ 105 દર્દીઓ કોરોનાની સારવારમાં છે જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 9દર્દી મળીને સમગ્ર શહેર અને જિલ્લામાં કુલ 114 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

ભાવનગર શહેરમાં આજ પણ કોરોનાનો કહેર ચાલુ રહ્યો હતો. જેમાં આજે 38 પોઝિટિવ કેસ મળ્યા હતા જેમાં 24 પુરૂષ અને 14 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં હાલ 105 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. આજ સુધીમાં ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના કુલ 14176 દર્દી મળ્યા છે અને તે પૈકી 13911 દર્દીઓ કોરનામુક્ત થઇ જતા રિકવરી રેઇટ ઘટીને 98.13 ટકા થઇ ગયો છે. જ્યારે કુલ ક્વોરેન્ટાઇનની સંખ્યા 711 છે.

ભાવનગર શહેરમાં બે વિદ્યાર્થી અને 3 ડોકટર કોરોના પોઝિટિવ
આજે ભાવનગર શહેરમાં 38 કેસ મળ્યા તેમાં 2 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યાં છે. જેમાં જ્ઞાનમંજરી ઇજનેરી કોલેજનો પ્રથમ વર્ષનો 1 વિદ્યાર્થી અને સરકારી મેડિકલ કોલેજનો બીજા વર્ષનો એક વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવ્યા છે. આ ઉપરાંત 9 દર્દી ટ્રાવેલિંગ હિસ્ટ્રીવાળા છે. સેન્ટ્રલ સોલ્ટ સ઼સ્થાનો એક કર્મચારી, સર તખ્તસિંહજી હોસ્પિટલના 3 ડોકટર, સરકારી ઇજેનરી કોલેજના એક પ્રોફેસર પોઝિટિવ આવ્યાં છે. રૂપાણીમાં એક ઘરના 3 સભ્યો અને હિલડ્રાઇવ ફુલાવડીમાં એક ઘરના ચાર સભ્યો કોરોના પોઝિટિવ જાહેર થયા છે. આ ઉપરાંત શહેરમાં કાળિયાબીડ, માણેકવાડી વિદ્યાનગર જેવા વિસ્તારમાંથી પોઝિટિવ કેસ મળ્યા હતા.

181 દિવસે બોટાદમાં કોરોનાની એન્ટ્રી
બોટાદ જિલ્લામાં છેલ્લે 7/7/21નાં રોજ કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયા બાદ 181 દિવસે ફરી બોટાદ શહેરમાં એક કેસ કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. જિલ્લામાં છેલ્લે 7/7/21નાં રોજ ગઢડા તાલુકાના લીમ્બોડા ગામે એક યુવકનો કરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ 181 દિવસ વિત્યા બાદ આજે બોટાદમાં આવેલ જમાઈ નગરમાં 15 વર્ષીય મંદબુધિ સગીરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે.

કોરોનાના કેસ
મહિનો કોરોનાના કેસ
1-5 જાન્યુ. 90 કેસ
ડિસેમ્બર 68 કેસ
નવેમ્બર 10 કેસ
ઓક્ટોબર 06 કેસ

Leave a Reply

Your email address will not be published.