Rashifal

મંગળવારનું રાશિફળ:મંગળવારના દિવસની ગ્રહ સ્થિતિ મિથુન જાતકો માટે અનુકૂળ રહેશે, વાણી ઉપર નિયંત્રણ રાખવું

4 જાન્યુઆરી, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દૃઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે.

નેગેટિવઃ– કોઇપણ પ્રકારના પેમેન્ટની લેવડ-દેવડમાં સાવધાની જાળવો અને અન્યની વાતોમાં આવશો નહીં. બાળકોની નકારાત્મક ગતિવિધિ કે સંગતિ તમારી પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– તમારા કામ પ્રત્યે અને વધારે મનન અને ચિંતન કરવામાં તમારી કાર્યપ્રણાલીમાં વધારે સુધાર આવશે.

લવઃ– પતિ-પત્ની એકબીજાને મહત્ત્વ આપશે.

સ્વાસ્થ્યઃ– પગમાં દુખાવાની સમસ્યા રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– ધાર્મિક તથા આધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ રહેશે. જેનાથી માનસિક સુકૂન મળશે. તમે તમારા વ્યક્તિગત કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સમર્થ રહેશો. ઘરમાં બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ– અપરિચિત વ્યક્તિઓ સાથે હળવા-મળવાનું રાખશો નહીં, તમે કોઇ દગાબાજીનો શિકાર થઇ શકો છો. તમારી યોજનાઓ અને ગતિવિધિઓની ચર્ચા કોઇની સામે ન કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં યોગ્ય રીતે કામ પૂર્ણ કરવાથી મોટાભાગના કામ પૂર્ણ થઇ જશે.

લવઃ– તમારા દરેક કાર્યમાં જીવનસાથીનો સહયોગ તમને ઊર્જાવાન જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– એલર્જી જેવી કોઇ પરેશાની વધી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારું કોઇ સપનું સાકાર થઇ શકે છે. કોઇ જગ્યાએ રોકાણ કરવું ફાયદાકારક સાબિત થશે. બધા કામ યોગ્ય રીતે પૂર્ણ થવાથી મનમાં પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે ક્યારેક-ક્યારેય તમારી કઠોર વાણીથી મોટાભાગના લોકોમાં નિરાશા ઊભી થઇ શકે છે. તમારી આ નકારાત્મક આદત ઉપર કાબૂ રાખો. વધારે મોજ-મસ્તી અને મિત્રો સાથે ખોટો સમય ખરાબ ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે તમારું પ્રભુત્વ જળવાયેલું રહેશે.

લવઃ– કોઇ નજીકના સંબંધી તરફથી શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખ રહેશે

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે તમારે સાચવવું પડશે.

——————————–

કર્કઃ-

પોઝિટિવઃ– આ સમયે યોગ્યતા અને ક્ષમતા ઉપર વધારે વિશ્વાસ રાખવો જરૂરી છે. અન્ય લોકોની સલાહ તમને વધારે ગુંચવી શકે છે. તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને સાકાર કરવાનો સમય છે.

નેગેટિવઃ– કોર્ટ-કચેરીને લગતો કોઇ મામલો ચાલી રહ્યો હોય તો આજે તેને લગતી કોઇ કાર્યવાહી ન કરો. સાથે જ રૂપિયા-પૈસાના મામલે કોઇના ઉપર પણ વિશ્વાસ ન કરીને બધા નિર્ણય જાતે જ લો. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં કોઇ પ્રકારની પરેશાની આવી શકે છે.

વ્યવસાયઃ– શેરબજાર, ચિટફંડ વગેરેને લગતી કોઇપણ ગતિવિધિઓમાં રસ ન લેશો.

લવઃ– પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે તમારી બેદરકારીના કારણે એસિડિટી અને ગેસની સમસ્યા વધશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે રૂટીનથી અલગ કઇંક નવું કરવાની કોશિશ કરો, તેનાથી તમારી શારીરિક અને માનસિક ઊર્જા વધશે. એક નવા ઉમંગનો અનુભવ થશે. ફાયનાન્સને લગતો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે દિવસ અનુકૂળ છે.

નેગેટિવઃ– કોઇના ઉપર વિશ્વાસ કરતાં પહેલાં બધા વિકલ્પો ઉપર યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. કોઇ તમારી સરળતાનો ફાયદો ઉઠાવી શકે છે. મિત્રો સાથે વધારે હળવું-મળવું સમય ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી કોઇપણ પ્રકારની મુશ્કેલીને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– આળસ અને નબળાઇ અનુભવ થઇ શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– સંબંધીઓ સાથે પ્રોપર્ટી કે અન્ય કોઇ મુદ્દાને લઇને ગેરસમજ ચાલી રહી હતી, તે કોઇની દખલ દ્વારા ઉકેલાઇ જશે. પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિનો સ્નેહ તથા આશીર્વાદ તમારા ઉપર જળવાયેલો રહેશે.

નેગેટિવઃ– આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઇપણ ચર્ચા-વિચારણાં કરતી સમયે ખરાબ ભાષાનો પ્રયોગ ન કરો. આ સમયે તમારો આત્મવિશ્વાસ તથા મનોબળને મજબૂત જાળવી રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ– માર્કેટિંગ તથા ઓનલાઇન કાર્યો સાથે જોડાયેલાં વ્યવસાયમાં યોગ્ય સફળતા મળશે.

લવઃ– તમારા કાર્યોમાં જીવનસાથી તથા પારિવારિક લોકોની સલાહ તમારા માટે લાભદાયક રહેશે.

સ્વાસ્થ્યઃ– કબજિયાત તથા ગેસના કારણે દિનચર્યા થોડી અવ્યવસ્થિત રહી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– જો વાહન ખરીદવાની યોજના બની રહી છે, તો આજે તેના માટે સમય અનુકૂળ છે. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યો ઉપર પણ સમય પસાર થવાથી માનસિક સુકૂન મળી શકે છે. વિદ્યાર્થીઓ પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં સફળ રહેશે.

નેગેટિવઃ– જૂની નકારાત્મક વાતોને વર્તમાન જીવન ઉપર હાવી થવા દેશો નહીં. તેનાથી નકારાત્મકતા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્ય યોગ્ય રીતે ચાલતાં રહેશે.

લવઃ– લગ્નજીવન સામાન્ય જ રહેશે.

સ્વાસ્થ્યઃ– જે લોકોને બ્લડ પ્રેશર અને ડાયાબિટિસની તકલીફ છે, તેઓ બેદરકારી ન કરે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે વધારે કામકાજ રહેશે. તમે મનોયોગ અને ઊર્જાથી સમ્પન્ન રહેશો. મહત્ત્વપૂર્ણ કામ કરવા માટે યોગ્ય સમય છે.

નેગેટિવઃ– તમારા સ્વભાવમાં અહંકાર અને વધારે આત્મવિશ્વાસ જેવી સ્થિતિ ઉપ્તન્ન થઈ શકે છે, તે યોગ્ય નથી. નજદીકના વ્યક્તિ સાથે મળતી વખતે ધ્યાન રાખો કે કોઈ નેગેટિવિટીનું સર્જન ન થાય.

વ્યવસાયઃ– આજે વ્યવસાયિક ગતિવિધિઓ ઓછી રહેશે. ભાગ્યને દોષ ન આપો અને વધારે સારું કામ કરવા પ્રયત્ન કરો. નોકરિયાત વર્ગે ટાર્ગેટ પૂરો કરવા માટે ઉચ્ચ અધિકારીઓની મદદ લેવી પડશે.

લવઃ– જીવનસાથીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોવાથી ઘર અને વ્યવસાય વચ્ચે સમન્વય જાળવી રાખો. તમે તેને સારી રીતે નિભાવી શકશો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે. વધારે પડતા કામને કારણે થાક લાગી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– જીવન પ્રત્યે સકારાત્મક વ્યવહાર મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ આપશે. સંતાનની કોઈ સારી ગતિવિધિને કારણે મન પ્રસન્ન રહેશે. મનોરંજન સંબંધિત પ્રોગ્રામ બનશે. ભાવુકતાને બદલે વ્યવહારિક દૃષ્ણિકોણ રાખો.

નેગેટિવઃ– સંબંધીઓ સાથે ભેદભાવ જેવી સ્થિતિ ઉત્પન્ન થવાથી મન પ્રસન્ન નહિ રહે. ઉધાર સંબંધિત લેણદેણ સ્થગિત કરો.

વ્યવસાયઃ– ટૂર એન્ડ ટ્રાવેલ્સ, કમ્પ્યૂટર, મીડિયાથી જોડાયેલા લોકોની સ્થિતિ આજે વધારે સારી રહેશે. પરિવારના તણાવને પોતાના વ્યવહાર પર હાવી ન થવા દો.

લવઃ– પતિ પત્ની વચ્ચે કોઈ નાની વાતમાં ઝઘડો થઈ શકે છે. એકબીજાને સમજી પરિસ્થિતિનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ– વધારે કામ પહોંચવાથી થાક લાગી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજનો દિવસ પરિવાર સાથે આરામ અને મોજ મસ્તીમાં પસાર થશે. આજે દિવસભર ખુશીનું વાતાવરણ રહેશે. ઘરમાં ફેરફારના કોઈ કાર્યો થઈ શકે છે.

નેગેટિવઃ– અજાણી વ્યક્તિ સાથે કોઈ પ્રકારની મગજમારી થઈ શકે છે. આજે ચક્કર આવી શકે છે. વડીલોનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– આજે સંપર્ક સૂત્રો સાથે ફોન થઈ શકે છે. રોકાયેલું પેમેન્ટ મળી શકે છે.

લવઃ– પતિ પત્નીનાં સંબંધમાં સમન્વય જળવાઈ રહેશે. ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.

સ્વાસ્થ્યઃ ઘૂંટણનો દુખાવો થઈ શકે છે. સ્ત્રી વર્ગે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– લક્ષ્ય પૂરું કરવા માટે સારો સમય છે. ધાર્મિક કામ વધશે. મહત્ત્વપૂર્ણ સૂચના મળવાથી મન પ્રફુલ્લિત રહેશે.

નેગેટિવઃ– ગેરસમજને લીધે મિત્રો સાથે સંબંધો કડવા બની શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઈ ફેરફાર ન કરો. કાર્ય પ્રત્યે સમર્પિત રહો.

લવઃ– પતિ પત્નીના સંબંધો સારે રહેશે.

સ્વાસ્થ્યઃ– સાંધાનો દુખાવો થઈ શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– સુખ-સુવિધાઓ સંબંધિત વસ્તુઓ ખરીદવાનો યોગ બનશે. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે.

નેગેટિવઃ– ભાઈઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે. સ્વભાવમાં સંયમ જાળવી રાખો. આજે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય સ્થગિત ન કરવો.

વ્યવસાયઃ– નવું કામ શરૂ કરવા માટે સારો સમય નથી. હાલના કામમાં જ ધ્યાન આપો. તમારી યોજનાઓમાં કોઈ અપરિચિત વ્યક્તિને સામેલ ન કરો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ અને સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– સર્વાઈકલ અને માઈગ્રેન જેવી સમસ્યાથી બચવા માટે યોગ અને વ્યાયામ કરો.

Leave a Reply

Your email address will not be published.