નાશિક રોડ સ્ટેશન પર શાલીમારના કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી, આગનું કારણ સ્પષ્ટ થયું નથી.
મહારાષ્ટ્રના નાસિક રોડ સ્ટેશન પર શાલીમાર (કોલકાતા)થી આવી રહેલી LTTની એક બોગીમાં આગ લાગવાના સમાચાર છે. રેલવેના જણાવ્યા અનુસાર જે બોગીમાં આગ લાગી છે તેમાં સામાન રાખવામાં આવ્યો છે. બોગીને રેલથી અલગ કરી દેવામાં આવી છે અને આગ ઓલવવાનું કામ ચાલુ છે. ટ્રેનની બોગીમાં આગ લગભગ 9 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી.
સોશિયલ મીડિયા પર માહિતી આપતા, મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી એમ સુતારે લખ્યું છે કે એન્જિનની બાજુમાં સ્થિત લગેજ કમ્પાર્ટમેન્ટ/પાર્સલ વાનને ટ્રેનમાંથી અલગ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ ટ્રેન સુરક્ષિત રીતે ફરી શરૂ થશે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાનો સમય સવારે 8.45નો છે.