કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસ હવે વધુ રસપ્રદ બનવા જઈ રહી છે. ઉમેદવારો મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર હવે તેમના ચૂંટણી પ્રચાર માટે બહાર નીકળી ગયા છે. શશિ થરૂરે તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે, મલ્લિકાર્જુન ખડગે આજે ગુજરાતમાંથી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.
આ અંતર્ગત ગઈકાલે મોડી રાત્રે મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. આજે તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયની પણ મુલાકાત લેશે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. શશિ થરૂર સામે મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી મેદાનમાં છે.
મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદથી કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પ્રચારની શરૂઆત કરશે. જ્યાં તેઓ પહેલા સાબરમતી આશ્રમ જશે અને ત્યારબાદ પાર્ટી હેડક્વાર્ટરમાં પીસીસીના પ્રતિનિધિઓને મળશે. જે બાદ તે મુંબઈ જશે. શનિવારે તેઓ હૈદરાબાદ અને વિજયવાડાની મુલાકાત લેશે, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કાર્યકરો સાથે મુલાકાત કરશે. ખડગે રવિવારે જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં પ્રચાર કરશે. આ પછી, તેઓ સોમવારે પશ્ચિમ બંગાળ અને આસામની મુલાકાત લેશે અને મંગળવારે બિહાર અને ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરશે.