વાપી નગરપાલિકા વિસ્તારમાં આગામી 6 મહિનામાં અંદાજિત દોઢ કરોડના ખર્ચે બનનાર માત્ર કન્યાઓ માટેની કન્યાશાળાનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને નગરપાલિકા સભ્યો, ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વાપી નગરપાલિકા વિસ્તારમાં બનનાર આ કન્યાશાળા 2 માળની હશે. જેમાં 22 ઓરડા હશે. શાળામાં માત્ર કન્યાઓને જ ધોરણ 1 થી 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ આપવામાં આવશે. અંદાજિત દોઢ કરોડના ખર્ચે બનનાર કન્યાશાળાનાં મકાનનું ભૂમિપૂજન રાજ્યના નાણાપ્રધાન અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કાનુભાઈએ દેસાઈએ કર્યું હતું. આ શાળાનું મકાન આગામી 6 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. અને આગામી જૂન માસથી શરૂ થતાં નવા સત્રનો પ્રારંભ કરવામાં આવશે. માત્ર કન્યાઓને શિક્ષણ આપવાના ઉદેશયથી બનનાર આ કન્યાશાળામાં અભ્યાસ માટેની તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ પ્રસંગે વાપી શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નગરપાલિકા કારોબારી ચેરમેન મિતેશભાઇ દેસાઈ, વાપી નગરપાલિકા ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કન્યા શાળાનાં આચાર્ય શ્રીમતી મનિષાબેન, ચૂંટાયેલા કોર્પોરેટરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વાપીમાં વર્ષોજુની કન્યાશાળા જર્જરિત થતા તેના સ્થાને નવી કન્યાશાળા બાનાવવાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું.
Related Articles
મુંબઈ વરસાદઃ મુંબઈમાં ભારે વરસાદની શક્યતા
મુંબઈ ભારે વરસાદ: હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા બની શકે છે. મુંબઈ ભારે વરસાદઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં થોડા દિવસોના વિરામ બાદ મંગળવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને […]
બીજેપી અને ટીમ શિંદે વેદાંત ડીલ અંગે સતત ખોટું બોલી રહી છેઃ ઉદ્ધવ ઠાકરે
20 બિલિયન ડોલરનો આ પ્રોજેક્ટ ગુજરાતમાં જઈ રહ્યો હોવાથી શિવસેનાના ઉદ્ધવ જૂથ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધી રહી છે. મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને ટીમ એકનાથ શિંદે પર 20 બિલિયન ડોલરના વેદાંત ડીલ કેસમાં વારંવાર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં સત્તા પર રહેલા ભાજપ […]
પ્રજાસત્તાક દિવસ 2022 લાઈવ: વાયુસેનાના હેલિકોપ્ટરે રાજપથ પર શક્તિ બતાવી, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ પરેડની સલામી લેતા
પ્રજાસત્તાક દિવસ 2022 લાઇવ અપડેટ્સ: સૌ પ્રથમ, દેશના પરમ વીર ચક્ર વિજેતા અને અશોક ચક્ર વિજેતાઓ ખુલ્લી જીપ્સીમાં રાજપથ પહોંચશે અને રાષ્ટ્રપતિને સલામ કરશે. પરેડની સલામી લેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રજાસત્તાક દિવસના અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડની સલામી લઈ રહ્યા છે. આ વર્ષે ભારતીય સેનાની તાકાત પરેડમાં જોવા મળશે, સાથે જ 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના છક્કા […]