news

વાપીમાં અંદાજિત દોઢ કરોડના ખર્ચે બનનાર કન્યાશાળાનું નાણાપ્રધાને ભૂમિપૂજન કર્યું

વાપી નગરપાલિકા વિસ્તારમાં આગામી 6 મહિનામાં અંદાજિત દોઢ કરોડના ખર્ચે બનનાર માત્ર કન્યાઓ માટેની કન્યાશાળાનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને નગરપાલિકા સભ્યો, ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વાપી નગરપાલિકા વિસ્તારમાં બનનાર આ કન્યાશાળા 2 માળની હશે. જેમાં 22 ઓરડા હશે. શાળામાં માત્ર કન્યાઓને જ ધોરણ 1 થી 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ આપવામાં આવશે. અંદાજિત દોઢ કરોડના ખર્ચે બનનાર કન્યાશાળાનાં મકાનનું ભૂમિપૂજન રાજ્યના નાણાપ્રધાન અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કાનુભાઈએ દેસાઈએ કર્યું હતું. આ શાળાનું મકાન આગામી 6 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. અને આગામી જૂન માસથી શરૂ થતાં નવા સત્રનો પ્રારંભ કરવામાં આવશે. માત્ર કન્યાઓને શિક્ષણ આપવાના ઉદેશયથી બનનાર આ કન્યાશાળામાં અભ્યાસ માટેની તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ પ્રસંગે વાપી શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નગરપાલિકા કારોબારી ચેરમેન મિતેશભાઇ દેસાઈ, વાપી નગરપાલિકા ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કન્યા શાળાનાં આચાર્ય શ્રીમતી મનિષાબેન, ચૂંટાયેલા કોર્પોરેટરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વાપીમાં વર્ષોજુની કન્યાશાળા જર્જરિત થતા તેના સ્થાને નવી કન્યાશાળા બાનાવવાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.