Rashifal

સોમવારનું રાશિફળ:વ્યવસાયમાં લાભ, નોકરીમાં પ્રમોશન: કઇ રાશિના જાતકોનો દિવસ રહેશે સફળ? જાણો શું કહે છે આપનું રાશિફળ

6 માર્ચ, સોમવારના રોજ સુકર્મા નામનો શુભ યોગ બની રહ્યો છે. તુલા રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે. ધન રાશિ માટે દિવસ સાનુકૂળ રહેશે. અટકેલા કામો પૂરા થશે. મકર રાશિને દિવસની શરૂઆતમાં સારા સમાચાર મળી શકે છે. સિંહ રાશિના જાતકો લેવડ-દેવડમાં સાવચેત રહે. વૃશ્ચિક રાશિના જાતકો માટે બિઝનેસમાં રોકાણ કરવું હિતાવહ નથી. કુંભ રાશિ લેવડ-દેવડ ને રોકાણના નિર્ણય લેતા સમયે ધ્યાન રાખે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

06 માર્ચ, સોમવારનો દિવસ આપના માટે કેવો રહેશે તે જાણો પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બી પાસેથી તમારી રાશિ પ્રમાણેઃ

મેષ

પોઝિટિવઃ– યુવાવર્ગને કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદ મળશે , અટવાયેલા કામ પૂર્ણ થશે

નેગેટિવઃ– ભૂતકાળની નકારાત્મક વાતોને યાદ કરીને તમારા વર્તમાનને બગાડો નહીં. મિલકત સંબંધિત કોઈપણ કાર્યવાહી કરતી વખતે, દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરો. ખ

વ્યવસાયઃ– કેટલીક સમસ્યાઓ અને પડકારો આવી શકે છે. કોઈપણ નિર્ણય લેતી વખતે અનુભવી વ્યક્તિની સલાહ લેવાની ખાતરી કરો. હરીફો સાથે તમારે સ્પર્ધાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે.

લવઃ- ઘરમાં સુખદ વાતાવરણ રહેશે, તમારા જીવનસાથી સાથે થોડો સમય વિતાવો.

સ્વાસ્થ્યઃ– બદલાતા હવામાનથી પોતાને બચાવવા જરૂરી છે.

લકી કલર- બદામી

લકી નંબર – 2

***

વૃષભ

પોઝિટિવઃ– પારિવારિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને સંતુલિત રાખીને યોગ્ય વ્યવસ્થા જાળવવામાં આવશે. વિદ્યાર્થીઓ અને યુવાનો તેમના અભ્યાસ અને કારકિર્દીને આગળ ધપાવવા

પ્રત્યે એકાગ્રતા રાખવાથી યોગ્ય પરિણામ મળશે.

નેગેટિવઃ– બાળકોની સમસ્યાઓના ઉકેલ માટે તેમની સાથે થોડો સમય વિતાવો. કોઈપણ પ્રકારની વેચાણ-ખરીદી અત્યારે માટે મુલતવી રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં વર્તમાન પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈપણ નવી પ્રવૃત્તિ કરવા માટે યોગ્ય સમયની રાહ જુઓ.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સુખદ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– કેટલાક સમયથી ચાલી રહેલી શારીરિક સમસ્યામાંથી થોડી રાહત મળશે.

લકી કલર- લીલો

લકી નંબર– 6

***

મિથુન

પોઝિટિવઃ– મિત્રો અને સંબંધીઓને મળવાની તક મળશે. અવિવાહિત સભ્ય માટે પણ સારો સંબંધ આવી શકે છે. સારા પરિણામ મળવાની સંભાવના છે.

નેગેટિવઃ– વ્યર્થ ખર્ચ તમારા માટે આર્થિક સમસ્યા ઊભી કરી શકે છે. જો પ્રવાસ સંબંધિત કોઈ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો હોય તો તેને મોકૂફ રાખવું વધુ સારું રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયના ઓર્ડર સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. અન્યથા નુકસાન થઈ શકે છે

લવઃ- ઘરના તમામ સભ્યો એકબીજા સાથે સહકાર અને સુમેળભર્યા વ્યવહાર રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ રહેશે.

લકી કલર– લીલો

લકી નંબર– 6

***

કર્ક

પોઝિટિવઃ– તમને અનુભવી લોકોનો સાથ મળશે, કોઈ ઈચ્છિત કાર્ય પૂર્ણ થવાથી મનની શાંતિ અને પ્રસન્નતા રહેશે. વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમના અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

નેગેટિવઃ– તમારી ક્ષમતાઓનો પૂરો ઉપયોગ કરવાનો આ સમય છે. અહંકાર અને ક્રોધના કારણે તમારા દ્વારા કરવામાં આવેલ કામ પણ બગડી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્તરે તમારી હાજરી ફરજિયાત રાખો, નાની-નાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

લવઃ– વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક તમારા સ્વાસ્થ્યને અસર કરશે

લકી કલર- વાદળી

લકી નંબર– 9

***

સિંહ

પોઝિટિવઃ– ગ્રહોની સ્થિતિ અનુકૂળ જોવા મળી રહી છે, સંતાનની સિદ્ધિને કારણે મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ– નજીકના સંબંધી અથવા મિત્ર સાથે કોઈ મતભેદ થઈ શકે છે. અને આ કારણે તમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– વ્યાપારમાં આંતરિક વ્યવસ્થામાં કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે. જનસંપર્ક મજબૂત કરવાની જરૂર છે.

લવઃ– જીવનસાથીનો શિસ્તબદ્ધ સ્વભાવ ઘરને વ્યવસ્થિત રાખશે.

સ્વાસ્થ્યઃ– કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓથી પેટમાં દુખાવો થઈ શકે છે.

લકી કલર- લાલ

લકી નંબર– 1

***

કન્યા

પોઝિટિવઃ– ખાસ લોકોને મળવાની તક મળી શકે છે. ધર્મ સંબંધિત અને સામાજિક સંસ્થાના સહયોગથી તમારું કાર્ય થશે, અને તમને માનસિક શાંતિ પણ આપશે.

નેગેટિવઃ– કોઈને પૈસા ઉધાર આપતા પહેલા વિચારવું,કારણ કે અટકાઈ શકે છે, સંતાનના કરિયર સંબંધિત ટેન્શન થઈ શકે છે.

વ્યવસાયઃ– વેપારી પક્ષો સાથે સંપર્કમાં રહો. વધુ પડતા કામનો તણાવને તમારા પર હાવી ન થવા દેવો, આ સમયે કરેલી મહેનત નજીકના ભવિષ્યમાં યોગ્ય પરિણામ આપશે.

લવઃ– વ્યસ્તતા વચ્ચે જીવન સાથી અને પરિવારના સભ્યો માટે સમય કાઢો. પરસ્પર સંબંધોમાં વધુ નિકટતા વધશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે. કામના વધુ પડતા ભારને કારણે જ થાક અને તાણનું વર્ચસ્વ રહેશે

લકી કલર- ક્રીમ

લકી નંબર- 9

***

તુલા

પોઝિટિવઃ– કાર્યક્ષમતા અને ક્ષમતાના આધારે કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરશો. સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ– ભાવનાત્મકતાને બદલે પ્રેક્ટિકલ બનવું જરૂરી છે.આવક સાથે જાવક પણ વધશે

વ્યવસાયઃ– વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં થોડી મૂંઝવણ જેવી સ્થિતિ બની શકે છે. કોઈપણ કામ કરતી વખતે અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લેવી

લવઃ– ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યમાં સુધારો થશે. સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો.

લકી કલર– નારંગી

લકી નંબર- 1

***

વૃશ્ચિક

પોઝિટિવઃ– થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ મળશે અને તમે તમારા અંગત જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારા કામમાં વધુ વિશ્વાસ રાખવો જોઈએ

નેગેટિવઃ– નિર્ણય મનથી લો. સમય પ્રમાણે પરિવર્તન લાવો ભાવનાઓ હેઠળ લીધેલા નિર્ણયો નુકસાનકારક હોઈ શકે છે.વધુ પડતો ગુસ્સો તમારા સ્વાસ્થ્ય અને કામને પણ નુકસાન પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ– કોઈપણ પ્રકારના વ્યવસાયમાં રોકાણ કરવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ નથી.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઉત્તમ સંવાદિતા રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક નબળાઈ અને સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે.

લકી કલર– લીલો

લકી નંબર- 1

***

ધન

પોઝિટિવઃ– તમારી દિનચર્યા શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રાખો, જેના કારણે તમારા ઘણા અટકેલા કામોને ગતિ મળશે. ઘરમાં શુભ કાર્યોની રૂપરેખા બની શકે છે

નેગેટિવઃ– યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. યુવાનોએ હજુ વધુ મહેનત કરવી પડશે, આર્થિક સ્થિતિથી થોડાક અંશે અસંતુષ્ટ રહેશો

વ્યવસાયઃ– મહિલાઓને તેમની મહેનત પ્રમાણે સારું પરિણામ મળશે. કોઈ અજાણી વ્યક્તિ સાથે વ્યવસાયિક પ્રવૃત્તિઓ શેર કરશો નહીં.

લવઃ– વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે.

સ્વાસ્થ્યઃ– સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. ધ્યાન અને યોગ કરવા

લકી કલર- કેસરી

લકી નંબર– 9

***

મકર

પોઝિટિવઃ– દિવસની શરૂઆત સારા સમાચાર સાથે થશે. સમાજમાં અને નજીકના સંબંધીઓમાં માન-સન્માન વધશે.

નેગેટિવઃ– આ સમયે કોઈ પણ પ્રકારની લોન ન લેવી.​​​​​ ઘરના વરિષ્ઠ સભ્યોના સન્માનનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે.

વ્યવસાયઃ– તમારી વ્યવસાય પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે. નોકરી કરતા લોકોને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે

લવઃ– જીવનસાથી અને પરિવારના સભ્યોનો યોગ્ય સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારા વિચારો સકારાત્મક રાખો. કારણ કે ખોટા વિચારો ડિપ્રેશનનું કારણ બની શકે છે અને મનોબળના અભાવ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

લકી કલર- ક્રીમ

લકી નંબર- 9

***

કુંભ

પોઝિટિવઃ– સકારાત્મક રહેવાથી તમે ઉર્જાવાન અને ખુશખુશાલ રહેશો તમને નિર્ણયો લેવામાં અને તમારા કોઈપણ મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવામાં સફળતા મળશે

નેગેટિવઃ– વર્તમાન સમયમાં ખૂબ જ શાંતિથી અને ધીરજપૂર્વક વર્તન કરવું.

વ્યવસાયઃ– વ્યાપાર પ્રણાલીમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે, પૈસાની લેવડદેવડ સંબંધિત કાર્યો ન કરવા.

લવઃ– પતિ-પત્ની વચ્ચે અણબનાવ જેવી સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્નાયુઓમાં ખેંચાણ અને પીડાની સમસ્યા થઈ શકે છે

લકી કલર – વાદળી

લકી નંબર– 3

***

મીન

પોઝિટિવઃ– સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન રહેશે. નજીકના વ્યક્તિની મુશ્કેલીમાં મદદ કરવાથી તમને આધ્યાત્મિક સુખ મળશે. કોર્ટ સંબંધિત કોઈ કાર્યવાહી ચાલી રહી હોય તો સકારાત્મક પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ– પાડોશીઓ કે મિત્રો સાથે બિનજરૂરી દલીલમાં ન પડો. બાળકની નકારાત્મક પ્રવૃત્તિ તણાવનું કારણ બની શકે છે. તમારી સમજદારીથી સમસ્યાનો ઉકેલ આવી જશે.

વ્યવસાયઃ– વેપારમાં સ્થિતિ બહુ લાભદાયક નથી,સત્તાવાર પ્રવાસ રહ્યા છે

લવઃ– પતિ-પત્ની વચ્ચે મજબૂત સંબંધ રહેશે. પરંતુ લગ્નેતર સંબંધોથી દૂર રહો.

સ્વાસ્થ્યઃ- વ્યવસ્થિત દિનચર્યા રાખો.

લકી કલર- લાલ

લકી નંબર- 3

Leave a Reply

Your email address will not be published.