Rashifal

બુધવારનું રાશિફળ:મીન રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવશે, વિચારધારાને સકારાત્મક અને સંતુલિત બનાવો

22 ફેબ્રુઆરી, બુધવારના રોજ વૃષભ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ રહેશે. મિથુન રાશિને બિઝનેસની યોજનામાં ફાયદો થશે. કન્યા રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ રહેશે. મકર રાશિને મહત્ત્વ-પૂર્ણ જવાબદારી મળી શકે છે. કર્ક રાશિના નોકરિયાત વર્ગની મુશ્કેલીમાં વધારો થશે. કુંભ રાશિના જાતકો લેવડ-દેવડમાં સાવચેતી રાખે. નુકસાન થવાની આશંકા છે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

22 ફેબ્રુઆરી, બુધવારનો દિવસ આપના માટે કેવો રહેશે તે જાણો પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બી પાસેથી તમારી રાશિ પ્રમાણેઃ

મેષ-
પોઝિટિવઃ મહત્ત્વ-પૂર્ણ કાર્ય પૂરું થશે. ખાસ માહિતી પણ મળશે. આવકના સાધનો વધશે. ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ જાગશે.
નેગેટિવઃ બિઝી શિડ્યૂઅલ હોય તો પણ સંપર્ક બનાવીને રાખો નહીંતર સંબંધીઓ નારાજ થઈ શકે છે. બાળકોની કોઈ નેગેટિવ વાતથી મુશ્કેલી આવી શકે છે.
વ્યવસાયઃ માર્કેટિંગમાં સમય પસાર થશે. પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં તમારા નિર્ણય સર્વોપરી રહેશે. સરકારી કર્મચારી કોઈ સમસ્યામાં ફસાઈ શકે છે, સાવચેત રહે.
લવઃ લગ્નજીવન મધુર રહેશે, પ્રેમ પ્રસંગોમાં પણ મધુરતા રહેશે.
હેલ્થ: જૂની બીમારીમાંથી રાહત મળશે.
શુભ રંગઃ કેસરી
શુભ અંકઃ 1
***
વૃષભ-
પોઝિટિવઃ અનુભવી લોકોના સાંનિધ્યનો અવસર પ્રાપ્ત થશે અને વિશેષ મુદ્દા પર લાભદાયક વિચાર-વિમર્શ પણ થશે. માનસિક શાંતિ માટે ધાર્મિક ગતિવિધિમાં સમય પસાર કરવો. ઉધાર આપેલા પૈસા પરત મળે તેવી શક્યતા છે.
નેગેટિવઃ નકારાત્મક પ્રવૃત્તિના લોકો ને ગતિવિધિથી દૂર રહો. નોલેજ બેઝ્ડ પુસ્તકો વાંચવામાં સમય પસાર કરવો. પૈતૃક સંબંધિત સમસ્યામાં શાંતિ ને ધીરજથી ઉકેલ લાવવો.
વ્યવસાયઃ અત્યારે કોઈ પરિવર્તનની શક્યતા નથી. નવું કામ શરૂ કરવાને બદલે વર્તમાનમાં જે કામ કરો છો તેમાં જ ફોકસ કરો. નોકરિયાત વર્ગને ધાર્યું પરિણામ મળશે. ઉચ્ચ અધિકારીઓ મદદરૂપ થશે.
લવઃ ઘરમાં પ્રેમભાવ જળવાઈ રહેશે.
હેલ્થ: તમારી યોગ્ય દિનચર્યા તમને શારીરિક ને માનસિક રીતે સ્વસ્થ રાખશે. યોગ, મેડિટેશન કરવું હિતાવહ છે.
શુભ રંગઃ લાલ
શુભ અંકઃ 3
***
મિથુન-
પોઝિટિવઃ નવી નવી માહિતી મેળવીને તેને દિનચર્યામાં સામેલ કરશો તો તમારા વર્તનમાં આશ્ચર્યનજક હકારાત્મક ફેરફાર જોવા મળશે. શાંતિથી કામ કરશો તો સફળતા મળશે.
નેગેટિવઃ અજાણ્યા લોકો પર વિશ્વાસ ના કરવો. પોતાના નિર્ણય જાતે જ લો. શૅર, સટ્ટા જેવા જોખમી કામોથી દૂર રહો.
વ્યવસાયઃ ભવિષ્ય અંગે કોઈ યોજના બનાવી હોય તો હાલના સમયે તેના પર કામ કરવું અનુકૂળ છે. આ યોજના તમારા માટે લાભદાયી સાબિત થશે. સરકારી કર્મચારીના ઉચ્ચ અધિકારી સાથેના સંબંધો સારા રહેશે.
લવઃ પરિવારમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે. બાળકો આજ્ઞાકારી રહેશે.
હેલ્થ: વધુ કામ કરવાને કારણે ખભામાં દુખાવો થશે. એક્સર્સાઇઝ પર ધ્યાન આપો.
શુભ રંગઃ ગુલાબી
શુભ અંકઃ 3
***
કર્ક-
પોઝિટિવઃ કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં ખાસ મિત્ર અથવા સંબંધીની મદદથી તમને હિંમત મળશે. ફોન તથા મેલના માધ્યમથી નવી માહિતી તથા સમાચારો મળશે. વાતચીતથી તમે તમારું કામ કરવામાં સક્ષમ બનશો.
નેગેટિવઃ આવકના સાધનો વધવાની સાથે ખર્ચમાં પણ વધારો થશે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનથી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ઉતાવળિયા નિર્ણયને બદલે શાંતિ ને સંયમથી કામ કરો.
વ્યવસાયઃ આ સમયે વ્યવસાયમાં નવી ઑફર મળી શકે છે અને કામ પણ વધશે. પાર્ટનરશિપ સંબંધિત યોજનાને અમલમાં મુકાવા માટે આ સમય યોગ્ય છે. નોકરીમાં ભૂલ થવાથી મુશ્કેલી વધી શકે છે.
લવઃ લવ પાર્ટનર સાથે મુલાકાત થવાની શક્યતા છે.
હેલ્થ: માનસિક તાણને કારણે હોર્મોન્સ સંબંધિત ફેરફાર થશે.
શુભ રંગઃ સફેદ
શુભ અંકઃ 6
***
સિંહ-
પોઝિટિવઃ કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તે વ્યક્તિની વાતો ને માર્ગદર્શન પર ધ્યાન આપવું. યુવાઓને કોઈ મુશ્કેલીનો ઉકેલ આવવાથી રાહત રહેશે અને મહત્ત્વનો નિર્ણય લેવામાં હિંમત મળશે.
નેગેટિવઃ સમજી વિચારીને ખર્ચ કરવો. કિટી કે અન્યમાં રોકાણ કરતાં પહેલાં તે અંગેની તમામ માહિતી મેળવો.
વ્યવસાયઃ નવી પાર્ટીઓ સાથે સંપર્ક થશે. બિઝનેસની વિસ્તરણ અંગેની યોજના બની શકે છે.
લવઃ પરિવારના સભ્યો પ્રત્યે તમારી શ્રદ્ધા રહેશે. લવ અફેર્સમાં સાનુકૂળ સમય છે.
હેલ્થ: ગરમી વધવાથી બીમાર પડવાની શક્યતા છે. ઠંડી વસ્તુઓ લેવી.
શુભ રંગઃ પીળો
શુભ અંકઃ 5
***
કન્યા-
પોઝિટિવઃ આ સમયે ગ્રહ-નક્ષત્ર તમારા પક્ષમાં છે. સારા સમાચાર મળી શકે છે. તમારામાં આત્મવિશ્વાસ આવશે. ઘરના વડીલોની સલાહ પર અમલ કરવો.
નેગેટિવઃ સરળ સ્વભાવ રાખવો. વધુ પડતા આત્મવિશ્વાસ તથા ઉતાવળ કરવાથી કામમાં અડચણ આવી શકે છે. વાતચીત દરમિયાન યોગ્ય શબ્દનો ઉપયોગ કરવો. ખોટાં ખર્ચા ના કરવા,
વ્યવસાયઃ હાલમાં મહેનત કરવાની જરૂર છે. આ સમયે નવી નવી પાર્ટીઓના સંપર્કમાં રહો. સરકારી કર્મચારીને મહત્ત્વની જવાબદારી મળશે.
લવઃ પર્સનલ ને પ્રોફેશનલ લાઇફમાં બેલેન્સ બનાવીને રાખો.
હેલ્થ: નસો ખેંચાતા દુખાવો થઈ શકે છે. સારવારની સાથે સાથે યોગ ને વર્કઆઉટ પર પણ ધ્યાન આપો.
શુભ રંગ: સફેદ
શુભ અંક: 5
***

તુલા-
પોઝિટિવ: કોઈ સમસ્યાનું સમાધાન મળતા તમે રાહત મેહસૂસ કરશો. તમે પૂરા આત્મવિશ્વાસ સાથે અન્ય કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. વિવાહ સંબંધિત નિર્ણયો પણ લેવાઈ શકે.
નેગેટિવ: કોઈ વિપરિત પરિસ્થિતિ આવી શકે, સાવચેત રહેવું. ગુસ્સા અને ઈગો પર કાબૂ રાખો. વિદ્યાર્થીઓએ વધુ પડતી સ્પર્ધાનો સામનો કરવો પડશે.
વ્યવસાય: વ્યવસાય ક્ષેત્રે મહેનત મુજબનાં પરિણામ મળશે. મીડિયામાં સંપર્ક બનાવવામાં મદદ મળશે. નોકરી કરનાર વ્યક્તિ કામના ભારના કારણે તણાવમાં રહેશે.
લવ: એકાએક કોઈ મિત્ર સાથેની મુલાકાત તમારા મનને પ્રફુલ્લિત કરશે.
હેલ્થ: માસપેશીઓમાં દુખાવો અને ખેંચાણની સમસ્યા રહેશે.
શુભ રંગ: લીલો
શુભ અંક: 5
***
વૃશ્ચિક-
પોઝિટિવ: વ્યક્તિગત કાર્યો સમય મુજબ સફળતાપૂર્વક પૂરા થશે. નવા-નવા લોકો સાથે મળો અને સંપર્ક બનાવો.
નેગેટિવ: ગમે તેની નબળી પરિસ્થિતિમાં પણ તમારી ધીરજ ખોશો નહી. લક્ષ્ય હાંસલ કરવામાં અડચણો આવી શકે.
વ્યવસાય: વ્યવસાયમાં સિદ્ધાંતો પર અડગ રહેવું યોગ્ય નથી. સમય મુજબ કાર્યપ્રણાલીમાં ફેરફાર કરતા રહો. કોઈ ઓફિશિયલ યાત્રા લાભદાયી રહેશે.
લવ: પારિવારિક જીવન સામાન્ય રહેશે. જીવનસાથીનાં સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે.
હેલ્થ: બેદરકારીનાં કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા રહી શકે, સંતુલિત ભોજન લેવુ જરુરી છે.
શુભ રંગ: આસમાની
શુભ અંક: 5
***
ધન-
પોઝિટિવ: આજે તમારી સમસ્યાનું સમાધાન મળતા તમને માનસિક શાંતિનો અનુભવ થશે. તમારી પર્સનાલિટીને લઈને તમે સજાગ રહેશો.
નેગેટિવ: તમારી બહારની ગતિવિધિઓેને સ્થગિત રાખો કારણ કે, હાલ કોઈ જ લાભ નહી મળે. આર્થિક ગતિવિધિઓ પણ ધીમી જ રહેશે.
વ્યવસાય: સ્ટાફ અને કર્મચારીઓની મદદથી કાર્યપ્રણાલી વ્યવસ્થિત રહેશે. કાર્યસ્થળ પર કોઈ મહત્વપૂર્ણ કાર્યનો ભાર મળી શકે છે.
લવ: પારિવારિક વાતાવરણ સુખથી ભરપૂર રહેશે, પતિ-પત્નીનાં સંબંધોમાં નિકટતા વધશે.
હેલ્થ: ઊધરસ, શરદી અને ગળાની તકલીફથી રાહત મળશે.
શુભ રંગ: પીળો
શુભ અંક: 9
***
મકર-
પોઝિટિવ:
 આજે તમે ધાર્મિક ગતિવિધિઓમાં વધુ પડતો ભાગ લેશો, તેનાથી તમારા વ્યક્તિત્વમાં સકારાત્મકતા તો આવશે જ સાથે પરિવારમાં પણ સુખ-શાંતિનું વાતાવરણ સર્જાશે.
નેગેટિવ: કોઈ પ્રોપર્ટી કે પોલિસીમાં રોકાણ કરતા પહેલા યોગ્ય માહિતી જાણવી જરુરી છે. અન્ય લોકોનાં મામલામાં હસ્તક્ષેપ કરવો સંબંધોમાં કડવાશ લાવી શકે છે.
વ્યવસાય: પાર્ટનરશિપમાં કરેલો વ્યવસાય લાભદાયી સાબિત થશે. નોકરી બદલવાની ઈચ્છા ધરાવતા લોકો નોકરી છોડતાં પહેલા એકવાર ફરી વિચારી લેજો.
લવ: પરિવારમાં મનોરંજન સંબંધિત પ્રોગ્રામનું આયોજન થઈ શકે. પ્રેમ સંબંધો મજબૂત બનશે.
હેલ્થ: કબજિયાત અને ગેસની સમસ્યા રહેશે.
શુભ રંગ: નારંગી
શુભ અંક: 3
***
કુંભ-
પોઝિટિવ: 
પરિવારનાં સાથ-સહકારથી એક મહત્વપૂર્ણ કાર્ય આજે પૂરુ થશે. સમાજમાં તમારા આ વિશેષ કાર્યની પ્રશંસા થશે.
નેગેટિવ: પ્રેકટિકલ બનો ધ્યાન રાખો કે, વધુ પડતી લાગણીઓ તમારા માટે નુકશાનકારક સાબિત થઈ શકે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદ લેવી યોગ્ય રહેશે.
વ્યવસાય: વ્યવસાય સંબંધિત લેવડ-દેવડ કરતા સમયે સાવચેત રહેજો, આવનાર સમયમાં કોઈ ઓર્ડર કેન્સલ થવાથી ભારે નુકશાન થવાના યોગ સર્જાઈ રહ્યા છે.
લવ: પતિ-પત્ની વચ્ચેનાં સંબંધો મધુર બનશે.
હેલ્થ: ભારે ફૂડ અથવા તો તીખુ કે તળેલું શક્ય બને ત્યા સુધી ખાવાનું ટાળો.
શુભ રંગ: લીલો
શુભ અંક: 2
***
મીન-
પોઝિટિવ:
 ઘરમાં યોગ્ય નીતિ-નિયમો બનાવીને અનુશાસન લાવો. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. તમારી વિચારધારાને સકારાત્મક અને સંતુલિત બનાવી રાખો અનેક સમસ્યાઓનું નિરાકરણ સરળતાથી મળી જશે.
નેગેટિવ: તમારા નિર્ણયોને પ્રાથમિકતા આપો. કોઈ મિત્ર કે સંબંધીની સલાહ પર કોઈપણ નિર્ણય ન લો નહીતર બજેટમાં ગડબડ થઈ શકે.
વ્યવસાય: વ્યવસાયમાં કોઈ નવો પ્રયોગ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે. આવનાર સમયમાં કામ બાબતે કોઈ યાત્રા પણ થઈ શકે.
લવ: પરિવારમાં અનુશાસિત અને શાંતિપૂર્ણ માહોલ રહેશે. પ્રેમ સંબંધો મજબૂત બનશે.
હેલ્થ: તંદુરસ્ત રહેવા માટે નિયમિત યોગા અને વ્યાયામની આદત કેળવો.
શુભ રંગ: આસમાની
શુભ અંક: 3

Leave a Reply

Your email address will not be published.