Rashifal

બુધવારનું રાશિફળ:મિથુન રાશિનાં જાતકોને ધારી સફળતા મળશે, ધંધા-વેપારમાં વૃદ્ધિ થશે

પહેલી ફેબ્રુઆરી, બુધવારના રોજ ઈન્દ્ર તથા અમૃત નામના શુભ યોગ બની રહ્યા છે. મિથુન રાશિનો દિવસ સુખદ રહેશે. બિઝનેસમાં સારા ઓર્ડર મળવાના પણ યોગ છે. સિંહ રાશિને રોકાણનો ફાયદો મળી શકે છે. તુલા રાશિના નોકરિયાત વર્ગને ટ્રાન્સફર સંબંધિત સમાચાર મળી શકે છે અને સાનુકૂળ રહેશે. મેષ રાશિએ બિઝનેસમાં સાવચેતી રાખવાની જરૂર છે. કર્ક રાશિને બિઝનેસમાં નુકસાન તથા નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીનો ઠપકો મળી શકે છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

1 ફેબ્રુઆરી, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષ

પોઝિટિવઃ– જો તમે કોઈ ખાસ કાર્ય માટે પ્રયત્નશીલ છો, તો તમને સફળતા મળશે.તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત રાખવાથી તમને ફાયદો થશે..

નેગેટિવઃ– ગેરકાયદેસર કામોમાં બિલકુલ રસ ન લો, તેના કારણે તમારી બદનામી થવાની આશંકા છે. ઘરના વડીલો અને વરિષ્ઠ લોકોની સલાહ અને માર્ગદર્શનનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વ્યવસાયઃ– ધંધાકીય બાબતોમાં ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. તમારી સાથે છેતરપિંડી થઇ શકે છે. મીડિયા અને જનસંપર્કથી ફાયદો થશે.

લવ-વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરો

સ્વાસ્થ્યઃ– ગળામાં કોઈ પ્રકારના ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે.

લકી કલર– આસમાની

લકી નંબર– 1

***

વૃષભ

પોઝિટિવઃ– ખાસ મિત્રો અને નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે અને ઘર બદલવાની કોઈ યોજના છે તો અમલમાં મુકવા માટે સાનુકૂળ સમય છે.

નેગેટિવઃ– ભાઈઓ સાથે વાદ-વિવાદની સ્થિતિથી દૂર રહો. અજાણ્યા લોકો સાથે વધુ પડતો સંપર્ક ન વધારવો.

વ્ય​​​​​​વસાયઃ– કાર્યક્ષેત્રમાં ઘણી વ્યસ્તતા રહેશે, ઓફિસમાં સ્થિતિ સારી રહી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કેટલાક વૈચારિક મતભેદો થશે. પરંતુ પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

સ્વાસ્થ્યઃ– સખત મહેનત અને પરિશ્રમના કારણે તમારું સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

લકી કલર– લીલો

લકી નંબર– 8

***

મિથુન

પોઝિટિવઃ– આજનો દિવસ આનંદદાયક રહેશે. સ્ત્રીઓ ઘર અને વ્યવસાય બંનેમાં યોગ્ય સંવાદિતા જાળવી શકશે.

નેગેટિવઃ– તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પણ વધારે મહેનત કરવી પડશે. વ્યર્થ પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડો નહીં.બિનજરૂરી મુસાફરી ટાળો.

વ્યવસાયઃ– વ્યાપારમાં કોઈપણ નવા કાર્ય માટે કરેલા પ્રયાસો સફળ રહેશે. કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં ન પડો

લવઃ– ઘરમાં સુખ-શાંતિનું સંપૂર્ણ વાતાવરણ રહેશે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે અચાનક મુલાકાત થશે.

સ્વાસ્થ્ય– આજે ખાવા-પીવાનું યોગ્ય ધ્યાન રાખવું જરૂરી છે.

લકી કલર:- સફેદ

લકી નંબર:- 6

***

કર્ક

પોઝિટિવઃ– આજે દિવસની શરૂઆતમાં મહત્વપૂર્ણ કામ માટે યોજના બનાવો. સંતાન સંબંધિત કોઈ શુભ માહિતી મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ– ઘરના વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. વધારે આત્મવિશ્વાસ અને અહંકારના કારણે મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે.

વ્યવસાયઃ– કાર્યસ્થળ પર કર્મચારીઓ અને માલસામાનની ગુણવત્તા પર નજીકથી નજર રાખો. બેદરકારીના કારણે ક્યાંક નુકશાન થાય તેવી સ્થિતી સર્જાઇ રહી છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્નાયુઓના તણાવને કારણે ખભામાં દુખાવો રહેશે. જેના માટે કસરત અને યોગ ઈલાજ છે.

લકી કલર- મરૂન

લકી નંબર– 6

***

સિંહ:

પોઝિટિવઃ– આજે સમય અનુકૂળ છે, તમારા કામ માટે તમારો ઉત્સાહ સફળતા અપાવશે. યુવાનો તેમના પ્રોજેક્ટ સંબંધિત સિદ્ધિ મેળવી શકશે.

નેગેટિવઃ– ઉતાવળમાં ખોટો નિર્ણય લેવાથી પરેશાની થઈ શકે છે. જે તમારા સંબંધો પર અસર કરશે.

વ્યવસાયઃ– આયાત-નિકાસ સંબંધિત વ્યવસાયમાં રોકાણ લાભદાયી રહેશે. યુવાઓને રોજગાર નવી તકો મળશે. જેના કારણે તેમનામાં વધુ આત્મવિશ્વાસ વધશે.

લવઃ– જીવનસાથીને યોગ્ય ભેટ આપવાનું ભૂલશો નહીં.

સ્વાસ્થ્યઃ– આજે માનસિક તણાવ વધી શકે છે.

લકી કલર– નારંગી

લકી નંબર– 8

***

કન્યા

પોઝિટિવઃ– નાણાંકીય બાબતોમાં અણધાર્યા લાભને કારણે મન પ્રફુલ્લિત રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વલણ વધશે. જેના કારણે તમારી વિચારસરણી સકારાત્મક અને સંતુલિત રહેશે.

નેગેટિવઃ– વધુ પડતા આત્મવિશ્વાસના કારણે તમે છેતરાઈ શકો છો. તમારી ઊર્જાનો સકારાત્મક રીતે ઉપયોગ કરવો.

વ્યવસાયઃ– પબ્લિક ડીલિંગ સંબંધિત કામોમાં ફાયદો થશે.

લવ -વૈવાહિક સંબંધોમાં વાદ-વિવાદ જેવી સ્થિતિ રહેશે. અપરિણીત વ્યક્તિઓ માટે સારા સંબંધ આવવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો અને થાકને કારણે અસ્વસ્થતા અનુભવશે.

લકી કલર– લીલો

લકી નંબર– 5

***

તુલા

પોઝિટિવઃ– આજે દિવસનો મોટાભાગનો સમય પારિવારિક કાર્યોમાં જ પસાર થશે, આર્થિક દૃષ્ટિકોણથી પરિસ્થિતિ અનુકૂળ છે.

નેગેટિવઃ– પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ બાબત પર ભાઈઓ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે. આળસ જેવી નકારાત્મકતાને તમારા પર હાવી ન થવા દો.

વ્યવસાયઃ– વેપારની દૃષ્ટિએ સમય ઘણો અનુકૂળ છે. નોકરી વ્યવસાય કરતાં વ્યક્તિઓને ટ્રાન્સફર સંબંધિત કોઈપણ માહિતી મળશે.

લવઃ– વિજાતીય લોકો સાથે વ્યવહાર કરતી વખતે સંયમ રાખો, તમારા લગ્નજીવનમાં મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– જો કબજિયાત અને પાઈલ્સ જેવી સ્થિતિ ચાલી રહી હોય તો તેને હળવાશથી ન લો.યોગ્ય સારવાર લેવી જરૂરી છે.

લકી કલર – સફેદ

લકી નંબર– 1

***

વૃશ્ચિક:

પોઝિટિવઃ– સંતાનની કોઈ સિદ્ધિને લઈને મનમાં પ્રસન્નતા અને શાંતિ રહેશે. ઘરની જાળવણી સંબંધિત યોજનાઓ બનાવવામાં આવશે. તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે.

નેગેટિવઃ– અંગત બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધો ખરાબ ન થાય તે વાતનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જોઈએ.

વ્યવસાયઃ– વ્યવસાયમાં સ્ટાફનો યોગ્ય સહયોગ રહેશે. આજે ભાગીદારીના ધંધામાં મહત્વપૂર્ણ નિર્ણય ન લો.

લવઃ– પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંવાદિતાના અભાવે ઘરની વ્યવસ્થામાં ખલેલ પહોંચશે

સ્વાસ્થ્યઃ– ગેસ અને પેટમાં દુખાવો જેવી ફરિયાદો અનુભવાશે. આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. અને તમારા આહારનું વિશેષ ધ્યાન રાખો.

લકી કલર- કેસરી

લકી નંબર– 7

***

ધન

પોઝિટિવઃ– ઘરમાં નજીકના સંબંધીઓની અવરજવર રહેશે. આજે બજેટ બગડી શકે છે,યુવા જૂથ કરિયરને લઈને વિશેષ ધ્યાન આપવું.

નેગેટિવઃ– તમારા અંગત કાર્યોને અવગણશો નહીં.સંતાનો અંગે ચિંતા સતાવી શકે છે.

વ્યવસાયઃ– બિઝનેસ સંબંધિત કોઈ નિર્ણય ઉતાવળમાં ન લો. કોઈપણ વિસ્તરણ સંબંધિત યોજનાને કાર્યમાં રૂપાંતરિત કરતા પહેલા કાળજીપૂર્વક વિચારવાની ખાતરી કરો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઝઘડાની શક્યતા છે. પ્રેમ સંબંધ નિંદા અને બદનામીનું કારણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહો. શરદી, કફની સમસ્યા વધશે.

લકી કલર:- લીલો

લકી નંબર:- 5

***

મકર

પોઝિટિવઃ– જો કોઈ સરકારી બાબત અટકેલી હોય તો આજે પૂરી થઈ શકે છે. પડકારોનો આત્મવિશ્વાસ સાથે સામનો કરી શકશો. અનુભવી લોકો પાસેથી માર્ગદર્શન લેવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ– નાણાં સંબંધિત મામલાઓમાં કાળજી રાખો. સંતાનની કોઈ નકારાત્મક પ્રવૃત્તિથી મન અસ્વસ્થ રહેશે, શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો.

વ્યવસાયઃ– કાર્યસ્થળ પર તમારા કામકાજમાં થોડો ફેરફાર કરવો જરૂરી છે, સરકારી કામકાજ સાથે સંકળાયેલા લોકોએ સાચવવું.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ અને આનંદદાયક રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન હવામાનને કારણે ગળામાં ઈન્ફેક્શન અને કફ, શરદીની સમસ્યા રહેશે.

લકી કલર:- ગુલાબી

લકી નંબર:- 9

***

કુંભ

પોઝિટિવઃ– તમારી ઘણી સમસ્યાઓ દૂર થશે. ઘરમાં કોઈ પ્રિય સંબંધીનું આગમન થશે.

નેગેટિવઃ– આપનો સ્વભાવ લાગણીશીલ હોવાથી નકારાત્મક વાત પણ તમને પરેશાન કરી શકે છે.પરંતુ સ્વભાવમાં ધીરજ અને સંયમ રાખવો જરૂરી છે. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો.

વ્યવસાયઃ– કાર્યસ્થળમાં આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો. કારણ કે અન્યમાં વ્યસ્તતાને કારણે તમે અહીં ધ્યાન આપી શકશો નહીં.

લવ– પતિ-પત્નીના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. પરંતુ કૌટુંબિક પ્રવૃત્તિઓમાં તમારું વર્તન સકારાત્મક રાખો.

સ્વાસ્થ્યઃ -ખોરાકનાં કારણે ગેસ અને એસિડિટી થઇ શકે છે

લકી કલર– બ્રાઉન

લકી નંબર– 4

***

મીન

પોઝિટિવઃ– ઘરમાં મહેમાનોના આવવાથી આનંદનું વાતાવરણ રહેશે. તેમજ પારિવારિક સમસ્યાઓ પણ હલ થશે. બાળકોની સકારાત્મક પ્રવૃત્તિઓ તમને શાંતિ આપશે. રોકાણ સંબંધિત કાર્યો માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ– મામા સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લો.

વ્યવસાયઃ– કાર્યસ્થળ પર સહકર્મીઓ અને કર્મચારીઓ સાથેના સંબંધો બગડવા ન દો. તમારી કાર્યક્ષમતા પર પણ નકારાત્મક અસર કરશે.

લવઃ– નકારાત્મક બાબતોને અવગણો અને ઘરની શાંતિ અને વ્યવસ્થાનો આનંદ માણો.

સ્વાસ્થ્યઃ- ખોરાક હળવો રાખો અને આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો, આજે પેટમાં અસ્વસ્થતા અનુભવશો

લકી કલર– નારંગી

લકી નંબર– 5

Leave a Reply

Your email address will not be published.