27 જાન્યુઆરી, શુક્રવારના રોજ સિદ્ધ તથા શ્રીવત્સ નામના શુભ યોગ બની રહ્યા છે. મિથુન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કર્ક રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાની શક્યતા છે. ધન તથા મકર રાશિને નસીબનો સાથ મળશે. આ ઉપરાંત વૃષભ રાશિને બેદરકારી તથા ઉદારતાને કારણે બિઝનેસમાં નુકસાન થઈ શકે છે. કન્યા રાશિના નોકરિયાત વર્ગની મુશ્કેલી વધશે. તુલા રાશિના જાતકો જોખમી કામોથી દૂર રહે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.
27 જાન્યુઆરી,શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષ
પોઝિટિવઃ– વિદ્યાર્થીઓ અને યુવાનોનું મનોબળ મહેનતનું સાનુકૂળ પરિણામ મેળવશે,કોઈપણ ક્ષેત્રમાં નિર્ણય લેતા પહેલા ચર્ચા કરવી આવશ્યક રહેશે.
નેગેટિવઃ- ખર્ચ વધતા પરેશાનીનો સામનો કરવો પડી શકે છે,પરંતુ તણાવ હેઠળ આવીને એવો નિર્ણય ન લેશો કે પછી પસ્તાવો કરવો પડે.
વ્યવસાયઃ– ઓફિસમાં તમારા સહકર્મીઓ સાથે કોઈ પ્રકારની વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. વધારાના કાર્યોમાં વ્યસ્તતા રહેશે
લવઃ– પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે, પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે.
સ્વાસ્થ્યઃ– ખાંસી-શરદી, તાવ જેવી સમસ્યાઓ વધશે.
શુભ રંગ:– વાદળી
શુભ આંક– 6
***
વૃષભ
પોઝિટિવઃ– પારિવારિક જવાબદારીઓ પૂરી કરવા સમય સાનુકૂળ છે. અંગત નિર્ણય કરતા પહેલા વડિલોની સલાહ આવશ્યક છે.
નેગેટિવઃ– આ સમય ખૂબ જ સાવધાનીથી પસાર કરવાનો છે. તમારી ઉદારતાનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.
વ્યવસાયઃ– વ્યાપાર સંબંધિત તમારું કોઈપણ કાર્ય ફાયદાકારક રહેશે.બેદરકારી અને ઉદારતા વ્યવસાય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે
લવઃ– પતિ-પત્નીના પરસ્પર સંબંધ સારા રહેશે. પ્રેમ સંબંધ લગ્ન માટે કુટુંબ સ્વીકૃતિ મળવાથી મનમાં ઉત્સાહ અને પ્રસન્નતા રહેશે.
સ્વાસ્થ્યઃ– નકારાત્મક વલણ ધરાવતા લોકોથી દુર રહેવુ હિતાવહ છે, ડ્રાઇવિંગ કરતી વખતે બેદરકારી નુકસાનકારક બની શકે છે.
શુભ રંગ– સફેદ
શુભ આંક – 5
***
મિથુન
પોઝિટિવઃ– ગ્રહોની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવતા આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ચિંતાઓમાંથી રાહત મળશે.
નેગેટિવઃ– ઉતાવળ અને બેદરકારીના કારણે કોઈપણ કામ બગડી શકે છે. બાળકનું જિદ્દી વલણ તમને મુશ્કેલીમાં મૂકશે. ધીરજ અને સંયમથી કામ લેવું.
વ્યવસાયઃ– કાર્ય વિસ્તરણ યોજનાઓ પર એકવાર પુનર્વિચાર કરવો જરૂરી છે. આ સમયે પૈસાનું રોકાણ કરતી વખતે બજેટનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
લવઃ– પરિવારમાં કોઈ વાતને લઈને ગેરસમજની સ્થિતિ બની શકે છે.
સ્વાસ્થ્યઃ– વર્તમાન સકારાત્મક વાતાવરણને કારણે બિલકુલ બેદરકારી ન રાખો. દિનચર્યા નિત્યક્રમમાં રાખવાથી તમે સ્વસ્થતા અનુભવશો.
શુભ રંગ- લીલો
શુભ આંક – 5
***
કર્ક
પોઝિટિવઃ– તમારી કોઈ મિલકત કે અટકેલા કામનો ઉકેલ આવશે. સમાજને લગતી કોઈપણ વિવાદિત બાબતમાં તમારો પ્રસ્તાવ નિર્ણાયક રહેશે
નેગેટિવઃ- આળસ અને બેદરકારી તમને નુકશાન કરાવી શકે છે, કોઈપણ યોજના બનાવતા પહેલા તેના પર પુનર્વિચાર કરવો જરૂરી છે.
વ્યવસાયઃ– ધંધાના સ્થળે કર્મચારીઓમાં રાજકારણનું વાતાવરણ રહેશે. ત્યાં તમારી હાજરી અને એકાગ્રતા ખૂબ જ જરૂરી છે.
લવઃ– ઘરમાં શુભ વાતાવરણ રહેશે. કોઈ જુના મિત્ર અને વૃદ્ધ સાથે મુલાકાત થશે
સ્વાસ્થ્યઃ– અસંતુલિત ભોજનને કારણે પેટની સમસ્યા રહેશે.
શુભ રંગ – બદામી
શુભ આંક – 2
***
સિંહ:
પોઝિટિવઃ– જમીન સંબંધિત કામોમાં રોકાણ કરવાનું કોઈ પ્લાનિંગ ચાલી રહ્યું હોય તો અમલીકરણ માટે સમય અનુકૂળ છે. જે લોકો વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે.
નેગેટિવઃ– તમારી બેદરકારી અને આળસ પરિવારના સભ્યો માટે મુશ્કેલી ઊભી કરે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓ આવશે, ફાઈનાન્સ સંબંધિત કોઈપણ સમસ્યા આજે ઉકેલી લેવી શુભ રહેશે
લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. અને ઘરના તમામ સભ્યો વચ્ચે પરસ્પર સંવાદિતા રહેશે.
સ્વાસ્થ્યઃ– એલર્જી અને ખાંસી અને શરદી જેવી સમસ્યાઓ રહેશે.
શુભ રંગ– ગુલાબી
શુભ આંક – 7
***
કન્યા:
પોઝિટિવઃ– ઘર સંબંધિત પોતાની જવાબદારીઓને ગંભીરતાથી નિભાવશો. આજે કોઈ સારા સમાચાર મળવાથી આનંદ થશે.
નેગેટિવઃ– કોઈપણ કામમાં અવરોધ આવવાથી તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે. ધીરજ રાખી યોગ્ય સમયની રાહ જુઓ.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં પૈસા સંબંધિત બાબતોમાં કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવું, સરકારી બાબતોમાં બેદરકારી રાખવી યોગ્ય નથી.
લવઃ– પરિવારના સભ્યો સાથે સમય પસાર કરી શકશો.
સ્વાસ્થ્યઃ– પ્રદૂષણ અને વર્તમાન હવામાનથી પોતાને સુરક્ષિત રાખવુ આવશ્યક છે
શુભ રંગ – નારંગી
શુભ આંક– 3
***
તુલા
પોઝિટિવઃ– તમારો આત્મવિશ્વાસ અને ઉત્સાહ તમારા ઘણા કાર્યોને ઉકેલવામાં સફળ રહેશે. જો ઘરને રિનોવેટ યોજના બની રહી હોય તો તેને વાસ્તુ અનુસાર બનાવો, તો સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરાવશે
નેગેટિવઃ– આજે મનમાં કેટલાક વિચલિત વિચારો આવી શકે છે. સંકુચિત માનસિકતાના કારણે પરિવારના સભ્યોને પરેશાની થઈ શકે છે.
વ્યવસાયઃ– તમારા કાર્યો અને યોજનાઓ વ્યાપાર સ્થળ પર કોઈની સાથે શેર કરશો નહીં. કારણ કે બીજાની દખલગીરી તમારા કામમાં અવરોધ લાવી શકે છે.
લવઃ– જીવનસાથી અને પરિવારના સભ્યોનો યોગ્ય સહયોગ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે
સ્વાસ્થ્યઃ– ભારે ખોરાકના કારણે પાચનને અસર થઈ શકે છે.
શુભ રંગ- લીલો
શુભ આંક – 5
***
વૃશ્ચિક:
પોઝિટિવઃ– દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટનાથી થશે. માર્કેટિંગ અને મીડિયા સંબંધિત કામ પર તમારું સંપૂર્ણ ધ્યાન રાખો. અન્ય કાર્યોની સાથે તમારા અંગત કામ પણ સરળતાથી ઉકેલાશે.
નેગેટિવઃ– કોઈપણ યોજના બનાવતી વખતે બીજાના નિર્ણયને વધુ પ્રાધાન્ય ન આપો. નહિંતર, તમે કોઈના દ્વારા ગેરમાર્ગે દોરાઈ શકો છો.
વ્યવસાયઃ– નોકરી વ્યવસાય કરતા લોકોએ વ્યક્તિગત નાણાં સંબંધિત કાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે આળસ ન કરવી.
લવઃ– તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ અને સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.
સ્વાસ્થ્યઃ– તેલયુક્ત ખોરાક તમારા માટે હાનિકારક રહેશે. માથાનો દુખાવો અને આધાશીશીની પરેશાની રહેશે
શુભ રંગ – લાલ
શુભ આંક– 6
***
ધન
પોઝિટિવઃ– કૌટુંબિક સુખ-સુવિધાઓ માટે ખરીદીમાં વધુ પડતો ખર્ચ થશે. પરંતુ પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે.
નેગેટિવઃ– તમારી વસ્તુઓનું જાતે જ ધ્યાન રાખો, બિલકુલ બેદરકારી ન રાખો. કોઈપણ સાથે વાતચીત કરતી વખતે અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરવાથી નુકશાન સર્જાઈ શકે છે.
વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયિક બાબતોમાં બહારના કામો પર વધુ ધ્યાન આપવાને બદલે તમારા કાર્યસ્થળ પર સમય પસાર કરો.
લવઃ– ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ– સામાન્ય શરદી જેવી એલર્જીથી ચિંતા રહેશે.
શુભ રંગ– આસમાની
શુભ આંક – 6
***
મકર
પોઝિટિવઃ– કોઈપણ કાર્ય કરતા પહેલા તેના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ પર ધ્યાન આપવુ, મિત્રો સાથે પારિવારિક મેળાપ થશે. વ્યસ્ત દિનચર્યાનો થાક દૂર થશે.
નેગેટિવઃ– વરિષ્ઠ સભ્યની મધ્યસ્થીથી પારિવારિક મતભેદોને ઉકેલી શકાય, વિદ્યાર્થીઓ અને યુવાનોએ આજે તેમના લક્ષ્યો પ્રત્યે બેદરકાર રાખવી નહી.
વ્યવસાયઃ– ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે.કાર્યક્ષેત્રમાં થયેલા ફેરફારોના ધાર્યા પરિણામ મળશે.
લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ અને અનુશાસનમય રહેશે.
સ્વાસ્થ્યઃ– આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ આવશ્યક છે.
શુભ રંગ– લીલો
શુભ આંક – 2
***
કુંભ
પોઝિટિવઃ– તમે સામાજિક પ્રવૃત્તિઓમાં સહયોગ મળશે અને તમારી યોગ્યતા સાબિત કરવાની તક મળશે. બાળકોના શિક્ષણ અથવા કારકિર્દી સાથે સંબંધિત મહત્વપૂર્ણ કામ થઈ શકે છે.
નેગેટિવઃ– બિનજરૂરી ખર્ચ તમને પરેશાન કરશે. તેથી સંતુલન રાખવુ. નાની વાતો વિવાદનું કારણ અને નકામી વસ્તુઓ પર ધ્યાન ન આપો.
વ્યવસાયઃ– વેપાર માટે સમય થોડો પડકારજનક રહેશે. પોતાની જાતને સાબિત કરવા માટે સંઘર્ષ અને મહેનતની જરૂર છે.
લવઃ– આ સમયે પતિ-પત્નીએ યોગ્ય સંવાદિતા જાળવવી જોઈએ અને અન્ય કોઈ વ્યક્તિની દખલગીરી દૂર રહેવું
સ્વાસ્થ્યઃ– સાંધાના દુખાવા અને વાયુ સંબંધી સમસ્યાઓ રહેશે.
શુભ રંગ-કેસરી
શુભ આંક-3
***
મીન
પોઝિટિવઃ– આજે દિવસની શરૂઆત સારી રહેશે. નજીકના મિત્રોના સૂચન અને સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
નેગેટિવઃ– કોઈપણ પ્રકારની લેવડ-દેવડ કરતી વખતે ઉતાવળ ન કરો, તે સારું રહેશે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લેવી.
વ્યવસાયઃ– વ્યાપાર સંબંધિત પ્રવૃત્તિઓ સરળતાથી ચાલશે, કમ્પ્યુટર વગેરે જેવા વ્યવસાયમાં સફળતા મળશે. સરકારી સેવા કરતા લોકોને દૂરના પ્રવાસે જવાના યોગ બની શકે છે.
લવ -વૈવાહિક સંબંધો મધુર બનશે.
સ્વાસ્થ્યઃ– શરદી, સાંધા અને ઘૂંટણનો દુખાવો તમને પરેશાન કરશે.
શુભ રંગ– ક્રીમ
શુભ આંક– 5