15 ડિસેમ્બર, ગુરુવારના રોજ પ્રીતિ યોગને કારણે મિથુન તથા મકર રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન મળશે. કુંભ રાશિને બિઝનેસમાં સારી તકો મળશે. મીન રાશિના નોકરિયાત વર્ગને પ્રોજેક્ટમાં સફળતા મળી શકે છે. આ ઉપરાંત મેષ રાશિના જાતકો સાવચેતી રાખે. વૃષભ રાશિના જાતકોને બિઝનેસમાં નુકસાન થઈ શકે છે અને નોકરીમાં અધિકારીઓ નારાજ થઈ શકે છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.
15 ડિસેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ– સમય અનુકૂળ છે. મોટાભાગના ગ્રહ તમને ઘણું આપવાની કોશિશ કરી રહ્યા છે. તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ અનુભવ કરશો. સાથે જ તમારી કાર્યક્ષમતામાં પણ વધારો આવશે. યુવાઓને કોઈ મન પ્રમાણે સફળતા મળી શકે છે.
નેગેટિવઃ– કોઈની વાતોમાં આવીને ભાવનાત્મક રૂપથી નબળા પડી શકો છો. તેના કારણે થોડી સફળતા હાથમાંથી સરકી શકે છે. જેના કારણે નુકસાન થવાની શક્યતા છે.
વ્યવસાયઃ– ઓફિસમાં હાલ સમસ્યાઓ બની રહેશે પરંતુ સંયમ જાળવી જ રાખો.
લવઃ– પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
——————————–
વૃષભઃ–
પોઝિટિવઃ– દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કામને લગતી યોજના બનાવી લો. કેમ કે બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં ખૂબ જ અનુકૂળ છે, તમારા કામ જાતે જ બનવાના શરૂ થઈ જશે. સંતાનને લગતી કોઈ શુભ સૂચના મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે.
નેગેટિવઃ– અતિ આત્મવિશ્વાસ અને ઈગોના કારણે મિત્રો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. પરિવાર તથા ઘરના વડીલોને પણ તમારી દેખરેખની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓને કોઈ વિષયમાં મુશ્કેલી રહી શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં ઓર્ડરને લગતી કોઈ ફરિયાદ આવવાથી નુકસાન થઈ શકે છે.
લવઃ– ઘર તથા પરિવારના લોકો સાથે થોડો સમય પસાર કરો
સ્વાસ્થ્યઃ– માંસપેશીઓમાં દુખાવાના કારણે ખભામાં દુખાવો રહી શકે છે.
——————————–
મિથુનઃ–
પોઝિટિવઃ– તમારી અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખો અને તેનો ઉપયોગ કરો. વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરી શકે છે. આજે થોડી ધનદાયક સ્થિતિ બની શકે છે, સાથે જ આ સમયે બનાવેલી યોજના નજીકના ભવિષ્યમાં શુભ અવસર પ્રદાન કરી શકે છે.
નેગેટિવઃ– યોજનાઓ તરત શરૂ કરવાની કોશિશ કરો. વધારે ચર્ચા-વિચારણાં કરવાથી પરિસ્થિતિ હાથમાંથી સરકી શકે છે. સાથે જ બહારના વ્યક્તિઓની દખલ પણ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ– વેપાર સ્થળે કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે.
લવઃ– લગ્નજીવનમાં થોડા વૈચારિક મતભેદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ– નસમાં દુખાવો અનુભવ થઈ શકે છે.
——————————–
કર્કઃ–
પોઝિટિવઃ– વિદ્યાર્થીઓ પ્રત્યે સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે. તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. બપોર પછી વધારે લાભદાયક સ્થિતિઓ બની શકે છે. એટલે કોઈ યાત્રા પણ શક્ય છે.
નેગેટિવઃ– થોડા બિનજરૂરી ખર્ચ રહેશે પરંતુ સાથે જ ધનને લગતી સ્થિતિઓ પણ બનશે. એટલે પરેશાન થવાની જરૂરિયાત નથી. તમે તમારા ઉગ્ર સ્વભાવના કારણે કોઈ સાથે સંબંધ ખરાબ કરી શકો છો.
વ્યવસાયઃ– પબ્લિક રિલેશન તમારા માટે વ્યવસાયને લગતા નવા સ્ત્રોત ઊભા કરી શકે છે.
લવઃ– પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.
સ્વાસ્થ્યઃ– ગેસ અને એસિડિટીની સમસ્યા પરેશાન કરી શકે છે.
——————————–
સિંહઃ–
પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે. તેના માટે કર્મ પ્રધાન તો થવું જ પડશે. તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. કોઈ પ્રોપર્ટીને લગતા કાર્ય પણ બનવાની શક્યતા છે.
નેગેટિવઃ– તમારી વસ્તુઓને સાચવો. કેમ કે તેના ખોવાઈ જવા કે ચોરી થવાના યોગ બની રહ્યા છે. ભાવનાઓમાં આવીને કોઈ નિર્ણય ન લેશો. વર્તમાન સ્થિતિઓ ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ ઉપર વધારે ફોકસ કરવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે તમારી નીચે કામ કરતા કર્મચારીઓ વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે.
લવઃ– પતિ-પત્ની પોતાના કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે એકબીજા સાથે સમય પસાર કરી શકશે નહીં
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
——————————–
કન્યાઃ-
પોઝિટિવઃ– થોડા સમયથી તમે જે કાર્યો માટે કોશિશ કરી રહ્યા હતા આજે તે કાર્યોના પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. તમને તમારી મહેનત પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત થશે. ભાગ્ય તમારા પક્ષમાં છે પોતાની ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો
નેગેટિવઃ– કોઈ પેમેન્ટ કરવાના કારણે મન પરેશાન રહેશે. ક્યારેક તમારો શંકાળું પ્રવૃત્તિ અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની જાય છે. એટલે પોતાના વિચારોમાં લચીલાપણું જાળવી રાખો.
વ્યવસાયઃ– વ્યવસાયિક પાર્ટીઓ સાથે સંપર્ક મજબૂત થશે તથા બહારના સ્ત્રોત દ્વારા કોઈ મોટો ઓર્ડર મળવાની શક્યતા છે.
લવઃ– પતિ-પત્ની બંને જ પોત-પોતાના કામના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં
સ્વાસ્થ્યઃ– આજે સ્વભાવમાં ચીડિયાપણું અને થાક જેવી સ્થિતિ અનુભવ થશે.
——————————–
તુલાઃ–
પોઝિટિવઃ– આજનો દિવસ ઘરેથી બહાર જઈને કામ કરવા ઉપર ધ્યાન આપવાનો છે. યોજનાબદ્ધ રીતે કાર્યોને પૂર્ણ કરો. મન પ્રમાણે ફળ મળવાથી મનમાં સુખ રહેશે અને આવકના સાધન મળી શકે છે.
નેગેટિવઃ– આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. તેના કારણે થોડી સફળતા હાથમાંથી સરકી શકે છે. સાથે જ મનમાં અકારણ જ ગુસ્સો અને ચીડિયાપણું અનુભવ થશે. ઘરમાં જે સુધારની યોજના બની રહી હતી તેના ઉપર ફરી વિચાર કરો.
વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયને લગતા કોઈપણ કાર્યમાં અન્ય લોકો ઉપર વિશ્વાસ ન કરશો.
લવઃ– જીવનસાથી અને પરિવારના લોકો સાથે સંબંધ મધુર રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.
——————————–
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– તમે તમારી દિનચર્યામાં જે પ્રકારનું પરિવર્તન લાવવાની કોશિશ કરી રહ્યા છો તે તમારા માટે પોઝિટિવ અને લાભદાયક સાબિત થશે. પ્રોપર્ટીને લગતા લેવડદેવડના કાર્યોમાં ફાયદાકારક ડીલ થઈ શકે છે. એટલે આ કાર્યોમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો
નેગેટિવઃ– આ સમયે તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. થોડી જૂની નકારાત્મક વાતો સામે આવવાથી કોઈ નજીકના સંબંધી સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. એટલે પોતાના વિચારો ઉપર મનન કરતા રહો.
વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી.
લવઃ– પ્રેમ સંબંધોમાં તમે ગુસ્સાના કારણે ભાવનાત્મક અંતર આવી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વભાવમાં ચીડિયાપણું રહેવાના કારણે થાક અને આળસ જેવી સ્થિતિ અનુભવ થશે.
——————————–
ધનઃ–
પોઝિટિવઃ– આજે ઘરમાં થોડા રિનોવેશન અને સજાવટને લઇને થોડી ચર્ચા-વિચારણાં થશે. પારિવારિક સભ્યોમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. કોઈપણ કાર્ય કરતા પહેલાં તેનું બજેટ બનાવવું.
નેગેટિવઃ– કોઈપણ કાર્ય કરતી સમયે દેખરેખ જરૂર રાખો. કેમ કે ચોરી થવાની કે તેના ખોવાઈ જવાની કે કોઈ પ્રકારના નુકસાન થવાની શક્યતા છે. કોઈ નજીકના સંબંધી સાથે વિવાદ થવાથી મનમાં ચિંતા રહેશે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આજે વધારે કામ રહી શકે છે.
લવઃ– ઘર-પરિવારમાં પોતાના વ્યવહારને સંયમિત રાખવું.
સ્વાસ્થ્યઃ– તણાવનો પ્રભાવ તમારી પાચન ક્રિયા ઉપર પડશે.
——————————–
મકરઃ–
પોઝિટિવઃ– આજે થોડી નવી જવાબદારીઓ તમારા ઉપર આવશે તથા વધારે કામનો ભાર પણ રહેશે, એટલે આરામ અને મોજ મસ્તી ઉપર ધ્યાન ન આપીને તમારા કામ ઉપર ધ્યાન લગાવો. તમને તેનું જલ્દી જ શુભફળ પ્રાપ્ત થઈ શકે છે.
નેગેટિવઃ– વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સમય ખરાબ ન કરો. નહીંતર થોડી સફળતા હાથમાંથી સરકી શકે છે. સાથે જ બહારના વ્યક્તિઓની વાતોમાં ન આવીને તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા કરવી રૂપિયાની બરબાદી હશે.
વ્યવસાયઃ– નોકરિયાત વ્યક્તિઓને પોતાના કોઈ ટાર્ગેટને પૂર્ણ કરવાથી માન-સન્માન અને ઉન્નતિ મળવાની શક્યતા છે.
લવઃ– જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે.
સ્વાસ્થ્યઃ– ઉધરસની સમસ્યા રહી શકે છે.
——————————–
કુંભઃ–
પોઝિટિવઃ– સંતાન તરફથી ચાલી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી મનમાં સુકૂન રહેશે. તમે તમારું ધ્યાન તમારા વ્યક્તિગત કાર્યો ઉપર કેન્દ્રિત કરી શકશો. કોઈ સમાજ સેવી સંસ્થામાં પણ તમારો સહયોગાત્મક સહયોગ રહેશે.
નેગેટિવઃ– ધનના લાભની જગ્યાએ ખર્ચની શક્યતા વધારે બની રહી છે. એટલે તમારા બજેટને પણ ધ્યાનમાં રાખીને ચાલવું જરૂરી છે. ભાઈઓ સાથે કોઈ વાતને લઇને વિવાદ થઈ શકે છે.
વ્યવસાયઃ– વર્તમાન વેપારમાં જે કામ ચાલી રહ્યું છે, તેમાં નવી સફળતા પ્રાપ્ત થશે.
લવઃ– જીવનસાથી સલાહ તમારા માટે સંજીવની બૂટીનું કામ કરશે.
સ્વાસ્થ્યઃ– થાકના કારણે પગમાં દુખાવો રહી શકે છે.
——————————–
મીનઃ–
પોઝિટિવઃ– વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા ભાગ્યમાં વધારો કરશે. તેમનું માન-સન્માન અને આદર જાળવી રાખો. ઘરમાં ધાર્મિક કાર્યને લગતા પૂજાપાઠ પૂર્ણ થઈ શકે છે. જેથી ઘરમાં પોઝિટિવ ઊર્જા જળવાશે.
નેગેટિવઃ– ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારા માટે પરેશાનીઓ ઊભી કરી શકે છે. વાતાવરણ નકારાત્મક બની શકે છે. તમારા વ્યવહારને સંયમિત રાખો જેથી ઘરનું વાતાવરણ ખરાબ ન થાય. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરવાથી તેમનું મનોબળ વધી શકે છે.
વ્યવસાયઃ– નોકરિયાત વ્યક્તિઓનો કોઈ ટાર્ગેટ પૂર્ણ થવાથી બોસ અને ઉચ્ચ અધિકારી પ્રસન્ન રહેશે.
લવઃ– પરિવારના લોકો સાથે મનોરંજનને લગતો પ્રોગ્રામ બનશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.