news

ડૉલર વિરુદ્ધ રૂપિયો: અમેરિકી ડૉલર સામે રૂપિયામાં સતત ઘટાડા પર બ્રેક, ભારતીય રૂપિયો આજે 15 પૈસા મજબૂત થયો

ડૉલર વિરુદ્ધ રૂપિયાનો દર આજે: ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો લગભગ ફ્લેટ 82.60 પર ખૂલ્યો હતો અને ટ્રેડિંગના અંતે 15 પૈસાના વધારા સાથે ડૉલર દીઠ રૂ. 82.45 પર બંધ થયો હતો.

ડૉલર વિરુદ્ધ રૂપિયો: ભારતીય રૂપિયો બુધવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં અમેરિકન ચલણ સામે 15 પૈસાના વધારા સાથે 82.45 (કામચલાઉ) પ્રતિ ડૉલર પર બંધ થયો હતો. સ્થાનિક શેરબજારમાં ઉછાળો તેમજ ફુગાવાના દબાણમાં ઘટાડો થવાને કારણે રોકાણકારોએ હકારાત્મક વલણ અપનાવ્યું હતું. જેના કારણે રૂપિયામાં ઉછાળો આવ્યો છે. આ સિવાય બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે અન્ય મુખ્ય ચલણો સામે ડૉલર નબળો પડવાથી અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાએ પણ રૂપિયાને ટેકો આપ્યો હતો.

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો લગભગ ફ્લેટ 82.60 પર ખુલ્યો હતો અને દિવસના અંતે 15 પૈસા વધીને યુએસ ડોલર સામે 82.45 પર બંધ થયો હતો. આજના કારોબાર દરમિયાન, રૂપિયો એક સમયે 82.40ની ઊંચી અને 82.71ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં, રૂપિયો પ્રતિ ડૉલર (ડોલર વિરુદ્ધ રૂપિયાનો દર) 82.60 પર બંધ થયો હતો.

દરમિયાન, ડોલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય ચલણો સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.28 ટકા ઘટીને 103.69 થયો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.26 ટકા ઘટીને બેરલ દીઠ $80.47 થયો હતો.

આજે BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 144.61 પોઈન્ટના વધારા સાથે 62,677.91 પોઈન્ટ પર બંધ થયા છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPIs) મૂડીબજારમાં ચોખ્ખા ખરીદદાર રહ્યા છે. તેણે મંગળવારે રૂ. 619.92 કરોડના શેર ખરીદ્યા છે.

Leave a Reply

Your email address will not be published.