આ આગમાં મસ્જિદને ઘણું નુકસાન થયું છે. મસ્જિદમાં લાગેલી આ આગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ લદ્દાખના કારગિલ જિલ્લામાં એક મસ્જિદમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર કારગિલના દ્રાસ સ્થિત જામિયા મસ્જિદમાં આગ લાગી છે. આ આગમાં મસ્જિદને ઘણું નુકસાન થયું છે. મસ્જિદમાં લાગેલી આ આગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં મસ્જિદની અંદરથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે. મસ્જિદમાં આગની જાણકારી સ્થાનિક ફાયર વિભાગને આપવામાં આવી છે.