Rashifal

ગુરુવારનું રાશિફળ:ગુરુવારનો દિવસ મિથુન અને તુલા જાતકો માટે શુભ રહેશે, વિઘ્નો દૂર થશે અને નવી તક મળી શકશે

20 ઓક્ટોબર, ગુરુવારના રોજ શુભ તથા અમૃત નામના યોગ બની રહ્યા છે. મિથુન રાશિ માટે દિવસ શુભ રહેશે. નોકરિયાત વર્ગને મોટી જવાબદારી મળી શકે છે. કન્યા તથા તુલા રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. આ ઉપરાંત નવી શરૂઆત માટે મેષ રાશિ માટે તથા રોકાણ કરવા કર્ક રાશિ માટે દિવસ શુભ નથી. ધન રાશિના નોકરિયાત તથા બિઝનેસ કરતા જાતકોએ સાવચેતી રાખવી. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

20 ઓક્ટોબર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– દિનચર્યા સાથે જોડાયેલી કોઇ સમસ્યાનું સમાધાન મળશે. આજે કોઇપણ પ્રકારની દુવિધામાં પરિવારના લોકોનો સહયોગ તમારા માટે મદદગાર સાબિત થશે. થોડો સમય આત્મ મનનમાં પસાર કરવાથી તમે તમારી અંદર નવી ઊર્જાનો સંચારનો અનુભવ કરશો.

નેગેટિવઃ– આવક ઘટી જવાથી મન થોડું પરેશાન રહેશે. આ સમયે ધૈર્ય જાળવી રાખવાની જરૂરિયાત છે. તમારી ભવિષ્યની યોજનાઓને સીક્રેટ જ રાખો, નહીંતર અન્ય કોઈ તેનો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં જે જેવું ચાલી રહ્યું છે, તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ– પારિવારિક વાતાવરણ મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન નકારાત્મક પ્રભાવથી બચવા માટે દેશી અને આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજે કોઈ રાજનીતિ સંપર્ક દ્વારા તમને ફાયદો થઈ શકે છે. સમયનો સદુપયોગ કરો. તમે તમારી જવાબદારીઓને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. પરિવાર સાથે ઓનલાઇન શોપિંગ તથા મનોરંજનમાં પણ આનંદદાયક સમય પસાર થશે.

નેગેટિવઃ– મનમાં કોઇના પ્રત્યે નકારાત્મક ભાવ આવી શકે છે. ધ્યાન રાખો કે આ માત્ર તમારો વહેમ જ હોય. સંબંધોમાં મધુરતા જાળવી રાખો. અપ્રિય ગતિવિધિઓમાં ધ્યાન આપશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ હાલ મંદ જ રહી શકે છે.

લવઃ– ઘર-પરિવારમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– શરીર સાથે-સાથે માનસિક સ્વસ્થ રહેવું જરૂરી છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આ સમય પ્રકૃતિ તમારા માટે કોઈ નવો રસ્તો તૈયાર કરી રહી છે. પરંતુ યોગ્ય સમયનો સદુપયોગ કરવો તમારી કાર્યક્ષમતા ઉપર પણ નિર્ભર કરે છે. રોકાણને લગતી થોડી યોજના બનશે. ઘરના અનુભવી સભ્યોની સલાહ લેવી.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓને કોઇ પ્રોજેક્ટમા સફળતા મળવાથી તણાવ રહેશે. હિંમત ન હારો અને ફરી કોશિશ કરો. તમારા વ્યવહારમાં નિયંત્રણ રાખો. કોઇ સાથે વિવાદમાં ઉતરશો નહીં.

વ્યવસાયઃ– આજે વેપારમાં પરિસ્થિતિઓ થોડી અનુકૂળ રહેશે.

લવઃ– કામ વધારે રહેવાના કારણે પરિવારના લોકોને વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– થાક અને નકારાત્મક વિચાર આવવાથી તમારી કામ કરવાની ક્ષમતા ઉપર અસર થશે.

——————————–

કર્કઃ-

પોઝિટિવઃ– સામાજિક તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારું સારું યોગદાન રહેશે. લોકો તમારી યોગ્યતા અને આવડતના કાયલ થઈ જશે. માનસિક સુકૂન મેળવવા માટે થોડો સમય પોતાના માટે પણ પસાર કરવો જરૂરી છે.

નેગેટિવઃ– યુવા વર્ગ ખરાબ સંગત અને ખરાબ આદતોથી દૂર રહે. નહીંતર તેની ખરાબ અસર તેમના વ્યક્તિત્વ ઉપર પણ પડી શકે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે વધારે ચર્ચા-વિચારણા કરવાની જરૂર છે.

વ્યવસાયઃ– વેપારમાં પોતાને સાબિત કરવા માટે સંઘર્ષ કરવો જરૂરી છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

સિંહઃ-

પોઝિટિવઃ– ધીમે-ધીમે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં થઈ રહી છે. કામ વધારે હોવા છતાં તમે તમારા પરિવારના લોકોને સમય આપી શકશો. ઘરમા ફેરફાર કે દેખરેખને લગતાં કાર્યોની યોજના બની શકે છે. કોઇ મિત્ર કે સંબંધી પ્રત્યે ગેરસમજ દૂર થશે.

નેગેટિવઃ– કોઈપણ કાર્ય કરતી સમયે યોગ્ય બજેટ બનાવવું જરૂરી છે. આર્થિક મુશ્કેલીઓ તથા પરેશાનીઓ આવી શકે છે. ઘરના સભ્યોના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો યોગ્ય સહયોગ ન મળવાથી થોડી સમસ્યાઓ આવી શકે છે.

લવઃ– ઘરમાં કોઈ માંગલિક આયોજનની યોજના બનશે.

સ્વાસ્થ્યઃ– ગળામાં ઇન્ફેક્શનની સમસ્યા વધી શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– થોડો સમય પોતાના રસનાં કાર્યોમાં પણ પસાર કરો, તેનાથી તમને માનસિક અને આત્મિક સુકૂન મળી શકે છે. પ્રકૃતિના શુભ સંદેશને અનુભવ કરો. કોઇ દીર્ઘકાલીન લક્ષ્યને પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય આવી રહ્યો છે.

નેગેટિવઃ– કોઈ અશુભ સમાચાર મળવાથી ભાવનાત્મક રૂપથી નબળાઈ અનુભવ કરશો. તમારું મનોબળ તથા ઊર્જા જાળવી રાખો. થોડી મુંજવણ કે સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમારો આત્મવિશ્વાસ જળવાઈ રહેવો જરૂરી છે.

વ્યવસાયઃ– વેપારમાં ઉત્પાદન ક્ષમતામા થોડો વધારો થઈ શકે છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે ભાવનાત્મક લગાવ જાળવી રાખવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ– નિરાશા અને તણાવને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આ સમયે લાભદાયક ગ્રહ ગોચર ચાલી રહ્યું છે. એટલે સમયનું સન્માન કરો. ઘરના વડીલ સભ્યોની સલાહ અને માર્ગદર્શન ઉપર અમલ કરવો તમાર માટે ભાગ્યોદયકારક સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ– કોઇ જગ્યાએ રોકાણ કરવા કે કોઈને રૂપિયા ઉધાર આપતા પહેલાં તેની યોગ્ય તપાસ કરી લો. નહીંતર કોઈની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. માતા-પિતાનું માન-સન્માન જાળવી રાખો.

વ્યવસાયઃ– વેપારને લગતી જો કોઈ પરેશાની ચાલી રહી છે તો તેને આજે નિર્વિઘ્ને દૂર કરી શકો છો.

લવઃ– પ્રેમ સંબંધોમા મધુરતા જાળવી રાખવા માટે એકબીજાની ભાવનાઓનું સન્માન કરો.

સ્વાસ્થ્યઃ– વાસી અને તળેલું ભોજન કરવાના કારણે પેટ ખરાબ થઈ શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– કોઇ નજીકના સંબંધીની સમસ્યાનો ઉકેલ મેળવવામાં તમારો સહયોગ યોગ્ય રહેશે. કોઈ અપ્રત્યાશિત પડકાર પણ સામે આવી શકે છે, જોકે, તમે તમારા આત્મવિશ્વાસથી તેનો સામનો કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– બાળકો તરફથી કોઇ નકારાત્મક વાત જાણાવ મળી શકે છે. જેથી મન નિરાશ રહેશે. તમે શાંતિથી તેનો ઉકેલ મેળવો. આ સમયે કોઈ પાસેથી રૂપિયા ઉધાર લેશો નહીં.

વ્યવસાયઃ– તમારા કામ પ્રત્યે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્નીની વચ્ચે તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે તણાવ લેશો નહીં.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે કોઈ સફળતા મળવાથી ઉમંગ અને જોશ જળવાયેલો રહેશે. અધ્યાત્મિક કાર્યોમાં પણ સારો સમય પસાર થશે. યુવાઓને કરિયરને લગતો કોઈ નવો અવસર મળી શકે છે, એટલે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કોશિશ કરતા રહો.

નેગેટિવઃ– પારિવારિક જવાબદારીઓ વધવાથી તમારે કામ વધારે રહેશે. આ કાર્યોને કરવાથી તમને સુખ પણ મળી શકે છે. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. કોઈ મોટું નુકસાન પણ થઈ શકે છે.

વ્યવસાયઃ– રાજકીય કાર્યોમાં આજે આંશિક રૂપથી સફળતા મળી શકે છે.

લવઃ– લગ્નજીવનને વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– વધારે કામ સાથે-સાથે તમારા આરામ માટે પણ જરૂરી સમય કાઢો.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– તમારી આર્થિક યોજનાને લગતું કોઈ લક્ષ્ય આજે ફળીભૂત થશે, જેના કારણે મન ખુશ રહેશે. પ્રોપર્ટીની ખરીદદારીને લગતું કોઈ કામ બની શકે છે, પરંતુ તેમાં થોડું વિઘ્ન આવ્યા પછી જ સફળતા મળી શકે છે.

નેગેટિવઃ– કોઈપણ નકારાત્મક પરિસ્થિતિમા પોતાનું નિયંત્રણ ગુમાવશો નહીં. શાંતિથી પરિસ્થિતિઓનો સામનો કરવો. દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો તથા જીવનની વાસ્તવિકતાનો સામનો કરો.

વ્યવસાયઃ– વેપારમાં બધા નિર્ણયો જાતે જ લો.

લવઃ– પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા પરિવારની સ્થિતિને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે સંપર્ક બનશે. તમને નવી જાણકારીઓ પ્રાપ્ત થશે. સાથે જ, તમારા હુનરમાં પણ નિખાર આવશે. રાજકીય કાર્યોને પણ પૂર્ણ કરવા માટે સમય તમારા પક્ષમાં છે.

નેગેટિવઃ– કોઈ નજીકના મિત્ર કે સંબંધી ઈર્ષ્યાની ભાવનાથી તમારા વિરૂદ્ધ અફવાહ ફેલાવી શકે છે. પરંતુ ચોક્કસ રહો તમારું કઇંક જ નુકસાન થશે નહીં.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં થોડું ગેરસમજ કે વૈચારિક મતભેદ થવાથી કામમા અવરોધ આવશે.

લવઃ– ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા પરેશાન કરી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– ઘણાં સમય પછી આજે કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. સમય સુખમય અને મનોરંજક રીતે પસાર થશે. બાળકો તથા વ્યક્તિગત દિનચર્યાને લગતી સમસ્યાનુ પણ નિવારણ થશે.

નેગેટિવઃ– ભાઈઓ સાથે ચાલી રહેલો મતભેદ કોઈ અન્ય સભ્યની મદદથી ઉકેલાઇ જશે, એટલે કોશિશ કરતા રહો. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની દેખરેખમાં બેદરકારી ન કરો.

વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયિક કાર્યોમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે.

લવઃ– પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published.