- કન્યા રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશનના સમાચાર મળી શકે છે
1 એપ્રિલ, શુક્રવારના રોજ બ્રહ્મ, ઈન્દ્ર, ધ્વજ તથા શ્રીવત્સ નામના ચાર-ચાર શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના નોકરિયાત વર્ગને સારા સમાચાર મળી શકે છે. કર્ક રાશિ માટે દિવસ ફાયદાકારક રહેશે. સિંહ રાશિને નસીબનો સાથ મળશે. કન્યા રાશિને બિઝનેસમાં ફાયદો તથા નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. કુંભ રાશિને પૈસાની થોડીક તકલીફ થઈ શકે છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.
1 એપ્રિલ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ–
પોઝિટિવઃ– આજનો દિવસ પરિવાર તથા મિત્રો સાથે મોજમસ્તીમાં પસાર થશે. લાભદાયક સંપર્ક પણ બનશે. ઘરની દેખરેખને લગતી થોડી યોજનાઓ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે અને યોજનાઓ ખૂબ જ સારી સાબિત થશે.
નેગેટિવઃ– વધારે મહેનત અને થાકના કારણે સ્વભાવમાં ચીડિયાપણુ આવી શકે છે. તેના કારણે ગુસ્સો હાવી રહેશે. ખોટી ગતિવિધિઓમાં ખર્ચની સ્થિતિ પણ રહી શકે છે. તમારી શક્તિ પ્રમાણે વધારે લોન લેવાથી બચવું.
વ્યવસાયઃ– વેપારમાં આકરી મહેનત કરવાની જરૂરિયાત છે.
લવઃ– ઘરમાં સુખમય અને પોઝિટિવ વાતાવરણ રહેશે
સ્વાસ્થ્યઃ– ઠંડા ખાનપાનના કારણે ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે.
——————————–
વૃષભઃ–
પોઝિટિવઃ– આજે મોટાભાગનો સમય પોતાના માટે જ પસાર કરો તથા તમારા પોઝિટિવ વ્યવહાર અન્ય ઉપર સારી છાપ છોડશે. આ સમયે બનાવેલી યોજનાઓ અને ઘર તથા વેપાર બંને માટે સારા સાબિત થશે.
નેગેટિવઃ– ભાઈઓ સાથે કોઈ વાતને લઇને વિવાદ થઈ શકે છે. વડીલ લોકોની દખલ સમસ્યાનું નિવારણ પણ જલ્દી લાવશે. કોઇ ખાસ કામમાં વિઘ્ન આવવાથી આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે.
વ્યવસાયઃ– કાર્યસ્થળે સુધારને લગતા નિર્માણમાં વધારે ખર્ચ થઈ શકે છે.
લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઇને વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ– ભૂખ ન લાગવા તથા અપચાની ફરિયાદ રહી શકે છે.
——————————–
મિથુનઃ–
પોઝિટિવઃ– હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું તેનાથી તમને સારું પરિણામ મળી શકશે. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ લેવાથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે એકાગ્રતા બની રહેશે.
નેગેટિવઃ– સરકારી કાર્યો બેદરકારીના કારણે અધૂરા છોડશો નહીં તથા સમય પ્રમાણે પૂર્ણ કરી લો. નહીંતર પેનલ્ટી લાગી શકે છે. અન્યના કાર્યોમાં ભૂલ કાઢવાની જગ્યાએ પોતાની કાર્ય પ્રણાલી ઉપર ધ્યાન આપો.
વ્યવસાયઃ– ઈ.એસ.આઈને લગતા પેપર્સ તથા ફાઇલોને વ્યવસ્થિત રાખો.
લવઃ– પતિ-પત્ની વચ્ચે પારિવારિક સમસ્યાને લઇને મતભેદ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– વધારે કામના કારણે શારીરિક અને માનસિક થાક રહેશે.
——————————–
કર્કઃ–
પોઝિટિવઃ– આજે તમે પોઝિટિવ દૃષ્ટિકોણ દ્વારા તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરશો અને તમને યોગ્ય સફળતા પણ મળી શકશે. ઘરમાં પણ અનુશાસન અને વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી થઈ જશે.
નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક નિર્ણય લેવામાં પરેશાની થઈ શકે છે, એવા સમયમાં કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લો. જો સ્થાન પરિવર્તનની યોજના બની રહી છે તો હાલ થોડા સમય માટે તેને ટાળો.
વ્યવસાયઃ– સરકારી ગતિવિધિઓ સાથે જોડાયેલાં વેપારમાં વધારે લાભની શક્યતા છે.
લવઃ– તમારી કોઇ સમસ્યામાં જીવનસાથીની સલાહ ખૂબ જ મદદગાર રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
——————————–
સિંહઃ–
પોઝિટિવઃ– અન્ય લોકોની ભૂલ ઉપર ધ્યાન આપવાની જગ્યાએ તમારા કાર્યો ઉપર ધ્યાન આપો. ગ્રહ સ્થિતિ અનુકૂળ બની રહી છે. સમયનો ઉપયોગ કરો. કોઈપણ કાર્યને કરતા પહેલાં તેની રૂપરેખા બનાવો અને તે પછી જ તેને શરૂ કરો.
નેગેટિવઃ– બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર કરવાના કારણે તમારા પોતાના વ્યક્તિગત કાર્યો અટકી જશે. ખોટી અવરજવરમાં સમય ખરાબ ન કરો. થોડો સમય બાળકોની સમસ્યાઓને સમજવામાં અને ઉકેલવામાં પણ પસાર કરો.
વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.
લવઃ– પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતની સમસ્યાથી બચવા માટે ખાનપાન અને દિનચર્યા વ્યવસ્થિત રાખવી.
——————————–
કન્યાઃ–
પોઝિટિવઃ– આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમે બધી ચિંતાઓ છોડીને હળવા મૂડમાં રહેશો. સંબંધીઓ તથા મિત્રો સાથે પણ મનોરંજન અને હળવા-મળવામાં સમય પસાર થશે. યુવાઓ પોતાના કરિયરને લઇને વધારે ગંભીર રહેશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે.
નેગેટિવઃ– ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. જેના કારણે તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ પણ તમારે ટાળવા પડી શકે છે. સંયુક્ત પરિવારમાં વ્યવસ્થાને લઇને થોડો તણાવ રહી શકે છે.
વ્યવસાયઃ– વેપારમા નફાની સ્થિતિ બની શકે છે.
લવઃ– વ્યક્તિગત સમસ્યાઓની અસર લગ્નજીવન ઉપર પડવા દેશો નહીં
સ્વાસ્થ્યઃ– પરેશાનીઓના કારણે માનસિક તણાવ રહી શકે છે.
——————————–
તુલાઃ–
પોઝિટિવઃ– આજના દિવસનો મોટાભાગનો સમય મિત્રો સાથે હરવા-ફરવામાં અને મનોરંજનમાં પસાર થશે. તેનાથી શારીરિક અને માનસિક ઊર્જા પણ મળી શકે છે. યુવાઓ પોતાના ભવિષ્યને લઇને સંપૂર્ણ રીતે ગંભીર અને એકાગ્ર રહેશે.
નેગેટિવઃ– તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. ક્યારેક તમારી દખલના કારણે ઘરના સભ્ય પરેશાન પણ રહેશે. ખર્ચ વધારે રહેવાના કારણે હાથ થોડો તંગ રહી શકે છે.
વ્યવસાયઃ– ઉચ્ચ અધિકારી તથા સન્માનિત લોકો સાથે સંબંધ જાળવી રાખવા તમારા વ્યવસાય માટે લાભદાયી સાબિત થશે.
લવઃ– પતિ-પત્ની એકબીજા સાથેના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ– કોઈ પ્રકારની ઈજા પહોંચી શકે છે.
——————————–
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી તમારી કાર્યશૈલીમાં પરિવર્તન લાવવાને લગતી જે યોજનાઓ બનાવી રહ્યા હતાં, આજે તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે. રાજનૈતિક ક્ષેત્રમાં તમારા સંપર્ક થોડા મહત્ત્વપૂર્ણ લોકો સાથે બનશે.
નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધી સાથે નાની વાતને લઇને વિવાદ થઈ શકે છે. થોડી સમજદારી દ્વારા સંબંધ ઠીક પણ થઈ શકે છે. વ્યક્તિગત કાર્યો સાથે-સાથે થોડો સમય પરિવારના સભ્યો સાથે પણ પસાર કરો.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં તણાવ દૂર થશે.
લવઃ– પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
——————————–
ધનઃ–
પોઝિટિવઃ– સામાજિક કે વ્યવસાયિક બંને જગ્યાએ તમારું વર્ચસ્વ રહેશે. જો વારસાગત સંપત્તિને લગતો કોઈ મામલો ચાલી રહ્યો છે તો આજે તેનો ઉકેલ મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે કોઈપણ પરિસ્થિતિમાં તમારું કામ કઢાવવામાં સક્ષમ રહેશો.
નેગેટિવઃ– કોઈપણ વસ્તુની ખરીદદારી કરતી સમયે વધારે સાવધાન રહો, તમારી સાથે દગાબાજીની સ્થિતિ બની શકે છે. તમારી યોજનાઓને ગુપ્ત રાખો. કેમ કે તમારો કોઈ નજીકનો સભ્ય જ તમારી યોજનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ ઉપર વધારે વિશ્વાસ ન કરીને બધી ગતિવિધિઓમાં તમારી હાજરી જરૂરી રહેશે.
લવઃ– લગ્નજીવનમાં અહંકારની સ્થિતિ આવવા દેશો નહીં.
સ્વાસ્થ્યઃ– કામ વધારે રહેવાના કારણે અકારણ જ ગુસ્સા અને તણાવની સ્થિતિ બનશે.
——————————–
મકરઃ–
પોઝિટિવઃ– પ્રતિયોગિતાને લગતા મામલાઓમાં તમને સફળતા મળશે તથા તમારા પ્રભાવશાળી વ્યક્તિત્વની સામે તમારા સ્પર્ધીઓ પરાજિત થશે. આ સમયે આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન રહેશે.
નેગેટિવઃ– કામ વધારે રહેવાના કારણે થોડું ચીડિયાપણું રહી શકે છે. આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. આ સમય તમારા કાર્યોને પર્ણ કરવાનો છે. કાકાના ભાઈ સાથે સંબંધ ખરાબ ન કરો.
વ્યવસાયઃ– વેપાર પ્રત્યે તમારી એકાગ્રતા તમારા વેપારને ગતિ પ્રદાન કરશે.
લવઃ– ઘરના વાતાવરણને અનુશાસિત અને સુખદ જાળવી રાખવામાં પતિ-પત્ની બંનેનો પૂર્ણ સહયોગ રહેશે.
સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો, માઇગ્રેનની સમસ્યાથી બચવા માટે તણાવ અને થાકને હાવી થવા દેશો નહીં.
——————————–
કુંભઃ–
પોઝિટિવઃ– થોડા સમયથી તમારી પોતાની ગતિવિધિઓમાં રસ રાખવાથી તમારા સ્વભાવમાં પણ પોઝિટિવિટી આવી છે. દરેક કામને યોગ્ય રીતે કરવાથી તમારા કામ સુગમતાથી બનતા જશે. ઘરમા સુધાર અને દેખરેખને લગતી થોડી યોજનાઓ બનશે.
નેગેટિવઃ– કોઇ-કોઈ સમયે ઉતાવળ કરવી અને કામ સમયે પૂર્ણ ન કરવું તમારા માટે પરેશાની ઊભી કરી શકે છે. ઘરની વ્યવસ્થાને પણ યોગ્ય જાળવી રાખવા માટે કોઈ કઠોર નિર્ણય ન લો તથા સહજ રીતે સમસ્યાનો ઉકેલ લાવો.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કામ યોગ્ય રીતે ચાલતા રહેશે.
લવઃ– પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
——————————–
મીનઃ–
પોઝિટિવઃ– આર્થિક સ્થિતિ સારી રહેશે. ભાઇઓના સહયોગથી તમારું કોઈ કામ યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે છે. અનુસંધાનના કાર્યોમાં કોશિશ કરી રહેલાં વિદ્યાર્થીઓ માટે સારી સ્થિતિ બની રહી છે, એટલે સંપૂર્ણ રીતે તમારું ધ્યાન કેન્દ્રિત કરો.
નેગેટિવઃ– પ્રોપર્ટીના કોઈ મામલે વાદ-વિવાદ થઈ શકે છે. સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની કોશિશ કરો. ઘરના અનુભવી વ્યક્તિઓની સલાહને ઇગ્નોર ન કરો.
વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ નફો આપી શકે છે.
લવઃ– વ્યસ્ત દિનચર્યાના કારણે પરિવારમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ– ખરાબ ખાનપાનના કારણે પેટમાં ગરમી અને એસિડિટીની ફરિયાદ રહી શકે .