news

Nykaaના શેર તૂટ્યા: કંપનીના શેર 15 દિવસમાં 11% સુધી ઘટ્યા હવે IPO ઇશ્યૂ કિંમતની નજીક, રોકાણકારો મૂંઝવણમાં

એક સમયે શેરબજારમાં લિસ્ટ થયેલી કંપની નાયકાના દિવસો અત્યારે સારા નથી ચાલી રહ્યા. માર્કેટમાં છેલ્લા 15 દિવસમાં કંપનીના શેર 11 % સુધી તૂટ્યા છે. કંપનીના રોકાણકારોએ તેમના મહત્તમ મૂલ્યના લગભગ 55 % ગુમાવ્યા છે. કંપની દ્વારા 3 ઓક્ટોબરે બોનસ શેરની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારથી કંપનીના શેરના ભાવમાં 11 % સુધીનો ઘટાડો થયો છે. કંપનીના શેર હાલમાં રૂ. 1125ના IPO ઈશ્યૂ ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.

શેરબજારમાં બુધવારે (19 ઓક્ટોબર) શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં નાયકાના શેર લગભગ એક %ના ઘટાડા સાથે રૂ. 1136.95 પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આ કિંમત કંપનીએ અત્યાર સુધી જોયેલી સૌથી નીચી સપાટી છે. આ કંપનીના શેરમાં રૂ. 2574ના ઓલટાઇમ હાઇ કરતાં 56 % નીચો છે.

તમને જણાવી દઈએ કે, ગત વર્ષે 10 નવેમ્બરે શેરબજારમાં નાયકાના શેરની મજબૂત લિસ્ટિંગ થઈ હતી. લિસ્ટિંગના દિવસે જ બ્યુટી સ્ટાર્ટઅપ કંપનીનો શેર લગભગ બમણો વધીને રૂ. 2248.10 થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં જે કંપનીઓના IPO આવ્યા છે, તેમાં Paytm સૌથી ખરાબ પ્રદર્શન કરનાર સ્ટોક રહ્યો છે, આ કંપનીના શેર તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરેથી 66 % તૂટ્યા છે.

નાયકાના શેરમાં ઘટાડો થયા બાદ કંપનીના શેરમાં રોકાણ કરનારાઓની મૂંઝવણ વધી છે. જોકે, બજારના નિષ્ણાતો માને છે કે હજુ પણ તેમાં રોકાણ કરી શકાય છે. ICICI સિક્યોરિટીઝ અનુસાર, Nykaa BPC અને ફેશન વર્ટિકલ્સની મજબૂતાઈ સાથે ઝડપથી વિકસતા નવા વ્યવસાયોમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે. સ્થાનિક બ્રોકરેજે કંપનીના શેરને 1250 રૂપિયાના લક્ષ્ય ભાવ સાથે હોલ્ડ રેટિંગ આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published.