ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સની માલિકીની વિસ્તારા એરલાઇન્સ ધમાકેદાર ફેસ્ટિવલ સેલ સાથે આવી છે. એરલાઈને તેના સ્થાનિક અને ઈન્ટરનેશનલ નેટવર્કમાં ફેસ્ટિવલ સેલની જાહેરાત કરી છે. ટિકિટ બુક કરવા માટે આ સેલ ત્રણેય ટ્રાવેલ ક્લાસમાં ઇકોનોમી, પ્રીમિયમ ઇકોનોમી અને બિઝનેસમાં ઉપલબ્ધ છે. એરલાઈને સેલ શરૂ કરી દીધું છે અને ડોમેસ્ટિક ટ્રાવેલ માટે એર ટિકિટની શરૂઆતી કિંમત 1499 રૂપિયા છે.
ઘરેલું મુસાફરી માટે ભાડું
વિસ્તારા મુજબ ફેસ્ટિવ સેલ હેઠળ ઘરેલુ મુસાફરી માટે ટિકિટ બુક કરવાના લાભો 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી રાત્રે 11:59 વાગ્યા સુધી મેળવી શકાય છે. ઇકોનોમી ક્લાસનું ભાડું ડોમેસ્ટિક ટ્રાવેલ માટે 1,499, રૂપિયા પ્રીમિયમ ઇકોનોમી માટે 2,999 રૂપિયા અને બિઝનેસ ક્લાસ માટે 8,999 રૂપિયાથી શરૂ થાય છે. આ વન-વે ફેર છે.
ઈન્ટરનેશનલ રૂટ પર ટિકિટોના ભાવ
ઈન્ટરનેશનલ રૂટ પરના ભાડાની વાત કરીએ તો ઈકોનોમી ક્લાસ માટે રિટર્ન ટિકિટની કિંમત 14,149 રૂપિયાથી શરૂ થાય છે. ટિકિટની કિંમત પ્રીમિયમ ઇકોનોમી માટે 18,499 રૂપિયા અને બિઝનેસ ક્લાસ માટે 42,499 રૂપિયાથી શરૂ થાય છે. ઈન્ટરનેશનલ રૂટ પર ટિકિટ બુક કરવા માટે 4 દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે. તમે 17 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી ટિકિટ બુક કરાવી શકો છો. વિસ્તારાના આ ફેસ્ટિવ સેલમાં તમે 23 ઓક્ટોબર 2022 થી 31 માર્ચ 2023 સુધીની મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકો છો.
હવાઈ મુસાફરીની ડિમાંડમાં ઉછાળો
વિસ્તારાના ચીફ કોમર્શિયલ ઓફિસર દીપક રાજાવતે કહ્યું- ‘ફેસ્ટિવલ સિઝન સુખદ યાદો બનાવવા માટે હોય છે. મુસાફરી અને રજાઓનું આયોજન આમ કરવું માટે એક સરસ રીત છે. હવાઈ મુસાફરીની માંગમાં તાજેતરનો વધારો ઘણો પ્રોત્સાહક છે. અમારા ગ્રાહકોને ભારતની શ્રેષ્ઠ એરલાઈન્સ સાથે ડિસ્કાઉન્ટ ભાડા પર મુસાફરી કરવાની તક આપતા અમને આનંદ થાય છે. અમને વિશ્વાસ છે કે અમારા ગ્રાહકો ફેસ્ટિવ સિઝનમાં તેમના મિત્રો અને પરિવારને મળવા માટે વિસ્તારાને તેમની પસંદગીની એરલાઇન તરીકે પસંદ કરવાનું ચાલુ રાખશે.
ફેસ્ટિવ સેલ હેઠળ ટિકિટ બુક કરવા માટે તમે વિસ્તારાની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. આપને જણાવી દઈએ કે આ ટિકિટો પર ડિસ્કાઉન્ટ માટે કોઈ વાઉચરનો ઉપયોગ કરી શકાતો નથી.