Rashifal

સોમવારનું રાશિફળ:સોમવારે ધન, વૃશ્ચિક સહિત 5 રાશિના જાતકો પર ગ્રહો મહેરબાન રહેશે, વિઘ્નો દૂર થશે, નવાં કામ શરૂ થશે

10 ઓક્ટોબર, સોમવારના રોજ રેવતી નક્ષત્રમાં ચંદ્ર હોવાને કારણે માતંગ નામનો શુભ યોગ બની રહ્યો છે. વૃષભ રાશિની રોજિંદી આવકમાં વધારો થશે. કર્ક રાશિને બિઝનેસમાં પ્રગતિ થવાના યોગ છે. તુલા રાશિને નોકરી તથા બિઝનેસમાં સારી તક મળશે. ધન રાશિને નોકરીમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. મીન રાશિને નસીબનો સાથ મળશે. આ ઉપરાંત મિથુન રાશિ માટે રોકાણની દૃષ્ટિએ દિવસ યોગ્ય નથી. બેદરકારીને કારણે સારી તકો હાથમાંથી નીકળી શકે છે. કન્યા રાશિએ લેવડ-દેવડમાં સાવધાની રાખવી. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

10 ઓક્ટોબર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ– કોઇ સાર્વજનિક સ્થળે વાદ-વિવાદ થવાની સ્થિતિ બની શકે છે, પોતાના કામથી જ કામ રાખો. થોડો સમય આત્મ મનન અને ચિંતનમાં પણ લગાવો. ઘરના વડીલ સભ્યોના માન-સન્માન અને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો.

વ્યવસાયઃ– છેલ્લાં થોડા સમયથી વ્યવસાયના ક્ષેત્રમાં જે પરેશાની ચાલી રહી હતી, આજે તે નિર્વિઘ્ને દૂર થઇ જશે.

લવઃ– પારિવારિક સભ્યોનો એકબીજા સાથે યોગ્ય તાલમેલ રહેશે.

સ્વાસ્થ્યઃ– ચામડીને લગતી કોઇ એલર્જી થઇ શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– થોડા પડકાર સામે આવી શકે છે પરંતુ તમે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે તેમનો સામનો કરવામાં સમર્થ રહેશો. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે, તો આજે કોઇ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તેનો ઉકેલ આવી શકે છે.

નેગેટિવઃ– રૂપિયા-પૈસાને લગતી કોઇપણ પ્રકારની લેવડ-દેવડ ન કરો. બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિની જાણકારી મળવાથી મન નિરાશ થઇ શકે છે. સમસ્યાઓને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. ખોટા ઉપાયો કરવાની જગ્યાએ પોતાના કર્મ ઉપર વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ જળવાયેલો રહેશે.

લવઃ– પતિ-પત્ની એકબીજાના સહયોગ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– ગળામાં ઇન્ફેક્શનની સમસ્યા રહી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– કામ વધારે હોવા છતાં તમે તમારા માટે અને પરિવાર માટે સમય કાઢી શકશો. થોડા પારિવારિક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પણ તમારો વિશેષ સહયોગ રહેશે. યુવાઓને પોતાના કરિયરને લગતી પરીક્ષાનું પોઝિટિવ પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ– થોડી નવી જવાબદારી આવવાથી કામ વધી શકે છે. આ સમયે કોઇ નુકસાન થવાની જેવી સ્થિતિ પણ બની રહી છે, એટલે હિસાબ-કિતાબને લગતા કાર્યોને સાવધાનીથી કરો. વિના વાતે કોઇ સાથે વિવાદમાં ઉતરશો નહીં.

વ્યવસાયઃ– રાજકીય કાર્યોમાં આવી રહેલી મુશ્કેલી દૂર થશે.

લવઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં કામ વધારે હોવાના કારણે લગ્નજીવન અને ઘર-પરિવારને વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આ સમયે ગ્રહ સ્થિતિ ઉત્તમ બની રહી છે. આર્થિક યોજનાને લગતા કોઇ લક્ષ્ય સરળતાથી ફળીભૂત થશે. ધાર્મિક સંસ્થાઓ પ્રત્યે પોતાનું નિસ્વાર્થ યોગદાન તમારી માન-પ્રતિષ્ઠાને વધારશે.

નેગેટિવઃ– કોઇપણ નકારાત્મક પરિસ્થિતિનો સામનો શાંતિથી કરો. ગુસ્સા અને આક્રોશના કારણે પરિસ્થિતિ ખરાબ થઇ શકે છે. બાળકોના એડમિશનને લગતી પરેશાનીઓ સામે લડવું પડી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં બધા નિર્ણય જાતે જ લેવાં.

લવઃ– પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા પરિવારની વ્યવસ્થા યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– તમારા કોઇ ખાસ હુનરને શોધવાની કોશિશ કરો. તમારી પ્રતિભા લોકો સામે પણ આવશે. ઘરમાં થોડા પરિવર્તન કે સુધારને લગતા કાર્યોની જો યોજના બની રહી છે તો સમય અનુકૂળ છે. વાસ્તુના નિયમોનું પાલન કરો.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ પણ સામે આવશે. આ સમેય કોઇપણ યાત્રા ટાળવાનું રાખો. યુવા વર્ગ પોતાના લક્ષ્યને આંખથી ઓઝલ થવા દે નહીં. નકારાત્મક અને ખોટી ગતિવિધિઓથી દૂર રહો.

વ્યવસાયઃ– કામકાજને લઇને સમસ્યાઓ સામે આવી શકે છે.

લવઃ– ઘરમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– કોઇ વાતને લઇને માથાનો દુખાવો અને તણાવ રહેશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુ-ગેધર રહેશે. સમય સુખમય અને મનોરંજન પૂર્ણ પસાર થશે. એકબીજાની સલાહ દ્વારા બાળકોને લગતી કોઇ સમસ્યાનું નિવારણ પણ આવી શકે છે.

નેગેટિવઃ– વિદ્યાર્થી અને યુવા વર્ગ આજકાલ પોતાના લક્ષ્ય પ્રત્યે બેદરકારી કરશે, જેના કારણે તેમના બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. ભાઇઓ સાથે ચાલી રહેલાં મતભેદ કોઇ વડીલ સભ્યની મદદથી ઉકેલાઇ શકે છે. એટલે કોશિશ કરતાં રહો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કરેલાં ફેરફારના પોઝિટિવ પરિણામ મળી શકે છે.

લવઃ– ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પારિવારિક વાતાવરણને સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– સમય તમારા માટે પોઝિટિવ પરિવર્તન લાવી રહ્યું છે. કોઇપણ દુવિધાની સ્થિતિમાં પરિજનોનો સહયોગ તમારા માટે મદદગાર સાબિત થશે. ચાલી રહેલી ઉથલપાથલથી પણ રાહત મળી શકે છે.

નેગેટિવઃ– ભાવનાઓમાં આવીને પોતાની કોઇ મહત્ત્વપૂર્ણ વાત કોઇ સામે જાહેર ન કરો. તેના કારણે થોડી સમસ્યાઓ આવી શકે છે. આવકના સ્ત્રોત ઓછા રહેશે. જલ્દી પરિસ્થિતિ અનુકૂળ થઇ જશે.

વ્યવસાયઃ– આ સમયે તમારી ઊર્જા અને તમારા સંપર્કોને વધારે વિસ્તૃત કરવામાં લગાવો.

લવઃ– પારિવારિક સભ્યોની વચ્ચે યોગ્ય તાલમેલ અને સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– દિવસની શરૂઆત કાર્ય સિદ્ધિદાયક રહેશે. આજે તમને તમારા કોઇ રાજનૈતિક સંપર્ક દ્વારા ફાયદો થઇ શકે છે. તમે તમારા પરિવાર તથા વ્યવસાયિક જવાબદારીઓનું પાલન યોગ્ય રીતે કરી શકશો.

નેગેટિવઃ– કોઇ ગાઢ વ્યક્તિ સાથે કોઇ અપ્રિય ઘટના બની શકે છે. જેના કારણે મન થોડું નિરાશ રહી શકે છે. તમારા મનમાં કોઇના પ્રત્યે શંકાની ભાવના સંબંધોને ખરાબ કરી શકે છે. એટલે સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે.

વ્યવસાયઃ– મીડિયા, આર્ટ, પબ્લિકેશન વગેરે જેવા કાર્યોમાં સારી સફળતા મળી શકે છે.

લવઃ– પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ– કમર અને પગમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આ સમયે અન્ય પાસે મદદની આશા રાખવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. નવા કાર્યોને યોગ્ય રીતે અંજામ આપી શકશો. કોઇ પોલિસી વગેરે મેચ્યોર થવાથી ધનને લગતા રોકાણની થોડી યોજનાઓ બનશે.

નેગેટિવઃ– આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારી ઉતાવળ અને બેદરકારીના કારણે થોડું નુકસાન પણ થઇ શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના કોઇ પ્રોજેક્ટમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. તમારા વ્યવહારમાં લચીલાપણું રાખો.

વ્યવસાયઃ– સમય અનુકૂળ છે. દિવસની શરૂઆતથી જ તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોની યોજના બનાવવાનું શરૂ કરી દો. આ સમયે તમારું ધ્યાન થોડી નવી ગતિવિધિઓ પ્રત્યે પણ લગાવો.

લવઃ– પતિ-પત્ની એકબીજા પ્રત્યે સંવદેનશીલ વ્યવહાર રાખશે.

સ્વાસ્થ્યઃ– ક્યારેક થાક અને નેગેટિવિટી હાવી થવાથી મનોબળમાં ઘટાડો અનુભવ થઇ શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– સામાજિક તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. થોડો સમય શાંતિ માટે પણ એકાંત કે ધાર્મિક સ્થળે પસાર કરવો જરૂરી છે. તેનાથી તમે તમારી અંદર નવી ઊર્જાનો સંચાર અવુભવ કરી શકો છો.

નેગેટિવઃ– યુવા વર્ગ ખોટી સંગતિ અને ખોટી આદતોથી દૂર રહે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે યોગ્ય ચર્ચા-વિચારણાં કરવી જરૂરી છે. દસ્તાવેજ ઉપર વાંચ્યા વિના કોઇ કાર્યવાહી ન કરો તો સારું રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં વિસ્તારને લગતી યોજનાઓ સફળ રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ તેમના સંબંધોને વધારે મધુર બનાવશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– ઘરને લગતી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની ખરીદદારીમાં સમય પસાર થશે. તમારો પોઝિટિવ તથા સહયોગી વ્યવહાર તમને સમાજ અને પરિવારમાં સન્માનિત રાખશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે વધારે મહેનત કરે, સફળતા ચોક્કસ મળી શકશે.

નેગેટિવઃ– કોઇપણ કાર્ય કરતી સમયે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. વિના કારણે અન્યના મામલે દખલ ન કરો, તેના કારણે તમારી પણ આલોચના કે નિંદા શક્ય છે. ઘરમાં કોઇ નજીકના સંબંધીના આગમનથી બધી જ દિનચર્યા અસ્ત-વ્યસ્ત થઈ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આજે તમારી હાજરી જરૂરી રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણથી સાવધાન રહો.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આ સમેય પ્રકૃતિ તમને કોઇ શુભ સંકેત આપી રહી છે. તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઇ જવાથી માનસિક અને આત્મિક સુકૂન પણ મળી શકે છે.

નેગેટિવઃ– આર્થિક રૂપે થોડી મુંજવણ અને સમસ્યાઓ આવી શકે છે. કોઇ વ્યક્તિની નકારાત્મક ગતિવિધિ તમને ભાવનાત્મક રૂપથી નબળી કરી શકે છે. આવી પરિસ્થિતિમાં અન્ય સાથે અંતર જાળવી રાખો.

વ્યવસાયઃ– કાર્યપ્રણાલીમાં પરિવર્તન લાવવું પોઝિટિવ રહેશે.

લવઃ– દિવસભરના થાકથી રાહત મેળવવા માટે થોડો સમય પરિવાર સાથે વિતાવો.

સ્વાસ્થ્યઃ– તણાવ અને નિરાશાને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

Leave a Reply

Your email address will not be published.