આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કાલે ફરી ગુજરાતના પ્રવાસે મધ્ય ગુજરાત અને દક્ષિણચ ગુજરાતમાં તેમના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ વીડિયોના માધ્યમથી જાણકારી આપતા જણાવ્યું કે,આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનઆવતીકાલે 8 ઓક્ટોબરે ગુજરાત આવશે.
8 અને 9 ઓક્ટોબરે ગુજરાતનો પ્રવાસ કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 8 ઓક્ટોબરે બપોરે 2:00 વાગે દાહોદની નવજીવન કોલેજ કેમ્પસમાં એક જંગી જનસભાને સંબોધન કરશે અને ત્યારબાદ સાંજે 4:00 વાગે વડોદરામાં આયોજિત એક ભવ્ય તિરંગા યાત્રામાં ભાગ લેશે.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 9 ઓક્ટોબરે બપોરે 1:00 વાગે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે અને સાંજે 4:00 વાગે સુરત જિલ્લાના કડોદરા ખાતે વધુ એક જંગી જનસભા ની સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આ બે દિવસ દરમિયાન સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાતો કરશે. સાથે સાથે આવનારી ચૂંટણીના આયોજનને લઈને પ્રદેશના નેતાઓ સાથે પણ મહત્વપૂર્ણ મુલાકાતો કરશે.