news

કૂડ ઓઈલના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે પેટ્રોલ-ડીઝલની કીંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા બાદ પણ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો નથી. ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ $90ની નીચે છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોનું માનવું છે કે તહેવારોની સિઝનમાં ઓઈલ કંપનીઓ વાહન ઈંધણના ભાવમાં રાહત આપી શકે છે. જો ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 85 ડોલર સુધી પહોંચી જાય છે તો ભારતીય ઓઈલ કંપનીઓ નવરાત્રી દરમિયાન પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે.

જોકે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર અંગે ઓઈલ કંપનીઓ દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) ના નવીનતમ અપડેટ મુજબ, પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે (ગુરુવાર), 29 સપ્ટેમ્બરે પણ સ્થિર છે. દિલ્હીથી લઈને મુંબઈ, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત દેશભરના વિવિધ રાજ્યોના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા 29 સપ્ટેમ્બરના રોજ અપડેટ કરાયેલા દર અનુસાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલમાં કોઈ તફાવત નથી અને દરો યથાવત છે. દિલ્હીને અડીને આવેલા નોઈડામાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.96 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ સિવાય ગુરુગ્રામમાં પેટ્રોલની કિંમત 97.18 રૂપિયા અને ડીઝલની કિંમત 90.05 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પેટ્રોલની કિંમત 96.57 રૂપિયા અને ડીઝલની કિંમત 89.76 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે.

Leave a Reply

Your email address will not be published.