વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ આજે સુરત ખાતે આશરે રૂ.3400 કરોડના વિવિઘ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કર્યુ હતું ત્યારે સુરત ખાતેના PM ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સુરતવાસીઓને સંબોધતા જણાવ્યું કે, સુરત મહાનગર સર્વગ્રાહી વિકાસનો પંથ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટીવંત નેતૃત્વમાં કંડાર્યો છે. સુરતને નવી ઓળખ આપનાર ડાયમંડ બુસ્ટ અને ડ્રિમ સીટીએ વડાપ્રઘાનનો ડ્રિમ પ્રોજકેટ છે. આજે આ ડ્રીમ સીટીમાં રૂ113 કરોડના કામોનું લોકાર્પણ અને 256 કરોડનું ખાતમુહૂર્ત થયું.
વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વમાં ભારતે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. આ અમૃતકાળ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે પાંચ સંકલ્પો આપણને આપ્યા છે જેમાં પહેલો સંકલ્પ વિકસિત ભારતનું નિર્માણ કરવું. સ્વચ્છ, સુંદર, સ્માર્ટ અને સુવિઘા યુકત શહેર વિના વિકસીત ભારતની કલ્પના સાકાર ન થઇ શકે.