news

તા. 29- 30મીએ ચરોતરની મોટાભાગની ટ્રીપો રદ્દ થશે નડિયાદથી 150 બસ ફાળવાઇ

તા. 29- 30મીએ ચરોતરની મોટાભાગની ટ્રીપો રદ્દ થશે નડિયાદથી 150 બસ ફાળવાઇતા. 29- 30મીએ ચરોતરની મોટાભાગની ટ્રીપો રદ્દ થશે નડિયાદથી 150 બસ ફાળવાઇતા. 29- 30મીએ ચરોતરની મોટાભાગની ટ્રીપો રદ્દ થશે નડિયાદથી 150 બસ ફાળવાઇતા. 29- 30મીએ ચરોતરની મોટાભાગની ટ્રીપો રદ્દ થશે નડિયાદથી 150 બસ ફાળવાઇ તા.29 અને 30 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદમાં કાર્યક્રમો છે. જે કાર્યક્રમમાં માણસોને લઈ જવા માટે નડિયાદ એસટી. વિભાગમાંથી 150 બસો ફાળવવામાં આવી છે. મોટી સંખ્યામાં બસોની ફાળવણી થતા સમગ્ર ચરોતરના 11 ડેપોમાં મોટાભાગની ટ્રીપો રદ્દ થશે. નોકરી, કોલેજ કે શાળાએ જવા માટે બસનો ઉપયોગકરનારા ગુરૂવાર અને શુક્રવારના રોજ અટવાય તેવી શકયતા છે. તા.29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન અમદાવાદ ખાતે નેશનલ ગેમ્સ-2022 નું ઉદ્ઘાટન કરનાર છે. જ્યારે તા.30 સપ્ટેમ્બરના રોજ મેટ્રો ટ્રેનનો ઉદ્ઘાટન કાર્યક્રમ છે. આ બંને કાર્યક્રમોમાં જનમેદની એકત્ર કરવા માટે નડિયાદ ડિવિઝનના 11 ડેપોમાંથી 150 બસો ફાળવવામાં આવી છે. આ તમામ બસો રામકથા મેદાન ગાંધીનગર, દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર ડેપો ખાતે મૂકાશેે. ત્યાંથી માણસોને કાર્યક્રમ સ્થળ પર લઈ જવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.