ભારત દેશમાં 2012 ના વર્ષમાં અન્ના હજારે આંદોલન રાજકારણ બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવનારું આંદોલન ગણવામાં આવે છે.અન્ના હજારે અને તેમના સાથી મિત્રોએ ભ્રષ્ટાચાર સામે આંદોલન કર્યું હતું અને આ આંદોલનમાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ હતા.એવું કહેવાય છે કે અન્ના હજારેના સાથે રહીને અરવિંદ કેજરીવાલ બધું શીખ્યા હતા.અરવિંદ કેજરીવાલ આ આંદોલન બાદ પોતાની એક પાર્ટી બનાવી હતી અને તેનું નામ આમ આદમી પાર્ટી રાખવામાં આવ્યું હતું.પાર્ટીના ગઠન બાદ દિલ્હીમાં પહેલી ચૂંટણી માં જ આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી લીધી હતી. તે સમયે pm નરેદ્ર મોદીનો વેવ ખૂબ ચાલતો હતો તેવા સમયમાં અરવિંદ કેજરીવાલ સરકાર બનાવી હતી પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું અને થોડા સમયમાં ગઠબંધન તૂટતા ફરી ચૂંટણી યોજાઈ હતી અને અરવિંદ કેજરીવાલની પાર્ટી 70 માંથી 67 સીટો લાવીને પોતાની પૂર્ણ બહુમત વાળી સરકાર બનાવી હતી. 5 વર્ષ બાદ ફરી આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં છે હવે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં દિલ્હી જેવો રસ્તો શોધી રહ્યા છે .કેજરીવાલ પોતે જાણે છે કે ગુજરાતમાં 50 કરતા વધારે સીટો આવશે તો સરકાર બનાવવા માટે તેમની પાર્ટી દાવેદાર બનશે કારણ કે કોંગ્રેસ ગુજરાતમાં ઓછામાં ઓછી 30 થી 40 સીટો લાવી શકે છે તેવામાં બીજેપીની સરકાર બનાવવા માટે પૂર્ણ બહુમત નહિ હોય તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ને ગુજરાતમાં સરકાર બનાવી લેશું અને ત્યાર બાદ દિલ્હીમાં જે રીતે કર્યું હતું તેનું પુનરાવર્ત ગુજરાતમાં થઈ શકે છે .ફરી વાર ચૂંટણીની માંગ કરીને ગુજરાતની જનતાને વિશ્વાસ માં લઇ શકાશે અને તેનો સીધો લાભ આમ આદમી પાર્ટીને મળી શકે છે.દિલ્હીનું પુનરાવર્તન ગુજરાતમાં કરવા માટે પણ આમ આદમી પાર્ટી પ્લાન બનાવી ચુકી હશે તેમાં નવાઈ પણ નહીં.આમ આ વખતે પૂર્ણ બહુમત નહિ તો ગઠબંધન વાળી પણ સરકાર બનાવા માટે આમ આદમી પાર્ટી તૈયારીમાં જોવા મળી રહી છે