ગરબાડા નગરમાં ગોપાલક માલધારી સેના તથા હિન્દુ યુવા ભાઈઓ તથા ઓલ એનિમલ ટીમ દ્વારા રેલી કાઢવામાં આવી
ગરબાડા રિલાયન્સ થી ગરબાડા મામલતદાર સુધી માલધારી સેના તથા હિન્દુ યુવા ભાઈઓ દ્વારા ઓલ એનિમલ સાથે રેલી કાઢવામાં આવી હતી અને જેમાં ગરબાડા મામલતદારને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં હમણાં થોડા સમય છેલ્લા ઘણા સમયથી લંપી વાયરસ ખૂબ જ પ્રસરી રહે છે જે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં પણ ઘણા વિસ્તારોમાં લંબી વાયરસના કેસો પ્રતિદિન વધતા જાય છે અને ઘણા પશુઓના મૃત્યુ થયા છે તે બાબતે આપ શ્રી મામલતદાર સાહેબને જણાવવાનું કે ગરબાડા તાલુકામાં વિવિધ વિસ્તારોમાં લંપી વાયરસની રસીના ડોઝ રોજ ઝડપથી વધારી અને રસીકરણની પ્રક્રિયામાં વધારો કરવામાં આવે અને જે પશુઓના મૃત્યુ પામ્યા છે તેઓને સરકારના ધારા ધોરણ મુજબ સર્વે કરીને તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડવામાં આવે તે બાબતે ગરબાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં ગરબાડા મામલતદાર સાહેબને વિવિધ ગામડાઓમાં ગૌચર જમીન પર મોટા પ્રમાણમાં દબાણ છે તે ગૌચરની જમીન પર દબાણ પણ દૂર કરવા અને ગૌચરની જમીન પશુઓ માટે ખુલ્લી કરવા જરૂરી કાર્યવાહી કરવા પણ વિનંતી કરવામાં આવી હતી