10 ઓગસ્ટ, બુધવારના રોજ પ્રીતિ તથા શ્રીવત્સ નામના બે શુભ યોગ બની રહ્યા છે. વૃષભ રાશિને અટકેલા પૈસા મળશે. આ કારણે તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સિંહ રાશિને નસીબનો સાથ મળશે. વૃશ્ચિક રાશિને સારા સમાચાર મળી શકે છે. ધન રાશિને બિઝનેસમાં નવી ડીલથી ફાયદો થશે. મકર રાશિને રોકાણમાં ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત તુલા રાશિને નાની ભૂલ પણ ભારે પડી શકે છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.
10 ઓગસ્ટ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ–
પોઝિટિવઃ– ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે.
નેગેટિવઃ– કોઇ અશુભ સમાચાર મળવાથી મનમાં પરેશાની થઇ શકે છે. આ સમયે કોઇપણ વ્યક્તિની આલોચના કે નિંદા કરવામાં તમારો સમય ખરાબ કરશો નહીં, કેમ કે તેની નકારાત્મક અસર તમારા પર પડી શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાયમાં ઉન્નતિના પ્રસ્તાવ મળી શકે છે.
લવઃ– પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે તાલમેલનો ભાવ રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યમાં સુધારો આવશે.
——————————–
વૃષભઃ–
પોઝિટિવઃ– ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારીમાં સમય પસાર થશે. તમે તમારાં કાર્યોને પૂર્ણ જોશ અને ઉત્સાહથી પૂર્ણ કરશો. થોડો સમય કોઇ ધાર્મિક સ્થળમાં પસાર કરવાથી માનસિક શુકન અને શાંતિ પ્રાપ્ત થશે.
નેગેટિવઃ– પ્રિય મિત્ર સાથે કોઇ વાતને લઇને સંબંધોમાં કડવાશ આવી શકે છે. તમારાં કાર્યને ગંભીરતાથી કરો, કેમ કે નાની-નાની ભૂલનું મોટું નુકસાન ભોગવવું પડી શકે છે.
વ્યવસાયઃ– કાર્યસ્થળ પર ગતિવિધિઓ તથા ક્રિયાઓ પર નજર રાખો.
લવઃ– લગ્નજીવન સારું જળવાયેલું રહેશે
સ્વાસ્થ્યઃ– માથાના દુખાવાની સમસ્યા પરેશાન કરશે.
——————————–
મિથુનઃ–
પોઝિટિવઃ– રાજકીય કાર્યોમાં સફળતા મળશે. નવી યોજના તથા નવા ઉપક્રમ માટે સમય અનુકૂળ છે. બાળકોની કોઇ સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. ઘર-પરિવાર તથા સંબંધીઓમાં તમારું વર્ચસ્વ રહેશે.
નેગેટિવઃ– ધન પ્રાપ્તિનાં કાર્યોમાં થોડી મુશ્કેલી આવશે. તમારા દ્વારા કોઇ એવું કામ થઇ શકે છે, જેનાથી તમારી નિંદા થશે. સાવધાન રહેવું. કોઇ ઘનિષ્ઠ મિત્ર કે પરિજન સાથે કોઇ નકારાત્મક ઘટના બની શકે છે.
વ્યવસાયઃ– કોર્ટ કેસને લગતા મામલાઓ જે છેલ્લા થોડા સમયથી અટવાયેલા હતા, આજે તેમાં થોડું પોઝિટિવ પરિવર્તન આવી શકે છે.
લવઃ– લગ્નજીવનમાં મધુરતાની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લગતી થોડી સમસ્યાઓ આવી શકે છે.
——————————–
કર્કઃ–
પોઝિટિવઃ– રાજનૈતિક તથા સામાજિક કાર્યોમાં વર્ચસ્વ વધશે. મિત્રોની મદદથી કોઇ ગૂંચવાયેલું કામ ઉકેલાઇ જશે. કોઇ પ્રેરક વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે.
નેગેટિવઃ– કોઇ સંબંધી સાથે વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે, જેને કારણે થોડો તણાવ રહેશે. રૂપિયા-પૈસાના મામલે પણ હાથ તંગ રહેશે. આ સમયે ખરાબ વિચારોથી બહાર આવીને આધુનિક વિચારધારાનો સ્વીકાર કરો.
વ્યવસાયઃ– વ્યાપારિક ફેરફારની થોડી સંભાવનાઓ બની રહી છે, જે ભવિષ્યમાં ઉન્નતિદાયક રહેશે.
લવઃ– પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની સમસ્યાઓને ઉકેલવામાં સક્ષમ રહેશે.
સ્વાસ્થ્યઃ– શારીરિક રૂપથી તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો.
——————————–
સિંહઃ–
પોઝિટિવઃ– આર્થિક રૂપથી સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. કોઇપણ મુશ્કેલ કામને તમે તમારી હિંમત અને સાહસથી પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ પર રહેશે.
નેગેટિવઃ– દૈનિત કાર્યોને પૂર્ણ કરવામાં થોડાં વિઘ્ન આવી શકે છે, એટલે વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. આ સમયે દેવું લેવાથી બચવું જરૂરી છે. યુવાઓને સ્પર્ધાના ક્ષેત્રમાં વધારે પડકારનો સામનો કરવો પડી શકે છે.
વ્યવસાયઃ– મીડિયા સાથે જોડાયેલા લોકોએ પોતાની રચનાત્મક ક્ષમતા વિકસિત કરવાની વધારે જરૂર છે.
લવઃ– પારિવારિક એકતા બની રહેશે.
સ્વાસ્થ્યઃ– માથાના દુખાવાની સમસ્યા રહેશે.
——————————–
કન્યાઃ–
પોઝિટિવઃ– વડીલોની સલાહ અને અનુભવનો લાભ ઉઠાવો. આજે તમે જે પણ કામ કરશો તેનું શુભ પરિણામ તમને પ્રાપ્ત થશે. વિદ્યાર્થી વર્ગ પોતાનું હોમવર્ક સમયે પૂર્ણ કરી લેશે.
નેગેટિવઃ– બપોર પછી પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ રહેશે. અચાનક કોઇ ચિંતાની સ્થિતિ બનશે. શરૂ કાર્યોમાં થોડાં વિઘ્ન ઊભાં થઇ શકે છે. બાળકોના ભવિષ્યને લગતી કોઇ વાતને લઇને પણ પરેશાન રહેશો.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં નવી-નવી યોજનાઓ બનશે તથા તેના પર કામ પણ થશે.
લવઃ– ઘરમાં શુકનભર્યું વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ– ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા પણ રહેશે,
——————————–
તુલાઃ-
પોઝિટિવઃ– દિવસની શરૂઆત ખૂબ જ ઉત્તમ રહેશે. પરિવાર તથા કામની જવાબદારી યોગ્ય રીતે નિભાવશો. સ્ત્રી વર્ગ ખાસ કરીને આજે થોડાં વિશેષ કાર્યોને પૂ્ણ કરવામાં વ્યસ્ત રહેશે.
નેગેટિવઃ– કોઇ સહકર્મી કે સંબંધી સાથે કોઇ વિવાદ થવાના કારણે મૂડ ખરાબ થઇ શકે છે. રોકાણને લગતી ગતિવિધિઓમાં તમારો રસ વધશે, પરંતુ પહેલા કોઇ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણા કરી લો.
વ્યવસાયઃ– ફાઇનાન્સ, શેર, વીમા વગેરે સાથે સંકળાયેલી વ્યક્તિઓએ પોતાના કાર્યમાં ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે.
લવઃ– જીવનસાથી સાથે મધુર સંબંધ રહેશે.
સ્વાસ્થ્યઃ– બપોર પછી તમે અસ્વસ્થ અને અસહજ અનુભવ કરશો.
——————————–
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– સમય ઉત્તમ છે. બાળકો તરફથી શુભ સમાચારની પ્રાપ્તિ થશે. કોઇ લગ્નના કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર પણ મળશે. પોતાના લોકો સાથે મળીને કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અનુભવ કરશો.
નેગેટિવઃ– ધ્યાન રાખો કે તમારી ઉદારતાનો થોડા લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. તમે કોઇપણ નવું કામ કરવામાં સંકોચ કરી શકો છો. આજે ભાગદોડની સ્થિતિ રહેશે, પરંતુ તેનું પરિણામ કંઇ ખાસ મળી શકશે નહીં.
વ્યવસાયઃ– આ સમયે વેપાર પર સમય આપવો ખૂબ જ જરૂરી છે.
લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ થતો રહેશે.
સ્વાસ્થ્યઃ– વાતાવરણમાં ફેરફારને કારણે તાવ, શરદી અને એલર્જી થઇ શકે છે.
——————————–
ધનઃ–
પોઝિટિવઃ– સમયની ગતિ તમારા પક્ષમાં છે. બાળકોના ભવિષ્યને લગતી થોડી યોજનાઓ બનશે તથા નવાં કાર્યો સંપન્ન થવાના પણ યોગ છે. તમારી ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટીની લોકો પર પોઝિટિવ અસર પડશે.
નેગેટિવઃ– કોઇપણ પ્રકારની લેવડ-દેવડ હાલ ટાળો. તમે તમારો અડિયલ સ્વભાવ પણ છોડી દો તો સારું રહેશે. આધુનિક બનવાના ચક્કરમાં ખોટા રૂપિયા ખર્ચ કરી શકો છો.
વ્યવસાયઃ– વ્યાવસાયિક ક્ષેત્રમાં થોડાં નવાં કાર્યની શરૂઆતના યોગ છે.
લવઃ– પતિ-પત્ની પોત-પોતાની વ્યસ્તતાને કારણે પરિવાર પર ધ્યાન આપી શકશે નહીં.
સ્વાસ્થ્યઃ– માનસિક તથા શારીરિક થાક હાવી રહેશે.
——————————–
મકરઃ–
પોઝિટિવઃ– દિવસ ઉત્તમ છે. તમે લોકોની ચિંતા કર્યા વિના તમારું કામ કરતા રહેશો. તમારા બાળક તરફથી શુભ સમાચારની પ્રાપ્તિ શુકન આપનારી રહેશે. વિદ્યાર્થી તથા યુવા વર્ગ આ સમયે પોતાના કાર્ય અને લક્ષ્યને પ્રાથમિકતા આપશે.
નેગેટિવઃ– આ સમયે જોખમી કાર્યોથી દૂર રહો. કોઇ પ્રકારનું નુકસાન થવાની આશંકા છે. બપોર પછીનો સમય થોડો અશુભકારી રહેશે. કોઇ એવી ઘટના ઘટશે, જેને કારણે તમે તમારા ગુસ્સા પર કાબૂ રાખી શકશો નહીં.
વ્યવસાયઃ– વ્યાવસાયિક કાર્યમાં થોડા વિલંબની સ્થિતિ રહેશે.
લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ– આ સમયે વધારે કામના ચક્કરમાં તમારા સ્વાસ્થ્ય સાથે કોઇપણ પ્રકારની બેદરકારી ન કરશો.
——————————–
કુંભઃ–
પોઝિટિવઃ– પરિવાર તથા સમાજ વચ્ચે તમારું માન-સન્માન અને પ્રતિષ્ઠા બની રહેશે. ઘરની જરૂરિયાતો તથા સુધારાને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. આજે તમામ પ્રકારની વ્યક્તિગત ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો.
નેગેટિવઃ– નાનું જુઠાણું બોલવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, એટલે તમારા વ્યવહારમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે. ઉધાર કે ભાડાને લગતા મામલાઓમાં મુશ્કેલીઓ આવી શકે છે.
વ્યવસાયઃ– વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વધારે કોશિશ કરશો.
લવઃ– પરિવાર સાથે સમય પસાર કરવો ઘરના વાતાવરણને સુખદ બનાવશે.
સ્વાસ્થ્યઃ– સીઝન બદલાવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.
——————————–
મીનઃ–
પોઝિટિવઃ– આજે તમે આરામના મૂડમાં રહેશો. મોજ-મસ્તી તથા મનોરંજનમાં પણ સમય પસાર થશે છતાંય તમે તમારા જરૂરી કાર્યોને સમયે પૂર્ણ કરી લેશો. આ સમય સંવાદ અને એકબીજા સાથે સંબંધોને મજબૂત કરવાનો છે.
નેગેટિવઃ– આ સમયે તમારા મનમાં થોડી શંકાઓ ઊભી થઇ શકે છે જેને કારણે તમે તમારી અંદર આત્મવિશ્વાસની કમી અનુભવ કરશો. કોઇપણ લક્ષ્ય પસંદ કરતી વખતે સાવધાન રહો.
વ્યવસાયઃ– તમે તમારા વ્યવસાયમાં થોડા ફેરફારની યોજના બનાવશો.
લવઃ– ઘરમાં કોઇ વાતને લઇને ક્લેશની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ નથી.