Rashifal

બુધવારનું રાશિફળ:બુધવારે મેષ રાશિ માટે ગ્રહ સ્થિતિ શુભ રહેશે, આળસ અને મોજમસ્તીમાં સમય ખરાબ કરશો નહીં

3 ઓગસ્ટ, બુધવારના રોજ સિદ્ધ તથા આનંદ એમ બે શુભ યોગ બની રહ્યા છે. કર્ક રાશિના અટકેલા કામો પૂરા થશે. આ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ લાભદાયી રહેશે. સિંહ રાશિના નોકરિયાત વર્ગને તક મળશે. કન્યા રાશિને નસીબનો સાથ મળશે. કુંભ રાશિને બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત તુલા રાશિ માટે દિવસ ખર્ચાળ રહેશે. રોકાણ કરવું નહીં. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

3 ઓગસ્ટ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે.

નેગેટિવઃ– બિનજરૂરી ખર્ચ વધી શકે છે. એટલે હાલ તમારા બજેટને સાચવીને ચાલશો તો સારું રહેશે. આળસ અને મોજમસ્તીમાં વધારે સમય ખરાબ ન કરો. વિરોધી પક્ષ તમારા માટે કોઇ મોટી પરેશાની ઊભી કરી શકે છે, પરંતુ તમારું કશું જ નુકશાન થઇ શકશે નહીં.

વ્યવસાયઃ– કારોબારમાં પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હાલ વધારે મહેનતની જરૂરિયાત રહેશે.

લવઃ– પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં તાલમેલ ન રહેવાના કારણે પરિવારમાં હળવો મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ-ખરાબ આદતો તથા નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– બપોર પછી લાભની સ્થિતિ બની શકે છે. પરિવારના કોઇ વ્યક્તિ દ્વારા મહત્ત્વપૂર્ણ સલાહ મળશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધવાથી તમારા વિચારો પણ પોઝિટિવ અને સંતુલિત રહી શકે છે.

નેગેટિવઃ– ખર્ચ વધારે રહેશે. સાથે જ આવરના સાધન પણ મળી શકશે એટલે ચિંતા ન કરો. તમારી યોજનાઓને તરત જ શરૂ કરો, વધારે સમજવા કે વિચારવાથી સફળતા હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ– કોઇ નવા કામને શરૂ કરવા માટે સમય યોગ્ય નથી.

લવઃ– લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ-ઘૂંટણ અને સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– પરિવારની સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગ વગેરે થઇ શકે છે. અચાનક જ કોઇ વ્યક્તિ સાથે મુલાકાત બધાને પ્રસન્ન કરશે. વિદ્યાર્થીઓને અભ્યાસ અને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી તેઓ તણાવમુક્ત રહી શકે છે.

નેગેટિવઃ– આ સમયે આર્થિક તણાવ રહી શકે છે. તમારી અંદર અહંકારની ભાવના આવવા દેશો નહીં. તેના કારણે સંબંધોમાં ખટાસ પણ આવી શકે છે. યુવા વર્ગ મોજ-મસ્તીમાં પોતાનો સમય ખરાબ ન કરીને પોતાના કરિયર ઉપર વધારે ધ્યાન આપે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમે તમારી ભરપૂર મહેનત અને યોગ્યતા દ્વારા તમારો ટાર્ગેટ પ્રાપ્ત કરી લેશો.

લવઃ– વ્યવસાયિક તણાવને પરિવારની સુખ-શાંતિ ઉપર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ-સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કર્કઃ-

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ પૂર્ણ થશે. કોઇ નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો સમય અનુકૂળ છે. તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ– આ સમયે દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવી જરૂરી છે. કોઇપણ યોજના બનાવતા પહેલાં તેના અંગે ગંભીરતાથી ચર્ચા-વિચારણા કરો. નહીંતર કોઇ ભૂલ થઇ શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ– કામકાજને લઇને કરવામાં આવેલી નજીકની યાત્રા તમારા ઉત્તમ ભવિષ્યનો દ્વાર ખોલી શકે છે.

લવઃ– ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ-ગળાને લગતી કોઇપણ સમસ્યાને ગંભીરતાથી લો.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે સપના સાકાર કરવાનો દિવસ છે. મુશ્કેલથી મુશ્કેલ કાર્યો પણ તમે તમારા દઢ નિર્ણયથી પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો. પરિવારની વ્યવસ્થાને પણ યોગ્ય જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ– આળસના કારણે અન્ય ઉપર કામ થોપવાની કોશિશ ન કરો. મહત્ત્વપૂર્ણ કામને પહેલાં પૂર્ણ કરી લેવા યોગ્ય રહેશે. વધારે આત્મ કેન્દ્રિત થવું અને માત્ર પોતાના અંગે વિચારવું નજીકના સંબંધોમાં કડવાસ લાવી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં ઉતાર-ચઢાવમાં હવે શાંતિ આવશે.

લવઃ– પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગ અને વિશ્વાસ ઘરની સુખ-શાંતિને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ-સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં ખૂબ જ અનુકૂળ રહેશે. એટલે દિવસની શરૂઆતમાં જ તમારા કાર્યોની રૂપરેખા બનાવી લો. આજે કોઇ લાભદાયક સૂચના મળી શકે છે. ઘરમાં કોઇ સમયે ચાલી રહેલી ગેરસમજ તમારી દખલ દ્વારા ઉકેલાઇ જશે.

નેગેટિવઃ– ભાઈઓ સાથે કોઇ પારિવારિક મુદ્દાને લઇને વાદ-વિવાદની સ્થિતિ બની રહી છે. જોકે, તમે તમારા યોગ્ય વ્યવહાર દ્વારા પરિસ્થિતિઓ સંભાળી લેશો. વિદ્યાર્થીઓને એડમિશનને લગતા કાર્યોમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.

વ્યવસાયઃ– પારિવારિક વ્યસ્તતાના કારણે તમે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન કે સમય આપી શકશો નહીં.

લવઃ– પતિ-પત્ની વચ્ચે પોઝિટિવ અને સહયોગાત્મક પૂર્ણ સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ-સ્વાસ્થ્યની કોઇ સમસ્યાથી રાહત મળી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– પડકારોનો સ્વીકાર કરવો તમારા માટે ઉન્નતિના માર્ગ શોધી શકે છે, એટલે સંપૂર્ણ ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ચાલી રહી છે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવે તેવી શક્યતા છે.

નેગેટિવઃ– બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિના કારણે ચિંતા રહેશે, પરંતુ તમારી સમજદારી અને સમજણથી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. કોઇ પાડોસી કે સંબંધીઓના મામલે દખલ ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં ગ્રહ સ્થિતિ વધારે લાભદાયક તો નથી છતાંય તેમા સુધાર આવી શકે છે.

લવઃ– જીવનસાથી સાથે સંબંધોને મધુર જાળવી રાખવામા તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ-નાની-મોટી સિઝનલ પરેશાનીઓ જળવાયેલી રહેશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આ સમયે કોઇપણ કાર્યને ઉતાવળની જગ્યાએ સહજ રીતે કરવાની કોશિશ કરો. થોડા અનુભવી અને વડીલ લોકોના માર્ગદર્શનમાં ઘણું શીખવા મળી શકે છે. કોઇ ધાર્મિક કે અધ્યાત્મિક સ્થળે જવાનો પણ અવસર મળી શકે છે.

નેગેટિવઃ– રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં રૂપિયા ન લગાવશો, નુકસાન થઇ શકે છે. યાત્રા કરતી સમયે અજાણ્યા વ્યક્તિઓ સાથએ સંપર્કમાં રહેશો નહીં. કોઇ તમને ભાવનાત્મક રૂપથી ઉપયોગ કરી શકે છે. પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં પણ ધ્યાન આપવું જરૂરી છે.

વ્યવસાયઃ– આજે કોઇ નવો ઓર્ડર કે ડીલ ફાઇનલ થઇ શકે છે.

લવઃ– વ્યસ્ત દિનચર્યામાં થોડો સમય પરિવાર માટે પણ કાઢશો તો સુખ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ-વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાન તમને સ્વસ્થ અને ઊર્જાવાન રાખી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને વધારે મહેનત કરી રહ્યા હતાં, હવે તેનું સારું પરિણામ મળવાનું છે. બાળકોને લગતી સમસ્યાનું પણ સમાધાન આવશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણયમામ વડીલોની સલાહ તમારા માટે મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ– ગેરકાયદેસર કાર્યોમાં પડશો નહીં તો યોગ્ય રહેશે. ઘરના કોઇ સભ્યના લગ્નજીવનમાં સમસ્યાઓ આવી શકે છે. વિવેક અને સમજણથી નિર્ણય લેવો જરૂરી છે. યુવાઓને પોતાના કરિયર ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– આ સમયે વધારે મહેનતથી કામ કરવું જરૂરી છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ-ગરમી અને ઠંડીના કારણે તાવ અને શરદી થઇ શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– કોઇ અશક્ય કાર્યના અચાનક બની જવાથી મન વધારે પ્રસન્ન રહી શકે છે. કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું અને પોઝિટિવ વિચાર રાખવા તમને નવી દિશા પ્રદાન કરશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને કોઇ ઇન્ટરવ્યૂ કે પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ– કોઇપણ મનોરંજનને લગતા પ્રોગ્રામ બનાવતા પહેલાં પોતાના બજેટનું પણ ધ્યાન રાખો. આ સમયે કોઇપણ યાત્રાને ટાળવી યોગ્ય રહેશે. કોઇ સાથે વાદ-વિવાદની સ્થિતિમાં પડશો નહીં.

વ્યવસાયઃ– અન્ય વેપારીઓ સાથે ચાલી રહેલી સ્પર્ધામાં તમને વિજય પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ-માંસપેશીઓનો દુખાવો થઇ શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજે તમારી દિનચર્યામાં થોડો પોઝિટિવ ફેરફાર આવશે. ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થવાથી પ્રસન્નતા મળશે. ફાયનાન્સને લગતા કાર્યોમાં પોઝિટિવ પરિણામ મળશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે ક્યારેક વધારે સમજવા કે વિચરવાથી કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા હાથમાંથી સરકી શકે છે. કોઇપણ વડીલ વ્યક્તિ સાથે વિવાદમાં ઉતરશો નહીં. સામાજિક ગતિવિધિઓમાં તમારું યોગદાન આપો.

વ્યવસાયઃ– સમય તમારા પક્ષમાં છે. ઇન્શ્યોરન્સ કે પોલિસી વગેરેમાં નફો મળી શકે છે.

લવઃ– લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ-તમારા ખાનપાન તથા દિનચર્યા પ્રત્યે બેદરકારી તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– તમે તમારી સમજણ દ્વારા કોઇ મુશ્કેલીનું સમાધાન મેળવવામાં સક્ષમ રહેશો. પરિવાર સાથે શોપિંગમાં સુખમય સમય પસાર થઇ શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યને કરતા પહેલાં તેના અંગે યોગ્ય તપાસ કરી લો.

નેગેટિવઃ– ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર પણ જરૂરી ધ્યાન આપો, ચોક્કસ જ તમારા માટે સારું રહેશે. સંબંધોમાં મર્યાદાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. અન્ય ઉપર વધારે ડિસિપ્લિન ન રાખીને પોતાના વ્યવહારમાં લચીલાપણું જાળવી રાખો.

વ્યવસાયઃ– પ્રોપર્ટીને લગતા કાર્યોમાં સારી ડીલ ફાઇનલ થઇ શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ-સર્વાઇકલનો દુખાવો પરેશાન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.