Rashifal

મંગળવારનું રાશિફળ:ધન-કુંભ રાશિના જાતકોને નોકરીમાં પ્રગતિ થશે, વૃશ્ચિક રાશિએ સચેત રહેવું

2 ઓગસ્ટ, મંગળવારના રોજ શિવ તથા પ્રજાપતિ નામના બે શુભ યોગ બની રહ્યા છે. વૃષભ રાશિના જાતકો માટે નોકરી તથા બિઝનેસમાં દિવસ શુભ રહેશે. મિથુન રાશિને નસીબનો સાથ મળશે. ધન તથા કુંભ રાશિને નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. આ ઉપરાંત તુલા રાશિના શેર માર્કેટ સાથે જોડાયેલા જાતકો સંભાળીને રોકાણ કરે. વૃશ્ચિક રાશિને ડોક્યુમેન્ટ્સમાં ભૂલ થવાથી મુશ્કેલી વધી શકે છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

2 ઓગસ્ટ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– સમય સારો છે. તમારા વ્યક્તિત્વની સામે વિરોધી પરાજિત થશે અને તમે તમારા કામને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. યુવા વર્ગને કોઇ સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ– આ સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. ઘરને લગતાં કોઇ કાર્યમાં વધારે ખર્ચ થઇ શકે છે. કોઇના પ્રત્યે મનમાં નકારાત્મક વિચાર લાવશો નહીં.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં કામ પહેલાંની જેમ જ ચાલતાં રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ-સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– સ્થાન પરિવર્તનને લગતી યોજના બની રહી છે તો આજે તે કાર્યને શરૂ કરવાનો યોગ્ય સમય છે. આવકના નવા સ્રોત બનશે તથા આર્થિક સ્થિતિ પણ સારી બનશે. નજીકના મિત્રની સલાહ તમને અનેક પરેશાનીઓથી રાહત અપાવશે.

નેગેટિવઃ– કોઇપણ અયોગ્ય કે ગેરકાયદેસર કામમાં રસ ન લો, તેના કારણે કોઇ અપમાનજનક સ્થિતિ ઊભી થઇ શકે છે. પારિવારિક સભ્યોનો અનુભવ તથા સહયોગ તમને વધારે લાભદાયક રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે ગંભીરતાથી અને સમજી-વિચારીને નિર્ણય લેવાની જરૂરિયાત છે.

લવઃ– જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા મનોબળ અને કાર્યક્ષમતાને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ-હળવી સિઝનલ બીમારીઓ પરેશાન કરી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આ સમયે તમારી આસપાસની પરિસ્થિતિઓમાં થોડા ફેરફાર અનુભવ કરશો. આ ફેરફારનો તમારા વ્યક્તિત્વ ઉપર પોઝિટિવ પ્રભાવ પણ પડશે. માત્ર તમારે તમારી ઊર્જા એકઠી કરીને ફરીથી નવી નીતિઓ બનાવવાની જરૂરિયાત છે.

નેગેટિવઃ– કોઇપણ વડીલ તથા સન્માનિત વ્યક્તિ સાથે વાદ-વિવાદ કે મતભેદ ઊભો થવા દેશો નહીં. ધ્યાન રાખવું કે મહેનત કરવાથી જ ભાગ્યનો સાથ મળી શકશે.

વ્યવસાયઃ– આજે વ્યવસાયમાં થોડી પોઝિટિવ તથા ફાયદાકારક ગતિવિધિઓ રહેશે.

લવઃ– ઘર-પરિવારમાં વાદ-વિવાદ જેવી સ્થિતિ ઊભી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ-સ્વાસ્થ્ય ઉત્તમ જળવાયેલું રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે. પરંતુ ભાવનાઓની જગ્યાએ વિવેક અને ચતુરાઈથી કામ લેવું તમારા માટે ઉન્નતિદાયક સાબિત થશે. અચાનક જ કોઇ મિત્ર કે નજીકના સંબંધી ઘરે આવી શકે છે.

નેગેટિવઃ– આ સમયે તમારે તમારા વ્યવહારમાં થોડા પરિવર્તન લાવવાની જરૂરિયાત છે. શાંતિથી સ્થિતિઓ ઉપર ચર્ચા-વિચારણા કરો. ગુસ્સો અને ઉતાવળ તમારા માટે નુકસાનદાયક રહી શકે છે.

વ્યવસાયઃ– વ્યાપારિક ગતિવિધિઓ ઉપર તમારું નિયંત્રણ રહેશે.

લવઃ– ઘરની નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ-માથાનો દુખાવો અને થાક જેવી સ્થિતિ રહી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આ સમય આત્મમંથન તથા આત્મ વિશ્લેષણનો છે. અન્યના પ્રભાવમાં આવશો નહીં. તમારા સિદ્ધાંતો પ્રમાણે કામ કરો. તમને તેવી જ રીતે સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે નોકરી અને ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ– તમારી કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ જવાની કે ચોરી થવાની આશંકા છે. તમારી વસ્તુઓને સંભાળીને રાખો. બનતાં કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયને લગતી બહારની ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ– આ સમયે લગ્ન જીવન તથા પ્રેમ સંબંધ બંનેમાં કોઇ પ્રકારની ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ-કોઇ-કોઇ સમયે અકારણ જ ગુસ્સો અને તણાવ હાવી થઇ શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આજે પ્રોપર્ટીને લગતું કોઇપણ કામ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે તથા શાંતિ પણ અનુભવ થશે. કોઇ પ્રિય મિત્ર સાથે ભેટની લેવડ-દેવડ થઇ શકે છે.

નેગેટિવઃ– કોઇ પ્રકારનો તણાવ હાવી થઇ શકે છે. આ સમયે તમારી મનઃસ્થિતિ મજબૂત જાળવી રાખો. ઝડપથી પરિસ્થિતિઓ સામાન્ય થઇ જશે. સમસ્યાઓથી ગભરાવાની જગ્યાએ તેનું સમાધાન શોધવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– આજે તમને કોઇ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ મળી શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ મધુર તથા ડિસિપ્લિનભર્યું રહેશે.

સ્વાસ્થ્યઃ-કામનો ભાર વધારે રહેવાના કારણે પગમાં દુખાવા અને સોજાની ફરિયાદ રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આ સમયે ભાગ્ય તમને દરેક પરિસ્થિતિ સામે લડવાની શક્તિ પ્રદાન કરી રહ્યું છે. સમયનો ભરપૂર ઉપયોગ કરો. તમારા નિર્ણય જ સર્વોપરિ રાખો. અન્ય ઉપર વિશ્વાસ કરવો યોગ્ય રહેશે નહીં.

નેગેટિવઃ– બધી જવાબદારીઓ પોતાની ઉપર લેવાની જગ્યાએ તેને વહેંચતાં પણ શીખો. કેમ કે, અન્યની સમસ્યાઓમાં પડવાથી તમારા વ્યક્તિગત કાર્યો પ્રભાવિત થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ– પ્રેમ સંબંધ ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ-કામ સાથે-સાથે યોગ્ય આરામ કરવો પણ જરૂરી છે.

——————————–

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ– તમને અનુભવ થશે કે કોઇ ઈશ્વરીય શક્તિ તમારા માટે કામ કરી રહી છે. તમે તમારા આત્મવિશ્વાસ અને મહેનત દ્વારા કોઇપણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– થોડી નકારાત્મક પરિસ્થિતિઓ સામે આવશે, પરંતુ તમે સરળતાથી તેનો ઉકેલ મેળવવામાં સક્ષમ પણ રહેશો. એટલે ચિંતા કરશો નહીં. આ સમયે બાળકોનું યોગ્ય માર્ગદર્શન કરવું ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ છે.

લવઃ– પારિવારિક લોકો સાથે થોડો સમય મનોરંજનને લગતાં કાર્યોમાં પસાર કરો.

સ્વાસ્થ્યઃ-સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું નિવારણ થશે. ઘણાં સમય પછી મિત્રો સાથે ગેટ-ટુ-ગેધર થવાથી બધા લોકો સુખ તથા ઉમંગ અનુભવ કરશે. રોજિંદા જીવનથી રાહત મળશે.

નેગેટિવઃ– બાળકો સાથે વધારે રોક-ટોક ન કરો, તેમનાથી તેમનું આત્મબળ અને કાર્યક્ષમતા ઘટી શકે છે. ધ્યાન રાખો તમારી કોઇ નકારાત્મક વાત કોઇ પ્રિય મિત્ર સાથે નિરાશાનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતાં બધાં કાર્યો કોઇપણ વિઘ્ન વિના પૂર્ણ થઇ શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ-સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– સમય ઉત્તમ છે. તમારી ક્ષમતાઓને કરિયર, અધ્યાત્મ અને ધર્મની પ્રગતિમાં યોગ્ય રીતે ઉપયોગ કરવામાં સક્ષમ રહેશો. તમારી સંવેદનશીલતા સમાજમાં તમને સન્માન અપાવશે.

નેગેટિવઃ– ક્યારેક અકારણ જ કોઇ નાની વાત ઉપર ગુસ્સો આવી જવાખી ઘરનું વાતાવરણ ખરાબ થઇ શકે છે. તમારી આ ખામીમાં સુધાર લાવવો જરૂરી છે.

વ્યવસાયઃ– વેપારમાં સફળતાદાયક સમય છે. તમારા કામની ગતિ વધશે.

લવઃ– લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ-ડાયાબિટિક લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– થોડા સમયથી ચાલી રહેલી દોડધામથી રાહત મેળવવા માટે પ્રકૃતિની નજીક થોડો સમય પસાર કરો. શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવાથી તમને નવી ઊર્જા અને સ્ફૂર્તિની અનુભૂતિ થશે. કળાત્મક તથા રચનાત્મક કાર્યને લગતો તમારો રસ જાગૃત કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ– થોડો સમય બાળકો સાથે પણ પસાર કરવો જરૂરી છે. તેમની ગતિવિધિઓ તથા સંગત ઉપર નજર રાખો. તમારી કોઇ પરેશાનીમાં નજીકના મિત્ર સાથે ચર્ચા-વિચારણા કરો.

વ્યવસાયઃ– આ સમયે વ્યવસાય પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે.

લવઃ– ઘરમાં યોગ્ય વ્યવસ્થા તથા તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ-થાકના કારણે માઇગ્રેન કે સર્વાઇકલનો દુખાવો થઇ શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આ સમયે ગ્રહ સ્થિતિ તમને સાવધાન કરી રહી છે કે નાણાકીય યોજનાઓ અંગેના કાર્યો ઉપર તમારું ધ્યાન કેન્દ્રિતકરો. નકામાં કાર્યોમાં સમય નષ્ટ ન કરો. ઘરમાં કોઇ કુંવારી વ્યક્તિના લગ્નને લગતી વાત થઇ શકે છે.

નેગેટિવઃ– અન્ય ઉપર વધારે વિશ્વાસ કરવો તથા તેમની વાતોમાં આવવું તમારા માટે નુકસાનદાયી રહેશે. યુવા વર્ગ ખોટી મોજમસ્તીના કારણે પોતાના કરિયરને લગતું કોઇ નુકસાન કરી શકે છે.

વ્યવસાયઃ– હાલ વર્તમાન પરિસ્થિતિઓના કારણે વેપારમાં કોઇ નવું કામ અને યોજના સફળ થશે નહીં.

લવઃ– પતિ-પત્ની વચ્ચે પારિવારિક સમસ્યાને લઇને થોડો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ-વધારે ઠંડીના કારણે સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.