કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું છે કે રાજ્યમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે. મલપ્પુરમમાં 30 વર્ષીય યુવકની સારવાર ચાલી રહી છે. તે 27 જુલાઈના રોજ UAEથી કોઝિકોડ એરપોર્ટ પહોંચ્યો હતો.
કેરળ રાજ્યમાં મંકીપોક્સ જેવા લક્ષણો ધરાવતી વ્યક્તિના મૃત્યુના દિવસો પછી, કેરળમાં વધુ એક મંકીપોક્સ કેસની પુષ્ટિ થઈ છે. યુએઈથી પરત ફરેલ એક વ્યક્તિનો આજે ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં વાયરલ રોગનો આ અત્યાર સુધીનો પાંચમો કેસ છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે રાજ્યમાં અન્ય મંકીપોક્સ કેસના સમાચારની પુષ્ટિ કરી છે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે મલપ્પુરમમાં 30 વર્ષીય દર્દીની સારવાર ચાલી રહી છે.
મંત્રીએ કહ્યું કે તેઓ 27 જુલાઈના રોજ UAEથી કોઝિકોડ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને મલપ્પુરમની મંજેરી મેડિકલ કોલેજમાં તેમની સારવાર ચાલી રહી હતી.
રાજ્યમાં મંકીપોક્સનો આ પાંચમો કેસ છે.
અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે મંકીપોક્સ જેવા લક્ષણો સાથે એક વ્યક્તિના મૃત્યુ બાદ રાજ્યના થ્રિસુર જિલ્લામાં વીસ લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.