news

હાર્દિકનો પાટીદાર ઉદ્યોગપતિઓને પત્ર:નિવૃત્તિ પછી ઉદ્યોગ કે સંસ્થામાં અગ્નિવીરોને તક આપવાની જાહેરાત કરો, FB યુઝર્સે બરાબરનો દાવ લીધો

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલે અગ્નિપથ યોજના અંગે દેશભરના પાટીદાર અગ્રણીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં હાર્દિક પટેલે લખ્યું કે, જે યુવાન અગ્નિવીરના સિપાહી તરીકે દેશની સેવા કર્યા પછી નિવૃત્ત થાય તે પછીનું ભવિષ્ય વધુ સમૃદ્ધ થાય તે માટે પાટીદાર ઉદ્યોગપતિઓને પોતાના ઉદ્યોગ કે સંસ્થામાં કુશળ અને શિસ્તબદ્ધ અગ્નિવીરોને તક આપશો એવી જાહેરાત કરો. હું પણ વ્યક્તિગતરૂપે અગ્નિવીરોની પહેલી બેચમાંથી 10 અગ્નિવીરોને યોગ્ય નોકરી અથવા ઉદ્યોગ-ધંધામાં જે પણ મદદ જોઈતી હશે તે મદદ કરીશ.

‘બસ કર પગલે રુલાયેગા ક્યા…’
હાર્દિક પટેલે ફેસબુક પર આ પત્ર પોસ્ટ કરતા જ યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. યુઝર્સે આ પત્ર અંગે કોમેન્ટ કરી છે કે, તું 2 મિનિટે ને 2 મિનિટે ફરી જાય તો શું તું તંબુરો નોકરી આપે. બસ કર પગલે રુલાયેગા ક્યા…

હાર્દિક પટેલે પાટીદાર ઉદ્યોગપતિઓને લખેલો પત્ર અક્ષરશઃ
ગુજરાત અને વિવિધ દેશમાં રહેતા પાટીદાર અગ્રણીઓને મારું વિનમ્ર નિવેદન!
પાટીદાર સમાજ હંમેશા રાષ્ટ્ર સેવામાં આગળ રહ્યો છે. ભારત સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજના દેશના યુવાનોમાં ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમનો જોશ ભરશે. જે યુવાન ચાર વર્ષ અગ્નીવીરના સિપાહી તરીકે દેશની સેવા કર્યા પછી જ્યારે નિવૃત્ત થાય તે પછીનું ભવિષ્ય વધુ સમૃદ્ધ થાય તેના માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલાય અને સંગઠન આગળ આવી ને તેમને નોકરીમાં પ્રાથમિકતા આપવાની વાત કરે છે.

આવા સમયે પાટીદાર સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓને હું વિનમ્ર નિવેદન કરું છું કે, આપ સૌ પણ આપના ઉદ્યોગોમાં તથા સંસ્થાઓમાં કુશળ અને શિસ્તબદ્ધ અગ્નિવીરોને મોકો આપશો તેવી જાહેરાત કરો. દેશના અનેક પ્રમુખ ઉદ્યોગો આજે પાટીદાર સમાજના વડીલો અને યુવાનો ચલાવે છે તેમના આ વચાનથી સંપૂર્ણ ભારતના યુવાનોમાં એક નવો વિશ્વાસ ભરાશે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું યુવાનોને સશક્ત બનાવવાનું પગલું સાર્થક સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published.